કમાણીના શેર: 3-4 અઠવાડિયામાં આ 10 શેર કરાવી શકે છે મોટી કમાણી, શું તમારી પાસે છે?

હોટ સ્ટોક્સ

10 hot shares: જ્યાં સુધી બજાર માટે મહત્ત્વના પડાવની વાત છે તો 17900-17950 આસપાસ નિફ્ટી માટે રેજિસ્ટન્સ દેખાઈ રહ્યું છે. જ્યારે ઉપરની બાજુથી આ માટે 17,600 રૂપિયાના સ્તર પર સપોર્ટ દેખાઈ રહ્યો છે.

 • Share this:
  મુંબઈ: ગત અઠવાડિયું ભારતીય બજાર માટે સારું રહ્યું હતું. ગત અઠવાડિયે બજારમાં 2%થી વધારે તેજી જોવા મળી હતી. ગત અઠવાડિયે BSE સેન્સેક્સ 60,000ની મનોવૈજ્ઞાનિક સપાટીથી ઉપર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ રેકોર્ડ ક્લોજિંગ હાઇ જોવા મળ્યો હતો. આજે નિફ્ટી 18 હજારની ઉપર અને સેન્સેક્સ પણ રેકોર્ડ હાઈ પર છે. ઓટો, આઈટી અને આરઆઈએલ બજારને જોરદાર સપોર્ટ કરી રહ્યા છે. બજારમાં દરેક ઘટાડા પર જોરદાર ખરીદી જોવા મળી છે. જે એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે બુલ્સ હાર માનવા તૈયાર નથી. આ જ કારણે નિફ્ટી આજે 18,000 પાર ગયો છે. જોકે, બજાર નિષ્ણાતો બહુ આક્રમક ન થવાની સલાહ આપી રહ્યા છે.

  Angel Oneના સમીત ચવ્હાણનું કહેવું છે કે બજારની હાલની ચાલ પરથી એવું સ્પષ્ટ જોઈ શકાય છે કે બુલ્સ બજાર પર પોતાની પકડ સરળતાથી છોડવા માટે તૈયાર નથી. હું ફરીથી મારો આભિપ્રાય રજુ કરુ છું કે બજારમાં એવા પ્રકારના તબક્કામાં છે જેમાં ભાગીદારી કરવી બહુ સરળ નથી. આ સમય એવો છે જ્યારે બહુ આક્રમક થઈને ખરીદી ન કરવી જોઈએ. આ વખતે પસંદગીના અમુક શેરોમાં જ રોકાણ કરવું જોઈએ. બજારમાં અંધાધૂંધ ખરીદીથી બચવું જોઈએ.

  જ્યાં સુધી બજાર માટે મહત્ત્વના પડાવની વાત છે તો 17900-17950 આસપાસ નિફ્ટી માટે રેજિસ્ટન્સ દેખાઈ રહ્યું છે. જ્યારે ઉપરની બાજુથી આ માટે 17,600 રૂપિયાના સ્તર પર સપોર્ટ દેખાઈ રહ્યો છે. હવે બજારની નજર અમેરિકાના બજારની ચાલ પર રહેશે.

  આજના 10 કૉલ્સ, જેમાં 3-4 અઠવાડિયામાં થશે જોરદાર કમાણી

  Kotak Securitiesના શ્રીકાંત ચૌહાણની રોકાણ અંગે સલાહ

  Larsen & Toubro: Buy | LTP: Rs 1,726.90 | આ સ્ટોકમાં 1,850 રૂપિયાના ટાર્ગેટ માટે, 1,665 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદીની સલાહ છે. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 7.1% જેટલી તેજી જોવા મળી શકે છે.

  ICICI Bank: Buy | LTP: Rs 703.40 | આ સ્ટોકમાં 750 રૂપિયાના ટાર્ગેટ માટે, 680 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદીની સલાહ છે. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 10.30% જેટલી તેજી જોવા મળી શકે છે.

  Bajaj Auto: Buy | LTP: Rs 3,815.55 | આ સ્ટોકમાં 4,090 રૂપિયાના ટાર્ગેટ માટે, 3,690 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદીની સલાહ છે. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 07.20% જેટલી તેજી જોવા મળી શકે છે.

  આ પણ વાંચો: TCSનું Q2 રિઝલ્ટ અનુમાન કરતા ઓછું, રોકાણકારોએ શું કરવું? જાણો નિષ્ણાતોનો મત

  CapitalVia Globalના આશીષ બિસ્વાસની રોકાણ અંગે સલાહ

  Bajaj Auto: Buy | LTP: Rs 3,815.55 | આ સ્ટોકમાં 1,000 રૂપિયાના ટાર્ગેટ માટે, 760 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદીની સલાહ છે. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 16.40% જેટલી તેજી જોવા મળી શકે છે.

  UPL: Buy | LTP: 738 | Stop Loss: Rs 630 | આ સ્ટોકમાં 850 રૂપિયાના ટાર્ગેટ માટે, 630 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદીની સલાહ છે. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 15.20% જેટલી તેજી જોવા મળી શકે છે.

  LIC Housing Finance: Buy | LTP: Rs 442.25 | આ સ્ટોકમાં 530 રૂપિયાના ટાર્ગેટ માટે, 360 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદીની સલાહ છે. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 19.18% જેટલી તેજી જોવા મળી શકે છે.

  HDFC Securitiesના વિનય રજાણીની રોકાણ અંગે સલાહ

  Amber Enterprises: Buy | LTP: Rs 3,502.2 | આ સ્ટોકમાં 3,850 રૂપિયાના ટાર્ગેટ માટે, 3,335 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદીની સલાહ છે. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 9.90% જેટલી તેજી જોવા મળી શકે છે.

  Bank of Baroda: Buy | LTP: Rs 88.10 | આ સ્ટોકમાં 97 રૂપિયાના ટાર્ગેટ માટે, 83 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદીની સલાહ છે. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 10.01% જેટલી તેજી જોવા મળી શકે છે.

  IndiaMART InterMESH: Buy | LTP: Rs 8,805.75 | આ સ્ટોકમાં 9,750 રૂપિયાના ટાર્ગેટ માટે, 8,340 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદીની સલાહ છે. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 10.70% જેટલી તેજી જોવા મળી શકે છે.

  આ પણ વાંચો: ફિક્સ્ડ ડિપોઝિટ પર આ પાંચ બેંક આપે છે સૌથી વધારે વ્યાજ- વાંચો વિગત

  Angel Oneના સમીત ચવ્હાણની રોકાણ અંગે સલાહ

  Cigniti Technologies: Buy | LTP: Rs 626.40 | આ સ્ટોકમાં 670 રૂપિયાના ટાર્ગેટ માટે, 602 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદીની સલાહ છે. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 7% જેટલી તેજી જોવા મળી શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: