Cryptocurrency Update: આ 5 ક્રિપ્ટો કરન્સીમાં છેલ્લા 24 કલાકમાં 690% સુધીનો ઉછાળો, આ રીતે કરો રોકાણ

ક્રિપ્ટો કરન્સીનું ચલણ બજારમાં વઘી રહ્યું છે અને લોકો તેમા રોકાણ કરીને સારી કમાણી કરી રહ્યા છે.

ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency)માં લે-વેચનું ચલણ ખુબ જ વધી રહ્યું છે. લોકો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી ઝડપથી ઊંચું વળતર મેળાવવા માંગે છે. લોકોનો રસ વધતાં અલગ અલગ પ્રકારની ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં આવી રહી છે

  • Share this:
નવી દિલ્હી:  હાલના સમયમાં ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency)માં લે-વેચનું ચલણ ખુબ જ વધી રહ્યું છે. લોકો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી ઝડપથી ઊંચું વળતર મેળાવવા માંગે છે. લોકોનો રસ વધતાં અલગ અલગ પ્રકારની ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં આવી રહી છે. CoinMarketCap પરની માહિતી અનુસાર અત્યારે વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટ કેપ (Global crypto market cap) $ 1.99 ટ્રિલિયન છે. જે ગઈકાલની સરખામણીએ 7.60 ટકા ઘટ્યું છે. જો કે, છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટ(Crypto Market)નું કુલ વોલ્યુમ કુલ $101.78 બિલિયન જેટલું થયું છે. જે 20.13 ટકાનો વધારો દર્શાવે છે. આ સાથે બિટકોઇન (Bitcoin(સિવાયની કેટલીક ક્રિપ્ટોકરન્સી ખુબ જ ચર્ચામાં રહી છે અને તેમાં રોકાણ કરી લોકોએ બહોળો નફો પણ મેળવ્યો છે.

આ ટોપ 5 ક્રિપ્ટોમાં 24 કલાકમાં 690% સુધીનો ઉછાળો આવ્યો

1) Aqua Pig - $0.000000000014 - 689.25 ટકા

2) Gravitoken - $0.02383 - 263.75 ટકા

3) CONTRACOIN - $0.2553 – 237.84 ટકા

4) SafeBull - $0.00000001228 – 225.76 ટકા

5) InfinityCake - $0.0000007175 – 192.92 ટકા

ક્રિપ્ટોકરન્સીમાં સૌથી ટોપ પર Bitcoin આવે છે. ત્યારપછી Ethereum અને ત્રીજા નંબર પર Cardano જેવી ક્રિપ્ટોકરન્સીનો સમાવેશ થાય છે. હાલમાં Bitcoin સહિતની મોટાભાગની ક્રિપ્ટોકરન્સીમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં Bitcoin, Ethereum, Cardano, Binance Coin જેવી ક્રિપ્ટોકરન્સીમાં કડાકો બોલી ગયો છે.

રિપોર્ટ અનુસાર Bitcoin $45,093.11 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે છેલ્લા 24 કલાકમાં 6.50 ટકા અને અઠવાડિયા દરમિયાન 1.45 ટકા ઘટ્યો છે. બીજી સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી Ethereum દિવસ દરમિયાન $3,164.36 એટલે કે, 8.09 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. Cardano, Tether અને Binance Coinમાં પણ ગાબડું પડ્યું છે.

ZebPay Trade Deskએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી Bitcoin (BTC) $45,000 - $48,000 ની વચ્ચે જ ટ્રેડ થઈ રહ્યો છે. હાલના તબક્કામાં Bitcoinનો $48,000નો માર્ક રજિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યો છે. જ્યાં પહોંચ્યા પછી તેની કિંમતમાં ઘટાડો જોવા મળે છે.

આ પણ વાંચો: Flipkart Big Billion Day : સ્માર્ટફોન્સ પર મળી રહી છે આકર્ષક છૂટ

આ સિવાય, Dogecoin અને SHIBA INU જેવા 'meme coins' પણ હાલમાં ઘણા ચર્ચામાં છે. ટેસ્લાના સીઈઓ અને અબજોપતિ એલોન મસ્કને કારણે લોકો હવે ક્રિપ્ટોમાં રોકાણ કરવા માટે આગળ વધી રહ્યા છે. લોકોમાં ક્રિપ્ટોનો ક્રેઝ પણ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. આવનારા સમયમાં ક્રિપ્ટોમાં રોકાણ કરતા લોકોની સંખ્યામાં પણ ભારે વધારો જોવા મળી શકે છે.
First published: