Home /News /business /FD કરાવવી હોય તો અહીં જ કરાવાય, 7-8 નહિ પણ પૂરા 9.50 ટકા સુધી મળી રહ્યું છે વ્યાજ
FD કરાવવી હોય તો અહીં જ કરાવાય, 7-8 નહિ પણ પૂરા 9.50 ટકા સુધી મળી રહ્યું છે વ્યાજ
આ બેંકે બધી જ સીમા વટાવી દીધી
આ વધારા બાદ બેંક હવે 7 નહિ, 8 નહિ પણ પૂરા 9.50 ટકા વ્યાજ આપી રહી છે. એટલે કે ગ્રાહકોની પાસે રૂપિયા કમાવવાની શાનદાર તક છે. યૂનિટી સ્મોલ ફાઈનાન્સ બેંક સામાન્ય નાગરિકોને 1001 દિવસોના કાર્યકાળ પર 9 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 501 દિવસોના કાર્યકાળ પર 9.25 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.
નવી દિલ્હીઃ આજે પણ મોટી સંખ્યામાં ભારતીયોનો પસંદીદા રોકાણ વિકલ્પ ફિક્સડ ડિપોઝિટ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપોરેટમાં વધારા પછી બેંકોએ ફિક્સડ ડિપોઝીટ પર વ્યાજ દરોમાં સારો વધારો કર્યો છે. એફડીના વ્યાજ દરોમાં વધારો કરનારી બેંકોની યાદીમાં હવે યૂનિટી સ્મોલ ફાઈનાન્સ બેંકનું નામ પણ જોડાઈ ગયું છે. બેંકે 2 કરોડ રૂપિયાથી પણ ઓછાની એફડી પર વ્યાજ દરોમાં વધારો કર્યો છે.
આ વધારા બાદ બેંક હવે 7 નહિ, 8 નહિ પણ પૂરા 9.50 ટકા વ્યાજ આપી રહી છે. એટલે કે ગ્રાહકોની પાસે રૂપિયા કમાવવાની શાનદાર તક છે. યૂનિટી સ્મોલ ફાઈનાન્સ બેંક સામાન્ય નાગરિકોને 1001 દિવસોના કાર્યકાળ પર 9 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 501 દિવસોના કાર્યકાળ પર 9.25 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.
યૂનિટી બેંક હવે 7-14 દિવસોની એફડી પર 4.50 ટકા વ્યાજ આપશે. જ્યારે 15 દિવસથી 45 દિવસની એફડી પર 4.75 ટકા વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે. યૂનિટી બેંક 46 દિવસથી 60 દિવસની મેચ્યોરિટીવાળી એફડી પર 5.25 ટકા વ્યાજ આપી રહી છે. બેંક 61 દિવસથી 90 દિવસની એફડી પર 5.50 ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી છે.
યૂનિટી સ્મોલ ફાઈનાન્સ બેંક 181 દિવસથી લઈને 201 દિવસની ફિક્સ ડિપોઝીટ પર 8.75 ટકા વ્યાજ આપશે. બેંકે 1001 દિવસથી લઈને 5 વર્ષ સુધી મેચ્યોર થનારી એફડી પર વ્યાજ દર વધારીને 7.65 ટકા કરી દીધું છે. યૂનિટી બેંક 181-201 દિવસ અને 501 દિવસની એફડી પર વરિષ્ઠ નાગરિકોને 9.25 ટકા અને સામાન્ય ગ્રાહકોને 8.75 ટકા વ્યાજ આપી રહી છે. આ સ્મોલ ફાઈનાન્સ બેંકે 5 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની એફડી પર વરિષ્ઠ નાગરિકોને 7.50 ટકા અને સામાન્ય ગ્રાહકોને 7 ટકા વ્યાજ દર આપવાની જાહેરાત કરી છે.
બેંકમાં એફડી ફાયદાનો સોદો
બેંકોમાં એફડી એક જોખમરહિત રોકાણ છે. સ્મોલ ફાઈનાન્સ બેંક ફિક્સ ડિપોઝીટ પર મોટી બેંકોથી પણ વધારે આપે છે. રૂપિયા ડૂબવાનું જોખમ ન હોવા અને તગડું વળતર મળવાના કારણે ઘણા લોકો ફિક્સ ડિપોઝીટમાં રૂપિયા નાખે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર