GST Collection For February 2022: મોંઘવારી વધી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર માટે ખૂબ સારા સમાચાર છે. ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન ગત વર્ષ કરતા 18 ટકા વધ્યું. અત્યારસુધીનો ત્રીજું સૌથી મોટું કલેક્શન.
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર (Central government) માટે સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે ખૂબ જ સારા સમાચાર છે. ફેબ્રુઆરી મહિનામાં જીએસટી કલેક્શન (GST Collection Increased) વધીને 1,33,026 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. જીએસટી વસૂલાતનો આ આંકડો ફેબ્રુઆરી 2022ની સરખામણીમાં 18 ટકા વધારે છે. ફેબ્રુઆરી 2020 સાથે સરખામણી કરવામાં આવે તો તે 26 ટકા વધારે છે. આ સતત પાંચમો મહિનો છે જ્યારે જીએસટી કલેક્શન 1,30,000 કરોડ રૂપિયાથી વધારે રહ્યું હોય.
ફેબ્રુઆરીમાં સીજીએસટી કલેક્શન (CGST Collection) 24,435 કરોડ રૂપિયા, એસજીએસટી (SGST Collection) કલેક્શન 30,779 કરડો, આઈજીએસટી કલેક્શન (IGST Collection) 67,471 કરોડ રૂપિયા અને સેસ (CESS Collection) 10,340 કરોડ રૂપિયા રહી. કેન્દ્ર સકરારની આવક ફેબ્રુઆરી મહિનામાં રેગ્યુલર સેટલમેન્ટ પછી 50,782 કરોડ રૂપિયા રહી હતી. આ દરમિયાન રાજ્યોની કુલ આવક 52,688 કરોડ રૂપિયા રહી હતી.
ત્રીજી વખત સૌથી વધારે કલેક્શન
નાણા મંત્રાલયના આંકડા પ્રમાણે જીએસટીના ઇતિહાસમાં ત્રીજી વખત સૌથી વધારે કલેક્શન થયું છે. આ પહેલા આ જ વર્ષે જાન્યુઆરીમાં સરકારને જીએસટીથી 1,40,986 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. જે અત્યારસુધીની સૌથી વધારે વસૂલાત છે. તેના પહેલા એપ્રિલ, 2021 દરમિયાન જીએસટી કલેક્શન 1,39,708 કરોડ રૂપિયા રહ્યું હતું, જે બીજી સૌથી મોટી વસૂલાત છે. જે બાદમાં ગત મહિને એટલે કે ફેબ્રુઆરી 2022માં સરકારને જીએસટી કલેક્શન થકી 1,33,026 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. જે ત્રીજું સૌથી મોટું કલેક્શન છે.
કોરોના મહામારી દરમિયાન પ્રતિબંધ છતાં કલેક્શન વધ્યું
જીએસટી કલેક્શનમાં આ વધારો એવા સમયે આવ્યો છે જ્યારે જાન્યુઆરીમાં અમુક રાજ્યોમાં કોરોનાને પગલે પ્રતિબંધ હતા. આનાથી એ વાતનો પણ સંકેત મળે છે કે કોરોનાની ત્રીજી લહેરની કોઈ ખાસ અસર થઈ નથી. આ ઉપરાંત ચોથો ત્રિમાસિક સારો રહેશે. જોકે, સોમવારે આવેલા અર્થવ્યવસ્થાના આંકડા પર કોરોનાની અસર ચોક્કસ જોવા મળી હતી. જીડીપી ગ્રોથ ત્રીજા ત્રિમાસિકમાં 5.4 ટકા રહ્યો, જે બીજા ત્રિમાસિકની સરખામણીમાં ત્રણ ટકા ઓછો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર