Home /News /business /

Life Insurance Policy: લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી પસંદ કરતા પહેલા ખાસ ધ્યાનમાં રાખો આ પાંચ વાત

Life Insurance Policy: લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી પસંદ કરતા પહેલા ખાસ ધ્યાનમાં રાખો આ પાંચ વાત

લાઇફ ઇન્સ્યોરન્સ

Life Insurance Policy: ગ્રાહકો વીમા પોલિસીની પસંદગી કરતી સમયે આ સૌથી મહત્વપૂર્ણ બાબતને ચૂકી જાય છે. વીમા કંપનીના ટ્રેક રેકોર્ડના અભાવની પોલ ખોલતી કેટલિક સામાન્ય મુશ્કેલીઓમાં દાવાઓની પ્રક્રિયામાં વિલંબ અને ખરાબ કસ્ટમર સર્વિસનો સમાવેશ થાય છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: જીવન વીમા પૉલિસી (Life Insurance Policy) દાયકાઓથી ભારતીય પરિવારોનો એક ભાગ છે. લોકો પેઢીઓથી તેમના પરિવારના ભવિષ્યને સુરક્ષિત (Secure Future) કરવા માટે વીમા પોલિસીઓ લેવાનું પસંદ કરે છે. જોકે, જીવન વીમા કાઉન્સિલ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ, જ્યારે જીવન વીમા પૉલિસી (Life Insurance)ની જરૂરિયાત માટે જાગૃતિ 91 ટકા છે, ત્યારે વાસ્તવિકતામાં પોલિસી ધરાવતા લોકોની સંખ્યા 60 ટકા ઓછી છે. આવા નીચા વલણવાળા ગ્રાફ માટે જવાબદાર પરિબળોમાં હાઇ પ્રીમિયમ, ઊંચા ટેક્સ રેટ અને ટેક્નોલોજીનો ઓછા ઉપયોગનો સમાવેશ થાય છે. જોકે, કોરોના મહામારી (Corona Pandemic) બાદ સ્થિતિ એકદમ ઝડપથી સુધરી છે. લોક ભવિષ્યની નાણાકીય સુરક્ષા અંગે વધુ જાગૃત બન્યા છે. જો તમે પણ જીવન વીમા પોલિસી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ પાંચ બાબતોનું ખાસ ધ્યાન (5 Things to know before buying Life Insurance Policy) રાખવું જોઇએ.

  1) પોલિસી દાતાનો ટ્રેક રેકોર્ડ


  ગ્રાહકો વીમા પોલિસીની પસંદગી કરતી સમયે આ સૌથી મહત્વપૂર્ણ બાબતને ચૂકી જાય છે. વીમા કંપનીના ટ્રેક રેકોર્ડના અભાવની પોલ ખોલતી કેટલિક સામાન્ય મુશ્કેલીઓમાં દાવાઓની પ્રક્રિયામાં વિલંબ અને ખરાબ કસ્ટમર સર્વિસનો સમાવેશ થાય છે. તેથી જ વીમા પોલિસી ખરીદતા પહેલા વીમાદાતાનો ટ્રેક રેકોર્ડ જરૂર ચકાસવો જોઇએ. આ માહિતી તમને ઓનલાઇન મળી રહે છે.

  2) કંપનીની સ્થિતિ


  તમે ખોટી પસંદગી નથી કરી રહ્યા તેની ખાતરી કરવા માટે કોઈપણ વીમા કંપનીની મૂળભૂત સ્થિતિને સમજવી મહત્વપૂર્ણ છે. લાઇફ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ વીમામાં રોકાણ કરતા લોકો માટેના કેટલાક મુખ્ય અવરોધો અવિશ્વાસ અને વેચાણ માટે ઉપયોગમાં લેવાતી અનૈતિક પ્રથાઓ છે. કંપનીની પ્રોફાઇલ અને સ્ટેન્ડિંગ વિશેની માહિતી વિવિધ વેબસાઇટ્સ પર ઑનલાઇન ઉપલબ્ધ છે. આ સિવાય મિત્રો કે સંબંધીઓ પાસે જાણકારી મેળવીને પણ તમે કંપનીને યોગ્ય રીતે જાણી શકો છો.

  3) કંપની દ્વારા આપવામાં આવતી સર્વિસ


  ગ્લોબલ જર્નલ્સના અભ્યાસ મુજબ સર્વિસની ગુણવત્તાને બે ભાગમાં વહેંચવામાં આવી છે – ટેક્નિકલ ક્વોલિટી (શું આપવામાં આવે છે), અને ફંક્શનલ ક્વોલિટી (તે કેવી રીતે આપવામાં આવે છે). આ બંને સર્વિસ ક્વોલિટી વીમો કેટલો સુસંગત છે અને તે વ્યક્તિની જરૂરિયાતને કેવી રીતે પૂર્ણ કરે છે તે જૂએ છે. આધુનિક યુગમાં વીમો ખરીદવાની પ્રક્રિયા કેટલી સીમલેસ છે તે વધુ વિસ્તરે છે. વીમા પ્રોવાઇડરની આ બંને સેવાઓ ગ્રાહકને પ્રક્રિયામાંથી પ્રાપ્ત થયેલ સંતોષને નિર્ધારિત કરે છે. સર્વિસમાં ક્લેમની પ્રોસેસન મહત્વપૂર્ણ પગલાઓ સમજાવવા, ગ્રાહકોને યોગ્ય પોલિસી ઉપલબ્ધ કરાવવી અને ગ્રાહકો શક્ય તેટલી તમામ માહિતીઓ પૂરી પાડવી વગેરેનો સમાવેશ થાય છે.

  આ પણ વાંચો: મલ્ટીબેગર શેર જેણે એક વર્ષમાં આપ્યું ડબલ રિટર્ન

  4) શું તમારી વીમા કંપનીએ ટેક્નોલોજી અપનાવી છે?


  અગાઉ, વીમા પૉલિસીઓ કાગળ પર હોવા સાથે જીવન વીમા ક્ષેત્રમાં ટેક્નૉલૉજી અસ્તિત્વમાં નહોતી. માત્ર વ્યક્તિગત કિઓસ્ક અને એજન્ટો દ્વારા રૂબરૂ બેસીને ગ્રાહકોને પૉલિસી સમજાવીને ચુકવણી કરવામાં આવતી હતી. પરંતુ આજે આ ક્ષેત્રમાં ટેક્નોલોજીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ ખૂબ જ જરૂરી પર્સનોલાઇઝેશન પ્રદાન કરે છે જેની શોધ મોડર્સ ખરીદદારો કરી રહ્યા છે. ગ્રાહકોએ તમામ આધુનિક ટેક્નોલોજી વિશે જાણકારી રાખવી જોઇએ.

  આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ નાણાકીય વર્ષ 2021-22માં બનાવ્યો અનોખો રેકોર્ડ

  5) ગ્રાહકોની પસંદ


  વીમા કંપની માને છે કે ગ્રાહક જરૂરિયાત કરતાં વધુ કવરેજ માંગે છે. ગ્રાહક અને વીમાદાતા વચ્ચેનો સંબંધ મજબૂત હોવો જરૂરી છે. તેથી, તે અત્યંત મહત્ત્વનું છે કે ગ્રાહક હવે તેની વાસ્તવિક જરૂરિયાતો વચ્ચે વીમા કંપનીઓની વિવિધ ઑફર્સમાં તફાવત કરી શકે છે. તેનો અર્થ એ છે કે, ગ્રાહકે તેની/તેણીની જરૂરિયાતને શ્રેષ્ઠ રીતે પૂરી કરતી વીમા પૉલિસી પસંદ કરવાની જરૂર પડશે. તેથી ગ્રાહકોને પૉલિસી ખરીદી સાથે સુરક્ષિત અનુભવ કરાવવા માટે તેમને સારો સંચાર પ્રદાન કરવાની જરૂર છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Insurance, LIC, Life Insurance

  આગામી સમાચાર