Home /News /business /આ પાંચ Multibagger સુગર સ્ટોક્સે 1 વર્ષમાં આપ્યું 300%થી વધુ Return, હજુ પણ Bullish

આ પાંચ Multibagger સુગર સ્ટોક્સે 1 વર્ષમાં આપ્યું 300%થી વધુ Return, હજુ પણ Bullish

સુગર સ્ટૉક્સમાં તેજી

Multibagger Sugar Stock: છેલ્લા 1 વર્ષથી સુગરની કિંમતમાં થયેલા વધારા અને ભારત સરકારની 19 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગ નીતિના આધારે સુગર સ્ટોક્સ સારું રિટર્ન આપી રહ્યા છે. અહીં અમે આપને 5 સુગર સ્ટોક વિશે જણાવીશું, જેમણે ગત 1 વર્ષમાં મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે.

વધુ જુઓ ...
મુંબઇ. Multibagger Sugar Stocks: વર્ષ 2022માં લગભગ દોઢ મહિના જેટલા ટૂંકા સમયગાળામાં ઘણા મલ્ટીબેગર સ્ટોક (Multibagger Stock) અને મલ્ટીબેગર પેની સ્ટોક (Multibagger penny stock) જોવા મળ્યા છે. જો મલ્ટીબેગર સ્ટોકની આ લિસ્ટ પર નજર કરવામાં આવે તો આમાંથી મોટાભાગના સ્મોલકેપ સ્ટોક છે અને કેટલાક 2021ના મલ્ટીબેગક સ્ટોકમાં પણ સામેલ છે. સુગર સ્ટોક્સ આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. છેલ્લા 1 વર્ષથી સુગરની કિંમતમાં થયેલા વધારા અને ભારત સરકારની 19 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગ નીતિના આધારે સુગર સ્ટોક્સ સારું રિટર્ન આપી રહ્યા છે. અહીં અમે આપને 5 સુગર સ્ટોક વિશે જણાવીશું, જેમણે ગત 1 વર્ષમાં મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે.

1] સર શાદી લાલ એન્ટરપ્રાઈઝ (Sir Shadi Lal Enterprises)

આ મલ્ટીબેગર સ્ટોક છેલ્લા 1 વર્ષમાં રૂ. 41.10 થી વધીને રૂ. 205 થયો છે. જણાવી દઈએ કે આ શેરે તેના શેરહોલ્ડર્સને લગભગ 4 ટકા રિટર્ન આપ્યું છે. છેલ્લા 6 મહિનામાં આ શેરે 60 ટકા રિટર્ન આપ્યું છે જ્યારે 1 મહિનામાં 20 ટકાનુ રિટર્ન આપ્યું છે. આ સ્મોલકેપ સુગર સ્ટોકનું માર્કેટ કેપ રૂ. 107 કરોડ છે. તેની 52 વીકની હાઈ પ્રાઈઝ રૂ. 232.70 છે જ્યારે 52 વીકની નીચી સપાટી રૂ. 32.75 રહી છે.

2] શ્રી રેણુકા સુગર્સ (Shree Renuka Sugars)

આ સ્ટોક 2021નો મલ્ટીબેગર સ્ટોક સાબિત થયો છે. તે 2022 માં ભારતીય બજારનો મલ્ટીબેગર પેની સ્ટોક બનવાની તમામ સંભાવનાઓ સાથે આવે છે. છેલ્લા એક વર્ષમાં આ સ્ટોક રૂ. 9.65 થી વધીને રૂ. 38 સુધી પહોંચ્યો છે. આ સ્ટોકે રોકાણકારોને 1 વર્ષમાં લગભગ 295 ટકા વળતર આપ્યું છે. છેલ્લા 6 મહિનામાં આ શેરે 42 ટકાનું રિટર્ન આપ્યું છે, જ્યારે 1 મહિનામાં આ સ્ટોકમાં 18 ટકાનો વધારો થયો છે. આ સુગર સ્ટોકનું માર્કેટ કેપ 8130 કરોડ રૂપિયા છે. તેની 52 વીકની હાઈ રૂ. 47.75 છે જ્યારે 52 વીકની લો રૂ. 9.10 છે.

આ પણ વાંચો: અમેરિકામાં મોંઘવારી 40 વર્ષની ટોચે અને ભારતમાં સેન્સેક્સમાં ગાબડું!

આ મલ્ટીબેગર સ્ટોક રૂ. 71.70 થી વધીને રૂ. 278.05 થયો છે. ટકાવારીના આધારે આ સ્ટોકે 290 ટકા વળતર આપ્યું છે. આ શેરમાં છેલ્લા એક વર્ષથી તેજી પણ જોવા મળી રહી છે. 6 મહિનામાં સ્ટોકે 60 ટકા રિટર્ન આપ્યું છે જ્યારે છેલ્લા 1 મહિનામાં સ્ટોકે 14 ટકા રિટર્ન આપ્યું છે. આ મલ્ટીબેગર સ્ટોકમાં 2022માં અત્યારસુધીમાં 24 ટકા વધારો નોંધાયો છે. આ સુગર સ્ટોકનું માર્કેટ કેપ રૂ. 6,720 કરોડ છે. NSE પર આ સ્ટૉકની 52 વીકની હાઈ રૂ. 300.40 છે.

4] દ્વારિકેશ સુગર (Dwarikesh Sugar)

છેલ્લા 1 વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોક 27.05 રૂપિયાથી વધીને 98.55 રૂપિયા પ્રતિ શેર પહોંચ્યો છે. આ સ્ટોકે આ એક નિશ્ચિત સમયગાળામાં લગભગ 265 ટકા રિટર્ન આપ્યું છે. છેલ્લા 6 મહિનામાં આ શેરે લગભગ 45 ટકાનું રિટર્ન આપ્યું છે જ્યારે છેલ્લા 1 મહિનામાં શેરનું રિટર્ન 12 ટકાનું રહ્યું છે. તેની 52 વીકની હાઈ રૂ. 104 છે જ્યારે 52 વીકની લો રૂ. 26.05 છે.

આ પણ વાંચો:  2022માં અત્યારસુધી આ સ્ટૉકમાં મળ્યું 270% વળતર, શું તમારી પાસે છે?

5] દાલમિયા ભારત સુગર (Dalmia Bharat Sugar)

છેલ્લા 1 વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોક રૂ. 140.95 થી વધીને રૂ. 421 થયો છે. એક વર્ષમાં સ્ટોક લગભગ 200 ટકા ધટાડો જોવા મળ્યો છે. જ્યારે છેલ્લા 6 મહિનામાં તેમાં 2%નો વધારો નોંધાયો છે. છેલ્લા 1 મહિનાથી આ સાઈડવેજ ટ્રેડ થઈ રહ્યો છે. આ સુગર શેરની વર્તમાન માર્કેટ કેપ રૂ. 3370 કરોડ છે. NSE પર તેની 52 વીકની હાઈ રૂ. 516.55 છે જ્યારે તેની 52 વીકની લો રૂ. 139 છે.

(ખાસ નોંધ: ઉપરની વિગત ફક્ત જાણકારી માટે છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધિન છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ સ્ટૉકની ભલામણ કરવામાં આવતી નથી.)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Multibagger stocks, Penny stock, Share market, Stock tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन