Cryptocurrency Update: 5 ક્રિપ્ટોકરન્સીએ રોકાણકારોને કરી દીધા માલામાલ, 24 કલાકમાં 1500%નો થયો વધારો

છેલ્લા 24 કલાકમાં કુલ ક્રિપ્ટોકરન્સી બજારનું પ્રમાણ $93.56 બિલિયન હતું,

Cryptocurrency Update: ગ્લોબલ ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપ (Cryptocurrency market cap) બુધવારે 1.87 ટ્રિલિયન ડોલર હતો અને તે દર્શાવે છે કે છેલ્લા દિવસ દરમિયાન ક્રિપ્ટો બજાર(Crypto Market) 0.91 ટકા ઘટ્યું હતું.

  • Share this:
    Cryptocurrency Update: ગ્લોબલ ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપ (Cryptocurrency market cap) બુધવારે 1.87 ટ્રિલિયન ડોલર હતો અને તે દર્શાવે છે કે છેલ્લા દિવસ દરમિયાન ક્રિપ્ટો બજાર(Crypto Market) 0.91 ટકા ઘટ્યું હતું. કોઇન માર્કેટ કેપ (Coin market cap) પરથી મળેલી જાણકારી અનુસાર, છેલ્લા 24 કલાકમાં કુલ ક્રિપ્ટોકરન્સી બજારનું પ્રમાણ $93.56 બિલિયન હતું, જે દર્શાવે છે કે આ સમયગાળામાં 3.88 ટકાનો ઘટાડો થયો છે. આ અહેવાલ સમયે કુલ DeFi વોલ્યૂમ 16.11 બિલિયન ડોલર અથવા કુલ ક્રિપ્ટો બજારના 24 કલાકના વોલ્યૂમના 17.22 ટકા હતું. મહત્વનું છે કે તમામ સ્ટેબલ કોઇન્સનું પ્રમાણ 77.08 બિલિયન ડોલર અથવા કુલ ક્રિપ્ટો બજારના પ્રમાણના 82.38 ટકા હતું.

    નોંધનીય છે કે આજના ક્રિપ્ટો માર્કેટમાં ટોચના લાભાર્થી અને નુકસાન ભોગવનાર માટે અમુક નવા અલ્ટકોઈન્સ મહત્વપૂર્ણ પ્રભાવ ઊભો કરી રહ્યા હતા. ટોચના પાંચ લાભકારોમાં ડોજપેપ્સી $0.000000001062ની કિંમત સાથે ટોપ પર છે. આ ક્રિપ્ટોકરન્સી છેલ્લા 24 કલાકમાં 1490.57 ટકા વધી હતી. આ લીસ્ટમાં બીજા અને ત્રીજા નંબરે ક્રમશઃ ફોરેવર ફોમો અને ગ્રેવિટ એક્સ અલ્ટકોઇન્સ છે. ForeverFOMO $0.01428ની કિંમત સાથે છેલ્લા 24 કલાકમાં 816.87 ટકા વધારા સાથે ટ્રેન્ડ થઈ રહી હતી. ગ્રેવિટ એક્સની કિંમત $1.69 હતી અને તે 471.66 ટકાના ઉછાળા સાથે વેપાર કરી રહ્યો હતો. આ ટોપ 5ની લીસ્ટમાં Hamster અને DailySwap Token ક્રમશઃ $0.000000001137 અને $358.74ની કિંમત સાથે ચોથા અને પાંચમાં ક્રમે છે. છેલ્લા દિવસે હમસ્ટર 358.74 ટકા વધ્યો અને ડેલીસ્વેપ ટોકન 354.32 ટકા વધ્યો.

    ક્રિપ્ટો બજારમાં ટોપ નુકસાનકારકના સંદર્ભમાં KPOP FAN ટોકન $0.0004143ની કિંમત સાથે ટોપ પર રહ્યો હતો. ગત દિવસો દરમિયાન અલ્ટકોઇનમાં 94.71 ટકાનો ઘટાડો આવ્યો છે. ટોપ 5માં અન્ય કોઇન્સ છેલ્લા 24 કલાકમાં 82.37 અ 50.26 ટકાની વચ્ચે ઘટી ગયા હતા.

    ટોપ 5 ક્રિપ્ટોકરન્સી ગેઇનર્સ (CoinMarketCapના ડેટા અનુસાર)

    DogePepsi - $0.000000001062 – છેલ્લા 24 કલાકમાં 1,490.57 ટકા ફેરફાર

    ForeverFOMO - $0.01428 – છેલ્લા 24 કલાકમાં 816.87 ટકા ફેરફાર

    GravitX - $1.69 – છેલ્લા 24 કલાકમાં 471.66 ટકા ફેરફાર

    Hamster - $0.000000001137 – છેલ્લા 24 કલાકમાં 358.74 ટકા ફેરફાર

    DailySwap Token - $358.74 – છેલ્લા 24 કલાકમાં 354.32 ટકા ફેરફાર

    ટોપ 5 ક્રિપ્ટોકરન્સી લૂઝર્સ (CoinMarketCapના ડેટા અનુસાર)

    KPOP Fan Token - $0.0004143 – છેલ્લા 24 કલાકમાં 94.71 ટકા નીચે વેપાર કર્યો

    Gambler Shiba - $0.0000002218 – છેલ્લા 24 કલાકમાં 82.37 ટકાનો ઘટાડો

    Evanesco - $0.07904 – છેલ્લા 24 કલાકમાં 75.67 ટકાના ઘટાડા સાથે વેપાર થયો

    Golden Ratio Coin - $0.03936 – છેલ્લા 24 કલાકમાં 67.54 ટકાના ઘટાડા સાથે વેપાર થયો

    Oremus Ecosystem - $0.0001253 – છેલ્લા 24 કલાકમાં 50.26 ટકા ઘટાડા સાથે વેપાર કર્યો

    સ્પેક્ટ્રમની બીજી તરફ આપણી પાસે વધુ જાણીતા કોઈન્સ છે. ટોપ ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમત બુધવારે 42,316.91 ડોલર હતી. ગત દિવસોમાં તેમાં 0.75 ટકાનો ઘટાડો આવ્યો હતો. CoinMarketCapના ડેટા દ્વારા જાણવા મળ્યું છે કે આ અહેવાલ સમયે ટોચના કોઇન્સનું બજારમાં વર્ચસ્વ દિવસ દરમિયાન 0.13 ટકાના વધારા સાથે 42.65 ટકા હતું. સપ્તાહ દરમિયાન બિટકોઇન 1.00 ટકાનો વધારો દર્શાવે છે.

    તાજેતરમાં જ બિટકોઇનના પ્રદર્શન અંગે CoinDCX રીસર્ચ ટીમે કહ્યું કે, ચીનના ક્રિપ્ટ પર પ્રતિબંધ હોવા છતા ક્રિપ્ટોની કિંમતો રેડ્સમાં ઘટી રહી છે, રોકાણકારોએ તેને તક તરીકે લેતા ગત સપ્તાહમાં બિટકોઇન સમર્થિત યુએસ $50.2 મિલિયનની સંપત્તિ રોકી.

    CoinDCXએ ઉમેર્યુ કે, વિશ્વભરમાં ઘણા પ્રતિબંધો અને નિયમનકારી ચકાસણીઓમાંથી પસાર થયા પછી ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રીની સ્થિતિ સ્થાપકતાની વારંવાર તપાસ કરાઇ છે. ચીનની ક્રિપ્ટો સેક્ટરની તાજેતરની આશંકાઓ સાથે પણ અમને વિશ્વાસ છે કે ઈન્ડસ્ટ્રીની ક્ષમતા વધશે અને વૈશ્વિક લેવલે સ્વીકૃતીથી આ ક્ષેત્ર અનેક પડકારોમાંથી પણ પસાર થઇ જશે.

    આ પણ વાંચો: આવકવેરા મર્યાદામાં ન આવતા હોય તો પણ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાથી થશે આટલા બધા ફાયદા

    WazirXના COO સિદ્ધાર્થ મેનને જણાવ્યું કે, બજારો હજુ સુધરી રહ્યા છે. પરંતુ બિટકોઇનમાં મંદી ચાલું છે. BTC ટ્રેન્ડ ઘટી રહેલી વેજ પેટર્ન બનાવતું જોવા મળી રહ્યું છે, જે નજીકના ભવિષ્યમાં ટ્રેન્ડ રિવર્સલ સૂચવે છે. અમે સંભવિત $41,000ના સપોર્ટ લેવલથી ખરીદીની સ્પીડ જોઇએ છીએ, નિષ્ફળ જતા BTC 40 હજાર ડોલરના સ્તર સુધી નીચે આવી શકે છે.
    Published by:kuldipsinh barot
    First published: