Home /News /business /માત્ર 80 હજાર રોકીને આ શેરમાં લાખોપતિ બની ગયા રોકાણકારો, હજુ પણ બાકી છે ઘણો દમ
માત્ર 80 હજાર રોકીને આ શેરમાં લાખોપતિ બની ગયા રોકાણકારો, હજુ પણ બાકી છે ઘણો દમ
આ શેરે રોકાણકારોને આપ્યુ 125 ગણું વળતર
Multibagger stocks: માર્કેટ એક્સપર્ટનું માનવું છે કે, હજુ પણ એક્સિસ બેંકના શેરોમાં વધારો યથાવત્ છે. આમાં વર્તમાન ભાવ પર રોકાણ કરીને 27 ટકાથી પણ વધારે નફો કમાઈ શકાય છે. BSE પર આજે 27 ઓક્ટોબરના રોજ બજાર ખુલવાની સાથે એક્સિસ બેંકના શએર 905.40 રૂપિયાના ભાવ પર ટ્રેડ થઈ રહ્યા છે
નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકના શેર સ્ટોક માર્કેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. બેંકના શેરોએ લાંબા સમયગાળામાં મલ્ટીબેગર વળતર આપીને રોકાણકારોને માલામાલ કરી દીધા છે. તેણે તેના રોકાણકારોને માત્ર 80 હજાર રૂપિયાના રોકાણ પર કરોડપતિ બનાવી દીધા છે. તેણે ચાલુ નાણાકીય વર્ષ 2022-23ના બીજા ક્વાટરમાં જબરદસ્ત પરિણામ આપ્યા છે. બેંકના શેર 24 ઓક્ટોબરે રેકોર્ડ ઉંચાઈ પર પહોંચ્યા હતા.
હજુ પણ એક્સિસ બેંકના શેરોમાં વધારો યથાવત્
માર્કેટ એક્સપર્ટનું માનવું છે કે, હજુ પણ એક્સિસ બેંકના શેરોમાં વધારો યથાવત્ છે. આમાં વર્તમાન ભાવ પર રોકાણ કરીને 27 ટકાથી પણ વધારે નફો કમાઈ શકાય છે. BSE પર આજે 27 ઓક્ટોબરના રોજ બજાર ખુલવાની સાથે એક્સિસ બેંકના શએર 905.40 રૂપિયાના ભાવ પર ટ્રેડ થઈ રહ્યા છે.
ટૂંકા ગાળામાં એક્સિસ બેંકના શેરોએ શાનદાર વળતર આપ્યુ છે અને આ મહિનામાં હજુ સુધી રોકાણકારોની મૂડીને 23 ટકા સુધી વધારી છે. જ્યારે લાંબા ગાળામાં જોવામાં આવે તો, એક્સિસ બેંકના શેરોએ તેના રોકાણકારોને મલ્ટીબેગર વળતર આપ્યુ છે. બેંકના શેર 25 ઓક્ટોબર 2002ના રોજ 7.21 રૂપિયાના ભાવ પર હતા, જે આજે વધીને 905.40 રૂપિયાના ભાવ પર પહોંચી ગયા છે. એટલે એક્સિસ બેંકમાં કોઈ રોકાણકારે માત્ર 80,000 રૂપિયાનું નાનું રોકાણ કર્યુ હોત, તો આજે તેનું મૂલ્ય 125 ગણું વધીને સવા કરોડ રૂપિયા થઈ ગયુ હોત.
એક્સિસ બેંકે 20 ઓક્ટોબરે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાટર માટે પરિણામોની જાહેરાત કરી. આ દરમિયાન બેંકનો ચોખ્ખો નફો અંદાજ પ્રમાણે ઘણો વધારે રહ્યો. તે વાર્ષિક આધાર પર 70 ટકા અને ક્વાટરના આધાર પર 29 ટકાના વધારા સાથે 5329.77 કરોડ સુધી પહોંચી ગયો. જ્યારે આ સમયગાળામાં વ્યાજથી થનારી આવક પણ વાર્ષિક આધાર પર 31 ટકાના વઘારા સાથે 10,360.3 કરોડ રૂપિયા અને નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 3.39 ટકા રહ્યુ જે, વાર્ષિક આધાર પર 0.57 ટકા વધારે હતું.
મોર્ગન સ્ટેનલીએ લક્ષ્ય કિંમત વધારી
એક્સિસ બેંકના શેરો માટે અમેરિકાની ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ બેંકનું ઓવરરેટિંગ જાળવી રાખ્યુ છે. જ્યારે તેની લક્ષ્ય કિંમતને વધારીને 1150 કરી દેવામાં આવે છે. મોર્ગન સ્ટેનલીનો અંદાજ છે કે, આગામી ક્વાટરમાં બેંકના બિઝનેસમાં તેજી આવશે. તેના વર્તમાન ભાવ પર રોકાણ કરીને 27 ટકા નફો કમાઈ શકાય છે.
ગોલ્ડમેન સેક્સે આપી ખરીદીની રેટિંગ
અમેરિકાની બહુરાષ્ટ્રીય બેંક અને નાણાકીય ફાઈનાન્સિયલ સર્વિસ કંપની ગોલ્ડમેન સેક્સે 1053 રૂપિયાની લક્ષ્ય કિંમત પર આમાં ખરીદીની રેટિંગ આપી છે, જે વર્તમાન ભાવથી 17 ટકા વધારે છે. ગોલ્ડમેન સેક્સના અનુસાર, આગળ પણ એક્સિસ બેંકના બિઝનેસમાં તેજીની શક્યાતાઓ દેખાઈ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર