Home /News /business /આ બેંક સ્ટોકમાં ગજબનો ઉછાળો, માત્ર 6 મહિનામાં જ રૂપિયા ડબલ કર્યા; રોકાણકારો કરી રહ્યા છે ભારે રોકાણ

આ બેંક સ્ટોકમાં ગજબનો ઉછાળો, માત્ર 6 મહિનામાં જ રૂપિયા ડબલ કર્યા; રોકાણકારો કરી રહ્યા છે ભારે રોકાણ

આ શેરે 6 મહિનામાં જ રૂપિયા ડબલ કર્યા

Multibagger Stock: યૂનિયન બેંકે ગત મહિને 20 ઓક્ટોબરમાં તેના સપ્ટેમ્બર ક્વાટરના પરિણામ જારી કર્યા હતા. ત્યારબાદથી જ તેના શેરને પાંખ લાગી ગઈ છે. 1 મહિનામાં જ આ શેર લગભગ 60 ટકા વધ્યા છે. યૂનિયન બેંક ઓફ ઈન્ડિયાની માર્કેટ વેલ્યૂ 18 સપ્ટેમ્બર શુક્રવારના રોજ 50,000 કરોડ રૂપિયાની પાર પહોંચી ગઈ છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ સપ્ટેમ્બર ક્વાટરના શાનદાર પરિણામ પછી ઉછાળો ભરી રહેલા યૂનિયન બેંક ઓફ ઈન્ડિયાના શેરોમાં ગઈકાલે પણ ગજબની તેજી જોવા મળી હતી. કાલે આ મલ્ટીબેગર શેર બીએસઈ પર 5.5 ટકાના ઉછાળા સાથે 74.45 રૂપિયાના ભાવે બંધ પહોંચી ગયા અને આ તેની 3 વર્ષની સૌથી ઊંચી સપાટી છે. આ પહેલા જુલાઈમાં 2019માં બેંકના શેર આ સ્તરે ટ્રેડિંગ કરી રહ્યા હતા. ગત 6 મહિનામાં આ શેરમાં 108 ટકા વધારો જોવા મળ્યો છે. આ રીતે આ સમયગાળામાં રોકાણકારોના રૂપિયા બમણાં થઈ ગયા છે.

    1 મહિનામાં જ આ શેર લગભગ 60 ટકા વધ્યા


    યૂનિયન બેંકે ગત મહિને 20 ઓક્ટોબરમાં તેના સપ્ટેમ્બર ક્વાટરના પરિણામ જારી કર્યા હતા. ત્યારબાદથી જ તેના શેરને પાંખ લાગી ગઈ છે. 1 મહિનામાં જ આ શેર લગભગ 60 ટકા વધ્યા છે. યૂનિયન બેંક ઓફ ઈન્ડિયાની માર્કેટ વેલ્યૂ 18 સપ્ટેમ્બર શુક્રવારના રોજ 50,000 કરોડ રૂપિયાની પાર પહોંચી ગઈ છે. ક્વાટર પરિણામો પછી બ્રોકરેજ આ બેંકના શેર પર બુલિશ છે અને રોકાણકારો પણ આમાં ભરપૂર રૂપિયા લગાવી રહ્યા છે.

    આ પણ વાંચોઃ હવે દવા પોતે જ કહેશે અસલી છે કે નકલી! લાગશે QR કોડ; આ રીતે ઘરે બેઠા જ ખબર પડી જશે

    શાનદાર રહ્યા ક્વાટર પરિણામ


    સપ્ટેમ્બર ક્વાટરમાં યૂનિયન બેંકના નફો વાર્ષિક આધાર પર 21.07 ટકા વધીને 1,848 કરોડ રૂપિયા પહોંચ્યો છે. ગત નાણાકીય વર્ષની સરખામણીએ આ 1,526 કરોડ રૂપિયા વધારે છે. બેંકની શુદ્ધ વ્યાજ આવક સપ્ટેમ્બર ક્વાટરમાં 21.61 ટકા વધીને 8,305 રૂપિયા થઈ છે અને બેંકનું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન સપ્ટેમ્બર ક્વાટરમાં 2.95 ટકા રહ્યુ છે. બેંકની નોન-ઈન્ટરેસ્ટ ઈનકમ આ દરમિયાન 17.65 ટકા ઘટીને 3,276 કરોડ કરોડ રૂપિયા થઈ છે. સપ્ટેમ્બર ક્વાટરમાં યૂનિયન બેંકની એસેટ ક્વાલિટીમાં પણ સુધારો થયો છે. સપ્ટેમ્બર ક્વાટરમાં કંપનીની નેટ એનપીએ પણ ઘટીને 2.64 ટકા થઈ ગઈ છે.

    બ્રોકરેજે દર્શાવી તેજીની આશા


    યૂનિયન બેંકના પરિણામ પછી મોટાભાગના વિશ્લેષકોએ આ શેરમાં તેજી આવવાની ભવિષ્યવાણી કરી હતી. ક્વાટરના પરિણામો પછી મોતીલાલ ઓસવાલે આ શેર માટે 65 રૂપિયાની લક્ષ્ય કિંમતની સાથે આ શેરને બાય રેટિંગ આપી હતી. હવે તેનું લક્ષ્ય પૂરુ થઈ ગયું છે.

    આ પણ વાંચોઃ  ખાસ મહિલાઓ માટે; નાના રોકાણમાં ધોમ કમાણીની શક્યતા

    આપ્યુ મલ્ટીબેગર વળતર


    યૂનિયન બેંક તે શેરોની યાદીમાં સામેલ થઈ ગઈ છે, જેણે ગત 6 મહિનામાં તેના રોકાણકારોના રૂપિયા બમણાં કરી દીધા છે. યૂનિયન બેંકે 6 મહિનામાં રોકાણકારોને 108 ટકાનું વળતર આપ્યુ છે. એક મહિનામાં તે શેર 60 ટકા સુધી વધ્યા છે, તો વર્ષ 2022માં હજુ સુધી આ શેરે રોકાણકારોને 67.38 ટકા વળતર આપ્યુ છે. યૂનિયન બેંકના શેર શુક્રવારે એનએસઈ પર 5.20 ટકાના વધારા સાથે 73.90 રૂપિયાના ભાવ પર બંધ થયા છે.


    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment રોકાણ, Multibagger Stock

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन