Home /News /business /Third Party Insurance: આ તારીખથી થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ થશે મોંઘો, જાણો કેટલો વધારો થશે

Third Party Insurance: આ તારીખથી થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ થશે મોંઘો, જાણો કેટલો વધારો થશે

વ્હીકલ ઇન્શ્યોરન્સ (પ્રતીકાત્મક તસવીર)

Third Party Insurance: 150થી 350 સીસી સુધીની એન્જીન ક્ષમતા ધરાવતા ટુ-વ્હીલર માટે 1,366 રૂપિયા પ્રીમિયમ ચૂકવવું પડશે. બીજી તરફ 350થી વધારે સીસીની એન્જીન ક્ષમતા ધરાવતા બાઇક માટે 2,804 રૂપિયા પ્રીમિયમ ચૂકવવું પડશે.

નવી દિલ્હી: નવું નાણાકીય વર્ષ (Financial Year) વાહન ચાલકો માટે ઝટકા સમાન હશે. કારણ કે પહેલી એપ્રિલથી 15 વર્ષ જૂના વાહનોના રી-રજિસ્ટ્રેશન (Vehicle Re-Registration)માં આઠ ગણો વધારો થશે. આ ઉપરાંત પહેલી એપ્રિલથી થર્ડ પાર્ટી વીમો (Third party insurance) પણ મોંઘો થશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ મંત્રાલયે (Road transport and highways ministry) વાહનોની અલગ અલગ કેટેગરીમાં થર્ડ પાર્ટી વીમો વધારવાનો પ્રસ્તાવ કર્યો છે. જો આ પ્રસ્તાવને સ્વીકારી લેવામાં આવે તો તમારા વાહનનો થર્ડ પાર્ટી વીમો 23 ટકા સુધી મોંઘો થઈ શકે છે. આ વધારો નવા નાણાકીય વર્ષ (2022-2023)થી એટલે કે પહેલી એપ્રિલથી લાગૂ થશે.

છેલ્લે ક્યારે થયો હતો વધારો


ડીએનએ ઇન્ડિયામાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે થર્ડ પાર્ટી વીમાના પ્રીમિયમમાં છેલ્લે 2019ના વર્ષમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જોકે, બાદમાં ભારતમાં કોરોના ફેલાતા 2020 અને ત્યારબાદ પ્રીમિયમમાં વધારો કરવામાં આવ્યો નથી.

પ્રસ્તાવ પ્રમાણે 1,000 સીસી સુધીની કાર માટે થર્ડ પાર્ટી વીમાની રકમ 2,072 રૂપિયા હતી, જે વધીને 2,094 રૂપિયા થઈ શકે છે. ખાનગી કાર કે જે 1,000થી 1,500 સીસી સુધીની ક્ષમતા ધરાવતી હોય તેનો વીમો 3,221થી વધીને 3,461 રૂપિયા થઈ શકે છે.

150થી 350 સીસી સુધીની એન્જીન ક્ષમતા ધરાવતા ટુ-વ્હીલર માટે 1,366 રૂપિયા પ્રીમિયમ ચૂકવવું પડશે. બીજી તરફ 350થી વધારે સીસીની એન્જીન ક્ષમતા ધરાવતા બાઇક માટે 2,804 રૂપિયા પ્રીમિયમ ચૂકવવું પડશે.

ઇલેક્ટ્રિક કાર માટે ડિસ્કાઉન્ટ


જોકે, મંત્રાલય તરફથી ઇલેક્ટ્રિક વ્હીકલના કેસમાં 15 ટકા ડિસ્કાઉન્ટનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર, સામાનનું વહન કરતા ઇલેક્ટ્રિક કૉમર્શિયલ વાહનો તેમજ ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલ પર પણ 15 ટકા ડિસ્કાઉન્ટ આપવાની ભલામણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ફાલ્ગુની નાયર પેટીએમના વિજય શેખર શર્માથી ચાર ગણા અમીર

ઉલ્લેખનીય છે કે IRDAI (ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા) તરફથી દર વર્ષે થર્ડ પાર્ટી પ્રીમિયમનું મુલ્યાંકન કરવામાં આવે છે. જોકે, આ વખતે રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ મંત્રાલય IRDAI સાથે ચર્ચા વિચારણા બાદ થર્ડ પાર્ટી વીમાની રકમની જાહેરાત કરશે. કાયદા દરેક વાહન માટે પ્રમાણે થર્ડ પાર્ટી વીમો ફરજિયાત છે. રોડ અકસ્માતના કેસમાં અન્ય લોકોને થતા નુકસાનને તે કવર કરે છે.

પહેલી એપ્રિલથી આ વાહનોનું Re-Registraton થશે મોંઘું


કેન્દ્ર સરકાર 15 વર્ષથી જૂના વાહનો (Old vehicles) મામલે કડક પગલાં ભરવા જઈ રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ મંત્રાલય (Road Transport and highways ministry)ના આદેશ પ્રમાણે પહેલી એપ્રિલથી 15 વર્ષથી વધારે જૂના વાહનોના ફરીથી રજિસ્ટ્રેશન (Renewal of Registration or Re-Registration of Vehicle) કરાવવા પર આઠ ગણી વધારે કિંમત ચૂકવવી પડશે. આ નિયમ એવી જગ્યાએ લાગૂ પડશે જ્યાં 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનોને ડિરજિસ્ટર માનવામાં આવે છે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાની પસંદગીનો શેર નવી ઊંચાઈએ પહોંચ્યો

પહેલી એપ્રિલથી 15 વર્ષ જૂની કારની ફરીથી નોંધણી માટે 5,000 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. હાલ આ ચાર્જ ફક્ત 600 રૂપિયા છે. વિદેશની મંગાવેલી કાર પર ચાર્જ 15,000થી વધારીને 40,000 કરવામાં આવશે. ટૂ-વ્હીલર વાહનો માટે રજિસ્ટ્રેશન ચાર્જ 300 રૂપિયાથી વધારીને 1,000 રૂપિયા કરવામાં આવશે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
First published:

Tags: Electric vehicle, Insurance, અકસ્માત, આરટીઓ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો