Home /News /business /ઘર ખરીદતાં આટલી વ્યવસ્થા કરી લો; ચોરી, આગ કે બીજી કોઈ સમસ્યા ક્યારેય પસ્તાવું નહીં પડે
ઘર ખરીદતાં આટલી વ્યવસ્થા કરી લો; ચોરી, આગ કે બીજી કોઈ સમસ્યા ક્યારેય પસ્તાવું નહીં પડે
ગ્રામીણ વિસ્તારોમાં, એડવાન્સ રકમ જમીનની વાસ્તવિક કિંમતના 80% અને ઘરના બાંધકામ અથવા જૂના મકાનના વિસ્તરણની કિંમત સુધી મર્યાદિત છે. જો વિભાગના વડા મંજૂર કરે કે સંબંધિત ગ્રામીણ વિસ્તાર શહેરના કાર્યક્ષેત્રમાં આવે છે, તો 100% મંજૂરી પણ થઈ શકે છે. વધુ વિગતો માટે તમે આ લિંકની મુલાકાત લઈ શકો છો. https://mohua.gov.in/pdf/5a05336ac28f7HBA%20Rules%202017.pdf.
Things to Know before buying home Insurance: ઘર ખરીદ્યા પછી પણ સતત જો ડર રહેતો હોય કે ઘરમાં કોઈ નુકસાન થશે, ચોરી થશે કે આગ લાગી જાય તો શું કરવું? તેવા ડરને દૂર કરવા માટે આજકાલ ઘર ખરીદવા સાથે જ વીમો પણ ખરીદવામાં આવે છે. જોકે આ વીમો ખરીદતા સમયે તમારે આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
કોઇપણ વ્યક્તિના જીવનકાળમાં તેમના દ્વારા કરવામાં આવેલું સૌથી મહત્વપૂર્ણ રોકાણ પોતાના ઘરની ખરીદી (Buying Home) હશે. આ મોટું રોકાણ થયા પછી વધુ એક રોકાણ, જે તમારા ઘરને અણધાર્યા નુકસાનથી બચાવે છે અને ખૂબ જ મહત્વપૂર્ણ છે તે છે યોગ્ય હોમ ઇન્શ્યોરન્સ (Home Insurance)ની ખરીદી. હોમ ઈન્શ્યોરન્સએ મિલકત વીમો છે, જે અકસ્માતો, નુકસાન અને ચોરીને આવરી લે છે. તેને પૂર્વ-નિર્ધારિત સમયગાળા માટે ખરીદી શકાય છે, જે એક વર્ષ અથવા ઘણા વર્ષો માટે હોઈ શકે છે. એક કરતા વધુ વર્ષ માટેની યોજનાઓ વધુ કોસ્ટ ઇફેક્ટિવ હોય છે. ઘણી અગ્રણી વીમા પોલિસીઓ દ્વારા વિવિધ કસ્ટમાઇઝ્ડ હોમ ઇન્શ્યોરન્સ પોલિસી (customised home insurance policies) ઓફર કરવામાં આવે છે અને વધુ પ્રીમિયમ ચૂકવીને વધારાનું કવરેજ (Benefits of home insurance policies) મેળવી શકાય છે. ભરપાઈ કરેલી રકમનો ઉપયોગ ખોવાયેલી વસ્તુઓના સમારકામ અને રીપ્લેનિશમેન્ટ માટે થઈ શકે છે.
'સ્ટાન્ડર્ડ હોમ ઇન્શ્યોરન્સ' પ્લાનમાં આગ, અકસ્માત, ચોરી અને અન્ય જોખમોને કારણે થતા નુકસાનને આવરી લેવામાં આવે છે. પૂર અને ધરતીકંપ જેવી કુદરતી આફતોને કારણે થતા નુકસાનને સમાવવા માટે વધારાનું પ્રીમિયમ ચૂકવી શકાય છે. મૂલ્યવાન સાધનો અને વ્યક્તિગત ચીજવસ્તુઓને નુકસાન અને અસ્થાયી આશ્રય માટેના ખર્ચની ચુકવણી પણ કે જેનો લાભ ખાલી કરાવવાની જરૂર હોય તેવા કિસ્સામાં થઈ શકે છે.
'કોમ્પ્રિહેન્સિવ હોમ ઇન્શ્યોરન્સ' પ્લાનમાં તમારા ઘર, તેની અંદરની વસ્તુઓ, તેનું માળખું અને એક અમ્બ્રેલા પોલિસી હેઠળ ઘરમાં રહેતા લોકોની સુરક્ષાને આવરી લેવામાં આવી છે. વીમા પ્રીમિયમનો આધાર મિલકતની કિંમત અને વીમાની ચીજવસ્તુઓ, તેની કિંમત, ઘરનું માળખું અને તેની અંદરના લોકોની સંખ્યા પર રહેશે.
ભાડાના મકાનમાં રહેતા લોકો માટે 'કન્ટેન્ટ ઓન્લી' પોલિસી કામ આવે છે અને એવા કિસ્સાઓમાં પણ કે જ્યાં તમારી હાઉસિંગ સોસાયટી પહેલેથી જ મૂળભૂત વીમા કવચ પ્રદાન કરી રહી છે. તે ઝવેરાત અને અન્ય કિંમતી ચીજો જેવી વસ્તુઓના નુકસાનને આવરી લે છે. પ્રીમિયમ કવરેજ હેઠળની વસ્તુઓની બજાર કિંમત પર આધારિત હશે, જેમ કે નુકસાન થવાના કિસ્સામાં વળતર મળશે.
બધી હાઉસિંગ સોસાયટીઓ વીમા કવરમાં રોકાણ કરે તેવી ભલામણ કરવામાં આવે છે. સોસાયટીઓ સામાન્ય રીતે સ્ટ્રક્ચરલ ડમેજના કવરેજની પસંદગી કરે છે. આમાં તોડફોડ, સોસાયટીની સંપત્તિની ચોરી, આગ અથવા અન્ય કોઈ કુદરતી આફતને કારણે નુકસાનના કિસ્સામાં વળતરને આવરી લેવામાં આવ્યું છે. જો તમારી સોસાયટીએ આવી પોલિસી લીધી હોય, તો તમારા વ્યક્તિગત સામાનને સુરક્ષિત રાખવા માટે તેને તમારા વ્યક્તિગત 'કન્ટેન્ટ ઓન્લી' કવરેજ સાથે સપ્લીમેન્ટ બનાવવી એ એક સારો વિચાર છે. જો હાઉસિંગ સોસાયટીમાં પહેલેથી જ અગ્નિશામક, સ્મોક ડિટેક્ટર અને સિક્યોરિટી સિસ્ટમ હોય તો વીમા કંપનીઓ ઓછું પ્રીમિયમ વસૂલી શકે છે.
કવરેજનો સમયગાળો ઘરમાં તમારી ફિઝીકલ હાજરીને ધ્યાનમાં લીધા વિના માન્ય હોય છે. આથી યોગ્ય વીમા પોલિસી સાથે તમે ચિંતા વગર લાંબા સમય સુધી તમારા ઘરથી દૂર રહી શકો છો.
નિયમમાં રહેલા અપવાદો
તમારે ધ્યાનમાં રાખવું કે, કેટલીક દુર્ઘટનાઓ છે જે વીમામાં આવરી લેવાશે નહીં. તેમાં ‘એક્ટ ઓફ ગોડ’ એટલે કે મોટી કુદરતી આફતોનો સમાવેશ થાય છે. તેમાં ઇરાદાપૂર્વકની અથવા અજાણતાં બેદરકારીને કારણે નુકસાન, ઉધઈ અને અન્ય જીવાતોને કારણે નુકસાન, સભ્ય દ્વારા કરવામાં આવેલી ખોટા ઈરાદાપૂર્વકની કાર્યવાહીને કારણે થતું નુકસાન અને યુદ્ધ અથવા આતંકવાદી પ્રવૃત્તિઓ જેવી પ્રવૃત્તિઓથી થતું નુકસાનનો સમાવેશ થાય છે. આ બધી બાબતોને નજર અંદાજ કરવા છતાં હોમ ઇન્શ્યોરન્સ પોલિસી લેવાના લાભો અપવાદો કરતાં વધારે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર