Home /News /business /ધીરજનું ફળ મીઠુંઃ અમદાવાદની આ કંપનીના શેરમાં ફક્ત પાંચ વર્ષમાં રુ.1 લાખના રુ.46 લાખ થયા

ધીરજનું ફળ મીઠુંઃ અમદાવાદની આ કંપનીના શેરમાં ફક્ત પાંચ વર્ષમાં રુ.1 લાખના રુ.46 લાખ થયા

શેરબજારમાં કમાણીનો એક જ મંત્ર છે તે છે ધીરજ ધરવી, આ અમદાવાદી કંપનીના શેરે પણ પાંચ વર્ષમાં લોકોને લાખોપતિ બનાવી દીધા.

Multibagger Stock: શેરબજારમાં કમાણીનો એક જ મંત્ર છે તે છે ધીરજ ધરવી, એવા અનેક કિસ્સા હશે જ્યારે રોકાણકારોને કોઈ શેરે લાખોપતિ અને કરોડોપતિ બનાવ્યા હશે જોકે આ બધામાં એક જ વાત સમાન છે તે છે રોકાણ કરીને ધીરજ રાખવી, જે રુપિયા અનેકગણા કરી દેશે.

વધુ જુઓ ...
  મુંબઈઃ શેરબજારમાં ઉતારચઢાવ વચ્ચે એફએમસીજી ઈન્ડસ્ટ્રીની એક કંપનીના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. આ સપ્તાહમાં સેન્સેક્સ ફક્ત 1 ટકા જ મજબૂત થયો છે જોકે આટલા જ સમયમાં અંબર પ્રોટીન ઇન્ડસ્ટ્રીઝના (Ambar Protein Industries) શેરમાં લગભગ 22 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. પાછલા કેટલાક વર્ષોમાં આ શેરે રોકાણકારોના રુપિયા કઈ રીતે વધાર્યા છે તેનો અંદાજ એ વાત પરથી આવે છે કે પાંચ વર્ષમાં શેરના ભાવ રુ.7થી વધીને રુ.319નો હાઈ સ્પર્શી આવ્યા છે. એટલે કે ફક્ત પાંચ વર્ષમાં રોકાણકારોના રુપિયા 46 ગણા વધી ગયા છે. તેનો અર્થ થયો કે પાંચ વર્ષ પહેલા અંબર પ્રોટિન ઇન્ડસ્ટ્રીઝમાં જો તમે એક લાખ રુપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે એક લાખ રુપિયા 46 લાખ બની ગયા હોત.

  1 સપ્ટેમ્બરથી થશે આ 7 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

  એક જ વર્ષમાં ભાવમાં જોવા મળી જોરદાર તેજી

  એવું નથી કે પાંચ વર્ષની અવધીમાં જ આ શેરે રોકાણકારોને જોરદાર ફાયદો આપ્યો છે. જો તમે ફક્ત એક વર્ષ પહેલા પણ આ સ્ટોકમાં રોકાણ કર્યું હોત તો તમને સાનદાર રિટર્ન મળ્યું હોત. એક વર્ષ પહેલા 6 સપ્ટેમ્બર 2021ના રોજ બીએસઈ પર આ શેરનો ભાવ ફક્ત રુ. 11.91 હતો જે 30 ઓગસ્ટ 2022ના રોજ વધીને 318.80 પહોંચી ગયો છે, એટલે કે એક વર્ષમાં 27 ગણા રુપિયા વધ્યા છે. સતત અપર સર્કિટના કારણે આ શેરના ભાવ આટલા ઉપર પહોંચ્યા છે. બીએસઈ પર આપવામાં આવેલ ડિટેઇલ્સ મુજબ કંપનીનો માર્કેટ કેપ 183.31 કરોડ રુપિયા છે. જ્યારે તેનો ઈપીએશ 7.74, P/E 9.97 અને P/B9.60 છે.

  LICમાં આ ખાસ પ્લાનમાં કરો રુ.1 લાખનું રોકાણ અને એક સાથે રુ.20 લાખ મળવાની છે ગેરંટી!

  શું કરે છે કંપની?

  અમદાવાદ સ્થિત અંબર પ્રોટીન ઈન્ડસ્ટ્રીઝની શરુઆત ડિસેમ્બર 1992માં થઈ હતી. આ કંપની અંકુર બ્રાન્ડ નામ હેઠળ ખાદ્યતેલનું વેચાણ કરે છે. તેના નાણકીય લેખાજોખા જોઈએ તો એપ્રિલ - જૂન 2022ના ક્વાર્ટરમાં કંપનીને 1.34 કરોડ રુપિયાનો નેટ પ્રોફિટ થયો છે. જ્યારે તેની પહેલાના ક્વાર્ટર એટલે કે જાન્યુઆરી-માર્ચ 2022માં કંપનીને 3.56 કરોડ રુપિયાનો નેટ પ્રોફિટ થયો હતો. એટલે કે ત્રિમાસિક ગાળે તેનો ચોખ્ખો નફો ઘટ્યો છે. જોકે ગત વર્ષની સરખામણીએ તેનો નેટ પ્રોફિટ વધ્યો છે. જેથી વાર્ષિક આધારે જોઈએ તો 2021માં થયેલા 77.28 લાખ રુપિયાના કંપનીના નેટ પ્રોફિટની સામે 2022માં બે જ ત્રિમાસિક ગાળામાં કંપનીનો નેટ પ્રોફિટ 4.9 કરોડ થયો છે જે લગભગ 6 ગણો વધારે છે.

  1 સપ્ટેમ્બરથી બદલાઇ રહ્યા છે બેંકિંગને લગતા આ નિયમો, તમારા ખિસ્સા પર વધશે ભારણ

  એક્સપર્ટ્સની સલાહ

  શેરબજારમાં મોટભાગના એક્સપર્ટ લોકોને લાંબાગાળાનું રોકાણ કરવા માટે સલાહ આપતા હોય છે. નિષ્ણાતોના મતે કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તેના નેટ પ્રોફિટના લેખાજોખા, માર્કેટ કેપિટલ, તેનો પીઈ અને પીબી રેશિયો તપાસવા જોઈએ. તે સાથે આગામી સમય માટે પોતાના બિઝનેસને વધારવા કંપનીનું વિઝન શું છે તેનો અભ્યાસ કર્યા બાદ જો રોકાણ કરવામાં આવે તો તગડું રિટર્ન મળવાની શક્યતા વધી જાય છે. જોકે કેટલાક રોકાણકારો પાસે આવો સમય અથવા તો પૂરતું જ્ઞાન ન હોવાના કારણે તેઓ આ અભ્યાસ કરી શકતા નથી. પરંતુ આજના સમયમાં માર્કેટમાં ઘણી રિસર્ચ ફર્મ છે જે જુદા જુદા પેની સ્ટોક, સ્મોલકેપ સ્ટોક, મિડકેપ સ્ટોક અને લાર્જકેપ સ્ટોક પર ડિટેઇલ રિપોર્ટ પબ્લિશ કરતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને રોકાણકારે પોતાની વિવેકબુદ્ધીનો ઉપયોગ કરીને રોકાણ કરવું જોઈએ.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, MultiBaggar Stock, Multibagger stock stock tips, Nifty50

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन