આજથી મોંઘો થયો વાહનોનો ઇન્શ્યોરન્સ, આટલું આપવુ પડશે પ્રીમિયમ

News18 Gujarati
Updated: June 16, 2019, 3:39 PM IST
આજથી મોંઘો થયો વાહનોનો ઇન્શ્યોરન્સ, આટલું આપવુ પડશે પ્રીમિયમ
થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ 16 જૂન (આજથી) મોંઘો થયો છે.

કાર અને ટુ વ્હિલર વાહનોના થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ (Third Party Insurance) 16 જૂન (આજથી) મોંઘો થઇ ગયો છે. વીમા નિયામક ઇરડાએ વાહનોની કેટલીક શ્રેણી માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્રિમીયમમાં 21 ટકાનો વધારો કર્યો હતો.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી:  અને ટુ વ્હિલર વાહનોના થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ (Third Party Insurance) 16 જૂન (આજથી) મોંઘો થઇ ગયો છે. વીમા નિયામક ઇરડાએ વાહનોની કેટલીક શ્રેણી માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્રિમીયમમાં 21 ટકાનો વધારો કર્યો હતો. સામાન્ય રીતે થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમના રેટ્સને 1 એપ્રિલથી સુધારવામાં આવે છે. જોકે 2019-20 માટે નવા દર આજથી લાગુ થશે.

કાર વીમા પ્રીમિયમ કેટલું થયું મોંઘુ

IRDAના જણાવ્યા મુજબ, 1000 સીસી કરતા ઓછી ક્ષમતા ધરાવતી નાની કારનું થર્ડ પાર્ટી પ્રીમિયમમાં 12 ટકા મોંઘુ થયું છે. હવે પ્રીમિયમમાં રૂ. 1,850 થી વધીને રૂ 2,072નો વધારો થયો છે. એ જ રીતે, 1000-1,500 સીસી વાહનોનું વીમા પ્રીમિયમ 12.5 ટકા વધીને રૂ. 3,221 થયું છે. જો કે 1,500 સીસીથી ઉપરની કારમાં વધારો થયો નથી. તેનું પ્રીમિયમ 7,890 રૂપિયા યથાવત રાખ્યા છે.

ટુ-વ્હીલરનો ઇન્શ્યોરન્સ આટલો થયો મોંઘો

ટુ વ્હીલર વાહનોના મામલામાં 75 સીસીથી ઓછા વાહનો માટે થર્ડ પાર્ટનું પ્રીમિયમ 12.88 ટકા વધીને રૂ. 482 થયુ છે. એ જ રીતે, 75 થી 150 સીસી ટુ-વ્હીલર વાહન માટેનો પ્રીમિયમ રૂ. 752 થયુ. 150-350 સીસીના ટુ-વ્હીલર વાહન વીમા પ્રીમિયમ 985 રુપિયાથી 21.11 ટકા વધીને 1193 રુપિયા થયુ. સુપર બાઇક 355 સીસીથી ઉપરના ટુ વ્હિલરના પ્રીમિયમમાં કોઈ ફેરફાર થયો નથી.

વાણિજ્યિક વાહન પ્રીમિયમ પણ મોંઘુ

ખાનગી અને જાહેર પરિવહન વાહનો માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં વધારો થયો છે. ઈ-રીક્ષાના કિસ્સામાં દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યાં નથી. જો કે સ્કૂલની બસોમાં થર્ડ પાર્ટી વીમા પ્રિમીયમમાં વધારો થયો છે. લાંબા ગાળાના સિંગલ પ્રીમિયમ દરમાં કોઈ ફેરફાર થયો નથી. કારના કિસ્સામાં લાંબા ગાળાના પ્રીમિયમની મુદ્દત 3 વર્ષ અને ટુ વ્હિલર વાહન માટે આ સમયગાળો 5 વર્ષ છે.
First published: June 16, 2019, 3:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading