Home /News /business /આ તારીખ બાદ નહી મળે Flipkart અને Amazon સેલનો ફાયદો, જાણો કારણ

આ તારીખ બાદ નહી મળે Flipkart અને Amazon સેલનો ફાયદો, જાણો કારણ

જીહાં, સરકારે ફ્લિપકાર્ટ, અમેજન જેવી ઈ-કોમર્સ કંપનીઓને લઈ નવો નિયમ જાહેર કર્યો છે

જીહાં, સરકારે ફ્લિપકાર્ટ, અમેજન જેવી ઈ-કોમર્સ કંપનીઓને લઈ નવો નિયમ જાહેર કર્યો છે

જો તમે પણ ઓનલાઈન શોપિંગ કરો છો અને મોટા સોપિંગ સેલ્સ અથવા શોપિંગ ફેસ્ટિવલની રાહ જોઈ રહ્યા છો તો, તમારા માટે ખરાબ સમાચાર છે. આવનારા સમયમાં તમને ઓનલાઈન સેલનું ઓપ્શન નહી મળે અને ના કેશબેક અને બંપર ડિસ્કાઉન્ટનો ફાયદો પણ નહી ઉઠાવી શકો. જીહાં, સરકારે ફ્લિપકાર્ટ, અમેજન જેવી ઈ-કોમર્સ કંપનીઓને લઈ નવો નિયમ જાહેર કર્યો છે, જેના કારણે હવે કોઈ પણ કંપની પોતાના ગ્રાહકોને વિશેષ રાહત નહી આપી શકે. એવામાં કેશબેક, એક્સક્લૂસિવ સેલ અથવા કોઈ પોર્ટલ પર એક બ્રાંડનું લોન્ચ, અમેજોન પ્રાઈમ અને ફ્લિપકાર્ટ એશ્યોર્ડ જેવી ડિલ્સ અથવા કોઈ પ્રકારની ખાસ સેવા આપવામાં કંપનીઓને પરેશાની થઈ શકે છે.

ઈ કોમર્સ કંપનીઓ નહી કરી શકે આ કામ
સરકારે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)વાળી ઈ-કોમર્સ કંપનીઓ માટે નીયમો કડક કરી દીધા છે. હવે ફ્લિપકાર્ટ અને અમેજોન જેવી ઓનલાઈન કપંનીઓ બજાર તે કંપનીઓના ઉત્પાદન નહી વેંચી શકે, જેમાં તેમની ભાગીદારી હોય. આ સિવાય સરકારે ઓનલાઈન બજારનું પરિચાલન કરનારી કંપનીઓ પર ઉત્પાદનોની કિંમત પ્રભાવિત કરતા કોન્ટ્રાક્ટ પર પણ રોક લગાવી દીધી છે. જેથી તે કોઈ યુનિટ સાથે તેમના કોઈ ઉત્પાદનને માત્ર પોતાના પ્લેટફોર્મ પર વેચવાનો કોન્ટ્રાક્ટ નહી કરી શકે.

નાના વેપારીઓને થશે ફાયદો
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઓનલાઈન જથ્થાબંધ બિઝનેસમાં એફડીઆઈ વિશે સંશોધિત નીતિમાં કહ્યું કે, આ કંપનીઓએ પોતાના તમામ વેન્ડરોને કોઈ પમ બેદભાવ વગર સામાન સેવા અને સુવિધા ઉપલબ્ધ કરાવવી પડશે. મંત્રાલયે કહ્યું કે, સંશોધિત નીયમનું લક્ષ્ય ઘરેલુ કંપનીઓને તે ઈ-કંપનીઓથી બચાવવાની છે, જેમની પાસે એફડીઆઈ દ્વારા મોટી પૂજી ઉપલબ્ધ છે.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આ પગલાથી ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા કિંમતોને પ્રભાવિત કરવા પર પૂરી રીતે લગામ લાગશે. આનાથી ઈ-કોમર્સ કંપનીઓના મામલામાં એફડીઆઈ દિશાનિર્દેશનું સારી રીતે ક્રિયાન્વયન પણ સુનિશ્ચિત થશે. નીતિ અનુસાર, કોઈ પણ વેન્ડર વધારેમાં વધારે 25 ટકા ઉત્પાદનોને જ કોઈ એક ઓનલાઈન માર્કેટપ્લેસ દ્વારા વેંચી શકશે. આ સિવાય એ પણ કહેવામાં આવ્યું કે, ઈ-કોમર્સ કંપનીકોઈ પણ વિક્રેતાને પોતાની કોઈ ઉત્પાદન માત્ર પોતાના મંચ પર જ વેચવા માટે દબાણ નથી કરી શકતી.

1 ફેબ્રુઆરી, 2019થી લાગુ થશે નિયમ
આ નિયમને 1 ફેબ્રુઆરી, 2019થી લાગુ કરવામાં આવશે. મંત્રાલય અનુસાર, તેમણે આ નિર્ણય ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા કસ્ટમર્સને ભારે છૂટ આપવાના વિરોધમાં ઘરેલુ વેપારીઓની પરેશાનીને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે.
First published:

Tags: 26મી જાન્યુઆરી, After, Discount, Flipkart, May, Sale, This, અમેઝોન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો