Home /News /business /

આશિષ કચોલિયાનો આ શેર બે વર્ષમાં રુ.15થી વધીને રુ. 795 પર પહોંચ્યો, રુ.1 લાખના રુ.53 લાખ થયા

આશિષ કચોલિયાનો આ શેર બે વર્ષમાં રુ.15થી વધીને રુ. 795 પર પહોંચ્યો, રુ.1 લાખના રુ.53 લાખ થયા

બીએસઈ બિલ્ડિંગ (ફાઇલ તસવીર)

Multibagger Stock of Ashish Kacholia: ભારતીય શેરબજારમાં કોરોના પછી ઘણા એવા શેર સામે આવ્યા છે. જેમાં રોકાણકારોના રુપિયા ટૂંકા સમયગાળામાં અનેકગણા બની ગયા છે. એક્સ્પ્રો ઈન્ડિયા શેર પણ આમાનો એક છે. જેણે છેલ્લા બે વર્ષમાં રોકાણકારના 1 લાખ રુપિયાને 53 લાખ રુપિયા બનાવી દીધા છે.

વધુ જુઓ ...
Ashish Kacholia portfolio: કોવિડ બાદ ભારતીય શેરબજરમાં મોટી સંખ્યામાં મલ્ટીબેગર સ્ટોકનું  જોવા મળ્યા છે. એક્સ્પ્રો ઈન્ડિયા મલ્ટીબેગર સ્ટોકમાંથી એક શેર છે. આશિષ કચોલિયાનો આ શેર મલ્ટીબેગર શેરમાંથી એક છે. છેલ્લા બે વર્ષમાં આ શેરની કિંમત રૂ.15થી વધીને રૂ.795 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન 5,200 ટકાની વૃદ્ધિ થઈ છે.

Business Idea: ખૂબ જ ઓછા રુપિયામાં આ વેપાર શરું કરી શકો છો, દર મહિને રુ. 50000ની આવક

એક્સ્પ્રો ઈન્ડિયા શેરની પ્રાઈસ હિસ્ટ્રી

વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી જોવા મળતી હોવા છતાં આશિષ કચોલિયા પોર્ટફોલિયો શેરે તાજેતરના વર્ષોમાં શેરધારકોને શાનદાર રિટર્ન આપ્યું છે. છેલ્લા 6 મહિનામાં આ સ્ટોકની કિંમત રૂ.700થી વધીને રૂ.795 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન શેરની કિંમતમાં 13 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

દર વર્ષે એક્સ્પ્રો ઈન્ડિયા શેરની કિંમત રૂ. 625થી વધીને રૂ. 795ના સ્તર પર પહોંચી ગઈ છે. આ સમયગાળા દરમિયાન શેરની કિંમતમાં 30 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લા એક વર્ષમાં આશિષ કચોલિયાનો શેર રૂ. 180થી વધીને રૂ. 795ના સ્તર પર પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન શેરની કિંમતમાં 340 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

India@75: આઝાદી પહેલા જન્મેલી આ કંપનીઓ મ્યુચ્યુઅલ ફંડ્સની ફેવરિટ છે, જેમાં તમે પણ કમાણી કરી શકો

આ પ્રકારે છેલ્લા બે વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોકની કિંમત રૂ. 15થી વધીને રૂ. 795 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન શેરની કિંમતમાં 5,200 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

રોકાણ પર શું અસર થશે?

એક્સ્પ્રો ઈન્ડિયાના શેર મૂલ્ય ઈતિહાસ જોવામાં આવે તો, જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો આ રૂ.1 લાખ રૂ.1.13 લાખ થઈ ગયા હોત. જો કોઈ રોકાણકારે વર્ષ 2022ની શરૂઆતમાં આ મલ્ટીબેગર સ્ટોકમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો આ રૂ.1 લાખ રૂ.1.30 લાખ થઈ ગયા હોત. જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો આ રૂ.1 લાખ રૂ.4.40 લાખ થઈ ગયા હોત.

ગોલ્ડ લોન માટે અરજી કરતા પહેલા તમારે અવશ્ય જાણવી જોઈએ આ 5 બાબતો

જો કોઈ રોકાણકારે બે વર્ષ પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો આ રૂ.1 લાખ રૂ.53 લાખ થઈ ગયા હોત.

એક્સપ્રો ઈન્ડિયામાં આશિષ કચોલિયાનું શેરહોલ્ડિંગ

એપ્રિલથી જૂન 2022ના ક્વાર્ટર માટે એક્સપ્રો ઈન્ડિયાની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર આશિષ કચોલિયા પાસે કંપનીમાં 4,59,366 શેર એટલે કે, 3.89 ટકા ભાગીદારી છે.
Published by:Mitesh Purohit
First published:

Tags: Ashish Kacholia, BSE Sensex, Multibagger Penny Stock, Multibagger Stock, Stock market Tips

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन