ન્યૂઝ18 ગુજરાતી: ચાલુ નાણાકીય વર્ષ માટે કાર્સ અને ટુ-વ્હીલના થર્ડ પાર્ટી પ્રીમિયમમાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI)એ વર્ષ 2019-20 માટે થર્ડ પાર્ટી (ટીપી)ના મોટર વીમા પ્રીમિયમના દર વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. IRDAIનું કહેવું છે કે, ઇન્સ્યોરન્સ ઇન્ફોર્મેશન બ્યુરો ઓફ ઇન્ડિયા (IIBI) તરફથી મળેલા આંકડાઓનો ઉપયોગ મોટર ટીપી પ્રીમિયમ રેટ નક્કી કરવામાં કરાય છે.
કાર માટે કેટલું વધશે પ્રીમિયમ
એના પ્રમાણે, 1000 સીસીની ક્ષમતાવાળી કાર્સનું થર્ટ પાર્ટી વીમા પ્રીમિયમ હાલ 1850 રૂપિયાથી વધીને 2120 રૂપિયા કરી દેવામાં આવે. આવી જ રીતે 1,000 સીસી અને 1,500 સીસી વચ્ચે આવતી કાર્સનું પ્રીમિયમ હાલ 2863 રૂપિયાથી વધારીને 3300 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. જોકે, 1500 સીસીથી વધુ ક્ષમતા ધરાવતી કાર્સ માટે કોઇ ફેરફારનો પ્રસ્તાવ કરાયો નથી. જે હાલ 7890 રૂપિયા છે.
સ્કૂટર-બાઇકના પ્રીમિયમમાં કેટલો વધારો થશે?
પ્રસ્તાવ પ્રમાણે, 75 સીસીવાળા ટુ-વ્હીલસ માટે થર્ડ પાર્ટી પ્રીમિયમ 427 રૂપિયાથી વધારીને 482 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. સાથે જ 75 સીસીથી લઇને 350 સીસી માટે વધારાનો પ્રસ્તાવ કરાયો છે. પરંતુ 350થી વધુ ક્ષમતા ધરાવતી સુપરબાઇક માટે કોઇ બદલાવનો પ્રસ્તાવ કરાયો નથી. ડ્રાફ્ટ અનુસાર, સિંગલ પ્રીમિયમ રેટમાં પણ કોઇ ફેરફાર કરવામાં નહીં આવે. નવી કાર માટે સિંગલ પ્રીમિયમ રેટ 3 વર્ષ માટે અને નવા ટૂ-વ્હીલર્સ માટે 5 વર્ષ છે.
ઇલેક્ટ્રિક વ્હીકલને મળશે 15% છૂટ
ઇરડાએ ઇલેક્ટ્રિક કાર અને ટૂ-વ્હીલર્સ માટે મોટર થર્ડ પાર્ટી પ્રીમિયમ રેટમાં 15 ટાક ડિસ્કાઉન્ટ આપવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. ઇ-રિક્ષા માટે થર્ડ પાર્ટી રેટ નહીં વધે. જોકે, સ્કૂલ બસના મામલામાં પ્રીમિયમ વધી શકે છે. ટેક્સી, બસ અને ટ્રક માટે પ્રીમિયમ રેટ વધારવાનું સજેશન છે. આવી જ રીતે ટ્રેક્ટર માટે TP પ્રીમિયમ મોંઘું કરવાની વાત છે.
સામાન્ય રીતે મોટર ઇન્સ્યોરન્સ બે પ્રકારના હોય છે. પર્સનલ એક્સિડન્ટ કવર અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ. ઇન્ડિયાન રોડ સેફ્ટી એક્ટ અને ઇન્ડિયાન મોટર વ્હીકલ પ્રમાણે, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ અનિવાર્ય છે. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કોઇપણ પ્રોપર્ટી ડેમેજ, ઇજા અથવા થર્ડ પાર્ટીના મૃત્યુને કવર કરે છે. થર્ડ પાર્ટી બન્નેમાંથી કોઇપણ ગાડીના ડ્રાઇવર, કારના પેસેન્જર, બીજી ગાડીના પેસેન્જર અથવા રાહદારી હોઇ શકે છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર