Home /News /business /આ બેંકિંગ શેરમાં 35% કમાણીના ચાન્સ, નિષ્ણાતોને તો પૂરેપૂરો વિશ્વાસ; બ્રોકરેજ હાઉસે આપી રોકાણની સલાહ
આ બેંકિંગ શેરમાં 35% કમાણીના ચાન્સ, નિષ્ણાતોને તો પૂરેપૂરો વિશ્વાસ; બ્રોકરેજ હાઉસે આપી રોકાણની સલાહ
3 ટકાના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે આ બેંકિંગ શેર
Investment Tips: બેંકના શેર શુક્રવારે 25 નવેમ્બરે સામાન્ય તેજીની સાતે 887.65 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા. હાલ એક્સિસ બેંકના શેર લગભગ 3 ટકા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા છે. માર્કેટ એક્સપર્ટના અનુસાર, આ શેરમાં રોકાણ માટે આ સારી તક છે.
નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની લેન્ડર એક્સિસ બેંકના શેર તેના રોકાણકારોને માત્ર 4 મહિનામાં જ 49 ટકા વળતર આપી ચૂક્યા છે. બેંકના શેર શુક્રવારે 25 નવેમ્બરે સામાન્ય તેજીની સાતે 887.65 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા. હાલ એક્સિસ બેંકના શેર લગભગ 3 ટકા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા છે. માર્કેટ એક્સપર્ટના અનુસાર, આ શેરમાં રોકાણ માટે આ સારી તક છે.
એક્સિસ બેંકે ગત 3 વર્ષમાં તેની તકનીકી અભિગમને વધારવા માટે ભારે રોકાણ કર્યુ છે, સાથે જ તેના પોર્ટફોલિયોમાં પણ ફેરફાર કર્યા છે. બેંક આ રોકાણ આગળ પણ કાયમ રાખી શકે છે. હાલ તો કંપની નફો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હવે બેંકને માર્જિન પર હકારાત્મક પરિણામ દેખાવા લાગ્યા છે.
એક્સિસ બેંકના શેરોમાં માત્ર ચાર મહિનામાં જ જબરદસ્ત તેજી જોવા મળી છે. આ વર્ષે 23 જૂને આ બેંકના શેરની કિંમત એક વર્ષના સૌથી નીચલા સ્તરે હતી. પરંતુ પછી તેના શેરોમાં તેજી આવી અને ખરીદારી પણ વધવા લાગી. માત્ર ચાર મહિનાના જ સમયમાં તેના શેરોની કિંમત 27 ઓક્ટોબરના રોજ 919.95 રૂપિયા પર પહોંચી ગઈ, જે આ શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી છે.
રોકાણકારો માટે રૂપિયા લગાવવાની સારી તક
એક્સિસ બેંકના શેર હાલ 3.15 ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. માર્કેટ એક્સપર્ટના મુજબ રોકાણકારો માટે આ શેરમાં રૂપિયા લગાવવા માટે આ સારી તક છે. માર્કેટ એક્સપર્ટનો અંદાજ છે કે, એક્સિસ બેંકના શેરની કિંમત 1195 રૂપિયા સુધી પહોંચી શકે છે, જે તેના વર્તમાન ભાવથી 35 ટકા વધારે છે.
એક્સિસ બેંકની એસેટ ક્વાલિટી સતત સુધરી રહી છે. તેને જોતા સ્થાનિક બ્રોકરેજ ફર્મ એચડીએફસી સિક્યોરિટીઝે એક્સિસ બેંકને 1195 રૂપિયાની લક્ષ્ય કિંમત પર ખરીદીની રેટિંગ આપી છે. જ્યારે ICICI સિક્યોરિટીઝે એક્સિસ બેંકના શેરોની ખરીદી માટે 1130 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરી છે.
બેંકની નાણાકીય સ્થિતિ
ચાલૂ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાટરમાં એક્સિસ બેંકનો સ્ટેન્ડઅલોન નફો 70 ટકા વધીને 5,329.77 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે તેની આવક પણ વાર્ષિક આધાર પર 20,134 કરોડ રૂપિયાથી વધીને 24,180 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. વ્યાજથી વધારે આવક 24 ટકાથી વઘીને 20,239 કરોડ રૂપિયા થઈ ગઈ છે અને એનપીએ ઘટીને 2.50 ટકા પર આવી ગયો છે. એક્સિસ બેંકની કુલ માર્કેટ કેર 2,72,816.90 કરોડ રૂપિયા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર