નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો થોડી રાહ જુઓ, થશે મોટો ફાયદો

News18 Gujarati
Updated: November 15, 2019, 4:05 PM IST
નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો થોડી રાહ જુઓ, થશે મોટો ફાયદો
પ્રતિકાત્મક તસવીર

CNBC આવાઝને મળેલી એક્સક્લૂસિવ જાણકારી પ્રમાણે માર્ગ પરિવહન મંત્રાલયએ ઑટો સ્ક્રેપેજ પૉલિસીના ડ્રાફ્ટને કેબિનેટ રજૂ કર્યું છે. આગામી બે સપ્તાહમાં કેબિનેટની મંજૂરી મળવાની સંભાવના છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ઑટો સેક્ટરને (Auto Industry)આગળ વધારવા માટે મોદી સરકાર (Modi Government) અનેક પગલાં ઉઠાવી રહી છે. આ અંતર્ગત સરકાર ઑટો ઈન્ડસ્ટ્રીમાં નવી માંગ ઊભી કરવા માટે પ્રયત્નો કરી રહી છે. લાંબા સમયથી સ્ક્રેપેજ એવી પૉલિસીની રાહ જોઈ રહી હતી એ ટૂંક સમયમાં પુરી થવાની સંભાવના છે. CNBC આવાઝને મળેલી એક્સક્લૂસિવ (EXCLUSIVE) જાણકારી પ્રમાણે માર્ગ પરિવહન મંત્રાલયએ ઑટો સ્ક્રેપેજ પૉલિસીના ડ્રાફ્ટને કેબિનેટ રજૂ કર્યું છે. આગામી બે સપ્તાહમાં કેબિનેટની મંજૂરી મળવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ-શું પાર્ટનર સામે ખોલવા જોઈએ પોતાના ભૂતકાળના રહસ્યો?

ઉલ્લેખનીય છે કે, પરિવહન મંત્રાલયએ ડ્રાફ્ટ કેબિનેટ નોટ રજૂ કર્યો છે. સુત્રો પ્રમાણે સ્ક્રેપ પૉલિસીને લઇને નાણાં, પરિવહન, સ્ટીલ, પર્યાવરણ મંત્રાલયોએ સહમતી આપી છે. કેબિનેટની મંજૂરી મળવાની સાથે જ સ્ક્રેપ પૉલિસી ઉપર અમલ શરૂ થવાની આશા છે.

આ પણ વાંચોઃ-દૂધમાં ભેળસેળ છે કે નહીં? આવી રીતે ઘરે બેઠા જ જાણી શકશો

જૂની કોમર્શિયલ ગાડીઓ ઉપર કડકાઈની જોગવાઈ
સુત્રોના જણાવ્યા પ્રમાણે ઑટો સ્ક્રેપેજ પૉલિસી ડ્રાફ્ટમાં જૂની કોમર્શિયલ ગાડીઓ ઉપર કડકાઈની જોગવાઈ છે. જૂની ગાડીઓના બદલે નવી ગાડીઓ લેવા ઉપર અનેક છૂટની સંભાવના છે. આ સાથે રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ચાર્જમાં પણ છૂટનો પ્રસ્તાવ છે. જોકે, 15 વર્ષથી જૂની ગાડીઓ ઉપર રોડ ટેક્સ ચૂકવવો પડશે. રજિસ્ટ્રેશન રિન્યૂ ઉપર અનેક ગણો ચાર્જ છે. શરુઆતી પ્રસ્તાવમાં રજિસ્ટ્રેશન રિન્યૂ ઉપર 25 ગણો ચાર્જ આપવાનો રહેશે. જેમાં કાર, થ્રી વ્હીલર અને થ્રી વ્હીલર પૉલિસીનો સમાવેશ થાય છે.આ પણ વાંચોઃ-નેલ પૉલિશના આ પાંચ જુગાડ, તમારી નાની નાની મુશ્કેલીઓને દૂર કરશે

ઑગસ્ટ મહિનામાં પેસેન્જર વાહનોના વેચાણ ખરાબ રહ્યું
કેટલાક જાણકારો પ્રમાણે સરકારની નવી સ્ક્રેપિંગ પૉલિસીથી દેશના મંદી પડેલી ઑટો મોબાઈલ ઇન્ડસ્ટ્રીને (Auto Mobile Industry) વેગ મળશે. કારણ કે લોકો નવા વાહનોને ખરીદશે. ગત ઑગસ્ટ મહિનામાં પેસેન્જર વાહનોનું વેચાણનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું હતું.

 
First published: November 15, 2019, 3:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading