Insurance: બાળકો માટે વીમાની પસંદગી કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી?

ચાઇલ્ડ ઇન્શ્યોરન્સ પ્લાન

Child Insurance Plan: હાલ માર્કેટમાં મોટી સંખ્યામાં વિવિધ ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ પોલિસી ઉપલબ્ધ છે, તેથી તમારા બાળક માટે કોઈ એક શ્રેષ્ઠ પોલિસી પસંદ કરવી થોડી અઘરી હોઈ શકે છે.

  • Share this:
મુંબઈ: જ્યારે પણ વીમા પોલિસી (insurance policies) પસંદ કરવાની વાત આવે છે, ત્યારે ઘણી બધી યોજનાઓમાંથી કોઈ એક યોજનાની પસંદગી કરવામાં આવે છે. ટર્મ પોલિસી, ઈન્વેસ્ટમેન્ટ પોલિસી, એન્ડોમેન્ટ પોલિસી, મની બેક પોલિસી વગેરે જેવા વિવિધ વિકલ્પો આપણને મળી રહેતા હોય છે. આ દરેક પોલિસીના પોતાના લાભ પણ અલગ અલગ હોય છે. આવી જ પોલિસીમાં એક પોલિસી એટલે બાળકોની વીમા પોલિસી (Child Insurance Plans). દરેક વ્યક્તિ પોતાના બાળકના ભવિષ્યની સુરક્ષા ઈચ્છતું હોય છે અને તેની માટે એક સારી ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ પોલિસીમાં રોકાણ કરવું ખૂબ જરૂરી છે. આજે અમે આપને ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ પોલિસીને લગતી કેટલીક બાબતો વિશે માહિતી આપીશું.

ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન:

હાલ માર્કેટમાં મોટી સંખ્યામાં વિવિધ ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ પોલિસી ઉપલબ્ધ છે, તેથી તમારા બાળક માટે કોઈ એક શ્રેષ્ઠ પોલિસી પસંદ કરવી થોડી અઘરી હોઈ શકે છે. તમારા બાળકના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે પોલિસીની પસંદગી કરવામાં ખૂબ સાવચેતી રાખવી જરૂરી છે.

પ્રીમિયમ અને ટર્મ

દરેક ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ પોલિસીમાં એક ટર્મ તો હશે જ, હવે આ બાબત અંગેનો નિર્ણય તમારા બાળકની ઉંમરને ધ્યાનમાં રાખીને કરવો હિતાવહ છે. જેટલો લાંબો સમયગાળો હશે એટલું વધુ પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. જોકે, સામાન્ય રીતે લાંબાગાળાની ઈન્શ્યોરન્સ પોલિસી વધુ ફાયદાકારક પણ હોય છે. સાથે જ પોલિસી પસંદ કરતી વખતે પોતાની યોગ્ય સમયે નિશ્ચિત રકમનું પ્રીમિયમ ભરવાની ક્ષમતાને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. પ્રીમિયમ કઈ રીતે ચૂકવવાનું રહેશે તે અંગેના નિર્ણય પણ અગાઉથી કરવાના રહેશે.

ઉંમર અને જરૂરિયાતો

કઈ પોલિસીની પસંદગી કરવી વધુ હિતાવહ છે તે બાબતના નિર્ણયનો આધાર બાળકની ભવિષ્યની જરૂરિયાતો અને વય પર છે. કેટલાક ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ પોલિસીના પ્લાન લગ્ન (marriage plans) માટે હોય છે, જ્યારે કેટલાક પ્લાન એજ્યુકેશન પ્લાન (education plans) હોય છે, જે અભ્યાસ સમયે વધારાના ખર્ચને આવરા લેવા માટે હોય છે. ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ પોલિસી લેતા પહેલા બાળકના ભવિષ્યની જરૂરિયાતોનો ક્યાસ મેળવી લેવો યોગ્ય છે.

વહેલી તકે શરૂઆત કરવી

કેટલાક લોકો પોતાના બાળકના એક નિશ્ચિત ઉંમર સુધી પહોંચવાની રાહ જોતા હોય છે અને ત્યારબાદ તેમના ભવિષ્યનું પ્લાનિંગ કરવાની શરૂઆત કરતા હોય છે. તમારે આવી ભૂલ કરવાથી બચવું કેમ કે મોટાભાગના લોકો આવી ભૂલ કરે છે. વધતી વયના સાથે બાળકના એજ્યુકેશનની કોસ્ટમાં વધારો થતો જાય છે. જો તમે મોડી શરૂઆત કરશો તો પૂરતો લાભ મેળવી શકશો નહીં.

જ્યારે બાળક 18 વર્ષનું થાય છે, જો ત્યારથી જો તે પોતે પણ રોકાણ કરવાની શરૂઆત કરે તો લાંબાગાળે સારા લાભ મેળવી શકે છે. લાંબાગાળાના રોકાણમાં ઓછા પ્રીમિયમ અને યોજનાના લાભ મેળવી શકાય છે.

આ પણ વાંચો: Mutual fundમાં રોકાણ કરવાના ફાયદા, શા માટે મ્યુચ્યુઅલ ફંડમાં કરવું જોઈએ રોકાણ? 

છૂટછાટના લાભ

>> કેટલીક ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદનારને વધારાના પ્રીમિયમ પર છૂટછાટના લાભો પણ આપે છે.

>> આ પ્રકારના લાભ પોલિસીની ટર્મ દરમિયાન થયેલ કોઈ પણ આકસ્મિક સંજોગોમાં ઘણા મદદરૂપ થાય છે. આ પ્રકારના સંજોગોમાં પોલિસી હોલ્ડરે કોઈ પ્રિમીયમ ભરવાનું રહેતું નથી.

>> ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ પોલિસી હંમેશા ભવિષ્યની જરૂરિયાતો, આર્થિક સક્ષમતા અને રોકાણ કરવાની ક્ષમતાને આધારે પસંદ કરવી જોઈએ. સાથે જ કોઈ પણ પોલિસી પસંદ કરતા સમયે રિસ્ક ફેક્ટરને પણ મગજમાં રાખવું જરૂરી છે.

ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ પ્લાન કઈ રીતે કામ કરે છે?

ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ પોલિસી તમારા બાળકના ભવિષ્યની જરૂરિયાતો અને અને સપનાઓ પૂરા કરવા માટે મદદરૂપ બને છે. અહીં તમારે એ નક્કી કરવાનું રહે છે કે તમારે યુનિટ લિન્ક્ડ પોલિસી- ULIP (unit-linked insurance plan) લેવી છે કે પછી એન્ડોમેન્ટ પોલિસી (endowment plan). ULIP તમને પસંદગીની સ્વતંત્રતા આપે છે કે તમારે શેમાં રોકાણ કરવું છે. જો તમે એન્ડોમેન્ટ પોલિસી પસંદ કરો છો, તો તમારી રકમ માત્ર ડેટ ઈન્સ્ટ્રુમેન્ટમાં રોકવામાં આવશે.

આ પણ વાંચો: શું તમને તમારી કંપનીએ આરોગ્ય વીમો આપ્યો છે? તો આ પાંચ સ્ટેપ જરૂર અનુસરો, ભવિષ્યમાં ક્લેમ પ્રોસેસ થશે સરળ

પોલિસી લેતી વખતે તમારે એક સાથે અથવા માસિક, ત્રિમાસિક, છ માસિક અથવા વાર્ષિક રકમ મેળવવી છે તે અંગેનો નિર્ણય પણ કરી લેવો.

જો પોલિસી ટર્મ દરમિયાન તમારી સાથે કોઈ અકસ્માત થાય છે તો તમારા બાળકે કોઈ પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં અને કંપની દર વર્ષે મેચ્યોરીટી અમાઉન્ટનો ભાગ તમારા બાળકને ચૂકવશે અને મેચ્યોરિટી પર તેને એક સાથે સંપૂર્ણ રકમ આપવામાં આવશે.

તમે LIC કન્યાદાન પ્લાન (LIC kanyadan plan) જેવી ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ પોલિસી પણ ખરીદી શકો છો, જેમાં તમારા બાળકના ભવિષ્ય માટે તમે પોલિસીના યોગ્ય લાભ મેળવી શકો.
Published by:Vinod Zankhaliya
First published: