રાતોરાત લખપતિ બનાવી શકે છે આ 50 પૈસાનો સિક્કો, જાણો કેવી રીતે અને ક્યાં વેચશો

Earn Money: અનેકવાર આપણે જે ચીજોને નકામી સમજતા હોઈએ છીએ તે કામની સાબિત થતી હોય છે, 2011માં બહાર પડેલા 50 પૈસાના સિક્કાનું પણ કંઈક આવું જ છે

Earn Money: અનેકવાર આપણે જે ચીજોને નકામી સમજતા હોઈએ છીએ તે કામની સાબિત થતી હોય છે, 2011માં બહાર પડેલા 50 પૈસાના સિક્કાનું પણ કંઈક આવું જ છે

 • Share this:
  નવી દિલ્હી. અનેકવાર આપણે જે ચીજોને નકામી સમજતા હોઈએ છીએ તે કામની સાબિત થતી હોય છે. આવું જ જૂની નોટો અને સિક્કાઓના (Antic Currency) સંબંધમાં પણ છે. જૂના સિક્કાના શોખીન લોકો આ સિક્કોઓના આધારે લખપતિ કે કરોડપતિ બની શકે છે. જો આપની પાસે આ 50 પૈસાનો સિક્કો છે તો તમે પણ લખપતિ બની શકો છો. આ કોઇ મજાક કે ફેક ન્યૂઝ નથી.

  ઘરે બેઠા લખપતિ બનવા માટે જરૂર છે આપની પાસે એક સ્માર્ટફોન કે કોમ્પ્યૂટર અને વર્ષ 2011માં બહાર પાડવામાં આવેલો 50 પૈસાનો સિક્કો. માત્ર આટલામાં જ તમે લખપતિ બની જશો. બીજી ચીજની જરૂર પડશે તે છે કે તમારે OLX પર લૉગ ઇન કરવું પડશે. આ OLX ઓનલાઇન માર્કેટપ્લેસ છે જ્યાં તમે ચીજવસ્તુઓ ખરીદી અને વેચી શકો છો.

  આ પણ વાંચો, આપની પાસે 20 રૂપિયાની આ નોટ છે તો પરત કરીને મેળવો હજારો રૂપિયા, આવી રીતે મેળવો નફો

  મૂળે, OLX પર વર્ષ 2011માં બહાર પાડવામાં આવેલા આ 50 પૈસાના સિક્કાની ડિમાન્ડ છે. આ સિક્કાને પ્રાપ્ત કરવા માટે લોકો એક લાખ રૂપિયા આપવા તૈયાર છે. નોંધનીફ છે કે, સરકારે વર્ષ 2011થી 50 પૈસાના સિક્કા બહાર પાડવાનું બંધ કરી દીધું હતું. આ જ વર્ષનો આ સિક્કો છે જ્યારે સરકારે 25 પૈસાના સિક્કાને ચલણમાંથી બહાર કરી દીધો હતો.

  કેવી રીતે વેચશો?

  આપને આ સિક્કાને વેચવા માટે OLX સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ તમે તેની પર પોતાની પાસે રહેલા સિક્કાની તસવીર અપલોડ કરો અને તેને સેલ માટે મૂકી દો.

  આ પણ જુઓ, Smriti Mandhana બની ‘સુપરવુમન’, હવામાં ઉડીને પકડ્યો જોરદાર કેચ, Video જીતી લેશે દિલ

  જોકે, આ મામલામાં દરેક બાબતની તપાસ કરવી જરૂરી છે. વધુ નાણા મેળવવાની લાલચમાં પહેલા કોઈને કોઈક રીતે પેમેન્ટથી બચવું જોઈએ. આ પ્રકારના મામલામાં છેતરપિંડીના અનેક મામલા સામે આવ્યા છે. જેથી કોઈ પ્રકારના ફ્રોડમાં ફસાવાથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ. હાલના સમયમાં નોટો અને સિક્કાઓને લઈને માર્કેટ તમામ પ્રકારના ન્યૂઝ ચાલી રહ્યા છે જે ઘણા ભ્રામક હોય છે જેથી જાત તપાસ અને પોતાની વિવેકબુદ્ધિથી ડિલ કરવી જોઈએ.

  (ડિસક્લેમર- આ ન્યૂઝ વેબસાઇટથી મળેલી જાણકારીઓના આધાર પર તૈયાર કરવામાં આવ્યા છે. ન્યૂઝ18 ગુજરાતી પોતાના તરફથી તેની પુષ્ટિ નથી કરતું.)
  Published by:Mrunal Bhojak
  First published: