CAની નોકરી છોડી આ યુવકે શરૂ કર્યો બિઝનેસ, આજે કમાઈ રહ્યો છે કરોડો

News18 Gujarati
Updated: June 27, 2019, 4:59 PM IST
CAની નોકરી છોડી આ યુવકે શરૂ કર્યો બિઝનેસ, આજે કમાઈ રહ્યો છે કરોડો
લાખોની કમાણી છોડી આ યુવકે શરૂ કર્યો બિઝનેસ

અમિત જણાવે છે કે, વર્ષ 2018માં તેમણે આ કંપનીની શરૂઆત કરી. તેમની કંપનીનું ટર્નઓવર 1 કરોડ રૂપિયા છે.

  • Share this:
કહેવાય છે કે, કઈંક કરવાની જીદ તમને સફળતાના શિખર સુધી પહોંચાડી શકે છે. આ વાતને સાચી સાબિત કરી છે બેંગ્લોરના રહેવાસી અમિત ચોપડાએ. અમિત આમ તો, પોતાના કરિયરમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા હતા. તે ચાર્ટડ એકાઉન્ટ હતા. લાખો રૂપિયાની સેલરી હતી, પરંતુ ક્યાંક મનમાં એક ધ્યેય હતો. કેટલાક સપના અધૂરા હતા. બસ એટલા માટે તે પોતાના દિલની વાત સાંભળી પોતાનું ધાર્યું કરવા માંગતા હતા. જેથી તેમણે સીએની નોકરી છોડી પોતાનો બિઝનેસ શરૂ કરી દીધો. તેમણે પોતાની કંપની શરૂ કરી. આ કંપનીનું નામ કેસર ઈન્ટરનેશનલ છે. કંપની કન્સ્ટ્રક્શન ફર્મોની સ્ટીલ એન્ગલ, જોસ્ટ, બીમ, રોડ, બાર જેવા સ્ટીલ ઉત્પાદનો પુરા પાડે છે. તેમની કંપનીનું ટર્નઓવર 1 કરોડ રૂપિયા છે.

દુનિયાનું બીજા નંબરનું સ્ટીલ ઉત્પાદક ભારત
આ મુદ્દે યોર સ્ટોરી વેબસાઈટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, તેમને એ ખબર ન હતી કે, તેમણે શું કરવાનું છે? પરંતુ હું એક એવો બિઝનેસ કરવા માંગુ છુ, જેમાં જોખમ ઓછુ હોય. જેથી મે રિસર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમ્યાન મને જાણવા મળ્યું કે, સ્ટીલ સેક્ટર એક એવું સેક્ટર છે, જે ઝડપથી આગળ વધી રહ્યું છે. શોધમાં સામે આવ્યું કે, દેશમાં સ્ટીલ ઉત્પાદન સળંગ વધી રહ્યું છે. ઈન્ડીયા બ્રાંડ ઈક્વિટી ફાઉન્ડેશનના આંકડા અનુસાર, 2018માં 106.5 મિલિયન ટન ઉત્પાદનની સાથે ભારત 2018માં દુનિયાનું બીજા નંબરનું સ્ટીલ ઉત્પાદક હતું. બસ આ વિચાર સાથે મે બિઝનેસમાં ઝંપલાવ્યું.

એક વર્ષ પહેલા શરૂ કરી કંપની
મે જોયુ કે, નિર્માણ કંપનીઓને સંરચનાત્મક સ્ટીલ ઉત્પાદોના અનુકૂલિત પ્રકાર અને આકારોના સોર્સ કરવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમની પાસે ખરીદીની ક્ષમતામાં ઘટાડો ન હતો પરંતુ, તે સારી રીતે ઉત્પાદોને પ્રાપ્ત કરવામાં અસમર્થ હતા. આ અછત મે પણ અનુભવી. બસ અહીંથી જ આ કંપનીની શરૂઆત થઈ. અમિત જણાવે છે કે, વર્ષ 2018માં તેમણે આ કંપનીની શરૂઆત કરી. હવે અમે કન્ટ્રક્શન ફર્મોને સ્ટીલ એન્ગલ, જોસ્ટ, બીમ, રોડ, બાર વગેરે જેવા સ્ટીલ ઉત્પાદો પૂરા પાડીએ છીએ.
First published: June 27, 2019
વધુ વાંચો
अगली ख़बर