Home /News /business /

Tips for Preparing a Will: વસિયત બનાવતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

Tips for Preparing a Will: વસિયત બનાવતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

વિલ બનાવતી વખતે આટલી વાતાનું રાખો ધ્યાન (Shutterstock તસવીર)

Tips for Preparing a Will: વસિયત લખવાનું શરૂ કરવા માટે તમામ વ્યક્તિગત માહિતી વિસ્તારપૂર્વક લખવી જરૂરી છે. જેમ કે, નામ, ઉંમર, એડ્રેસ અને માતા પિતાનું નામ વિસ્તારપૂર્વત લખવું જરૂરી છે.

અધિલ શેટ્ટ, CEO, BANKBAZAAR.com : ઘરના મોભીના મૃત્યુ બાદ તેની મિલકત બાબતે ઝઘડા (Disputes for property) થતાં હોવાનું ઘણી વખત જોવા મળે છે. વસિયત બાબતે ઝઘડા થવા તે સામાન્ય વાત બની ગઈ છે. ભારત જેવા દેશમાં મોટો પરિવાર હોવાના કારણે એકથી વધુ વારસદાર જોવા મળે છે. મોભીના નિધન બાદ શાંતિપૂર્ણ વાતાવરણ રહેતું નથી. જોકે, આ પ્રકારના મામલાઓમાં વસિયત બનાવવામાં આવે તો જોખમ ઓછું થઈ જાય છે.

વસિયત એક કાયદાકીય સાધન (Will is a legal instrument) છે, જે ઘરનો મોભી પરિવારના સદસ્યો, વારસદાર માટે યોજના અનુસાર સંપત્તિના વિતરણની રૂપરેખા તૈયાર કરે છે. વસિયત બનાવવાથી પરિવારના સભ્યો પરેશાનીથી બચી શકે છે. ઉપરાંત વસિયત બનાવીને મનની શાંતિ મળે છે. તમારી મહેનતની કમાણી, સંપત્તિ, ઘરેણા, બેન્ક બેલેન્સ તથા અન્ય સંપત્તિ તમારા બાદ તમારી ઈચ્છા અનુસાર યોગ્ય વ્યક્તિના હાથમાં જશે તેની ખાતરી પણ રહે છે. આ કારણોસર વસિયત લખવી ખૂબ જ જરૂરી છે અને તમામ લોકો માટે જરૂરી છે.

આ કારણોસર વસિયત માત્ર પૈસાદાર માટે નહીં પણ તમામ લોકો માટે હોય છે તેવું કહેવાય છે. જો યોગ્ય રીતે કામ કરવામાં આવે તો વસિયત લખવી ખૂબ જ સરળ છે. આ કારણોસર વસિયત વિસ્તારપૂર્વક, સ્પષ્ટ રીતે અને ભાવનાત્મક વિચારોને સાઈડમાં રાખીને લખવાની જરૂર હોય છે. વસિયત બનાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તે અંગે અહીંયા વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી છે.

ડિક્લેરેશન (Declarations)


વસિયત લખવાનું શરૂ કરવા માટે તમામ વ્યક્તિગત માહિતી વિસ્તારપૂર્વક લખવી જરૂરી છે. જેમ કે, નામ, ઉંમર, એડ્રેસ અને માતા પિતાનું નામ વિસ્તારપૂર્વત લખવું જરૂરી છે. કોઈપણ સંક્ષિપ્ત બાબતોનો ઉપયોગ ના કરવો જોઈએ. વસિયત લખતા સમયે તમામ બાબતો વિગતવાર લખવી જરૂરી છે. વસિયત લખતા સમયે ખુલાસો કરવો જરૂરી છે કે, તમે સંપૂર્ણરીતે ભાનમાં છો અને કોઈના આવેશમાં નથી. જેનાથી વિગતવાર માહિતી રજૂ કરતા સમયે તમે સંપૂર્ણપણે કંટ્રોલમાં હોવાનો ખ્યાલ આવે છે.

અસેટ આઈન્ટીફિકેશન (Asset Identification)


સંપત્તિનું વ્યાપકરૂપે નાણાકીય અને ભૌતિક વર્ગીકરણ કરો. એક લિસ્ટથી તમારી પાસે શું શું છે તે જાણવાનો પ્રયત્ન કરો. આ લિસ્ટમાં તમારા બેન્ક એકાઉન્ટ, લોકર, વીમા પોલિસી, શેરમાં રોકાણ, મ્યુચ્યુઅલ ફંડ અથવા બોન્ડ અને PPF તથા EPF જેવા રિટાયરફંડ શામેલ હોવા જરૂરી છે.

એક્ઝિક્યુટર (Executor)


તમારી વસિયત તમારા મૃત્યુ બાદ લાગુ થશે. આ કારણોસર વસિયતનું સફળતાપૂર્વક એક્ઝિક્યુશન થાય તે જોવા માટે તમે હાજર નહીં રહો. આ કારણોસર એક્ઝિક્યુટરે પોતાના મૃત્યુ બાદ વસિયતને એક્ઝિક્યુટ કરવા અને તેના આદેશોને લાગુ કરવાની જરૂરિયાત છે. તમારા નિધન બાદ વસિયતનો ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે એક્ઝીક્યુટર જવાબદાર છે. કન્ફ્યુઝન ક્રિએટ ના થાય તે માટે વસિયતમાં નામ, એડ્રેસ અને સંબંધનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ઉપરાંત વસિયતનું ધ્યાન રાખી શકે છે એવા વ્યક્તિને નિમવાની સલાહ આપવામાં આવે છે. આ વ્યક્તિ વસિયતને એક્ઝીક્યુટરની ઈચ્છા અનુસાર વસિયતને અમલમાં મૂકે છે.

આ પણ વાંચો: આ બે શેર પર બ્રોકરેજ ફર્મ્સ બુલિશ

લાભાર્થી (Beneficiaries)


પરિવારના સભ્યોના નામ લખો. આ મુશ્કેલ બાબત હોઈ શકે છે, કારણ કે તેના માટે તમારે સંબંધ, નાણા અને તમારા ઈમોશનને જોડવાના રહેશે. તેમના નામ લિસ્ટ કરતા સમયે તમારી વસિયતમાં તેમના ઉપનામની જગ્યાએ લાભાર્થીઓના આખા નામ લખવાની સલાહ આપવામાં આવે છે. નામની સાથે સાથે લાભાર્થીના એડ્રેસ, તેમની જન્મતારીખ અને લાભાર્થી સાથેના સંબંધનો ઉલ્લેખ કરવો જરૂરી છે. તમે સમજી વિચારીને તમારી સંપત્તિ તેને આપી શકો છો. આ પ્રકારે વસિયત બનાવતા સમયે તમારો આદેશ સ્પષ્ટ હોય સુનિશ્ચિત કરવું જરૂરી છે અને કોઈપણ પ્રકારની અસ્પષ્ટતા ના સર્જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જો કોઈપણ પ્રકારની અસ્પષ્ટતા સર્જાય તો તેનો ખોટો અર્થ કાઢવામાં આવી શકે છે. જરૂર પડે તો તમે નાણાકીય અને કાયદાકીય નિષ્ણાંતોની મદદ લઈ શકો છો.

સાક્ષી (Witnesses)


વસિયત તૈયાર થઈ જાય ત્યારબાદ ઓછામાં ઓછા બે લોકોએ સાક્ષી તરીકે સહી કરેલી હોવી જરૂરી છે. વસિયતમાં જેને લાભાર્થી બનાવવામાં આવ્યો છે, તેની સહી ના હોવી જોઈએ. સાક્ષી વસિયતને વાંચવા માટે હકદાર નથી. જ્યારે વસિયત બનાવવામાં આવે ત્યારે કાયદાકીય રીતે સાક્ષી હાજર હોવા જરૂરી છે. જેથી વસિયતની પ્રામાણિકતા પર કોઈ સવાલ ઊભા ના કરી શકે. વસિયતના દરેક પેજ પર વસિયત બનાવનારના હસ્તાક્ષર અને તારીખ હોવી જરૂરી છે. અંતિમ પેજમાં તમારા હસ્તાક્ષરની સાથે સાથે સાક્ષીના નામ અને એડ્રેસ હોવા જરૂરી છે.

આ પણ વાંચો: 48 પૈસાના શેરે આપ્યું છપ્પરફાડ રિટર્ન, 1 લાખ રૂપિયા બની ગયા 28 કરોડ 

વસિયત લખવાની સાથે સાથે સમયાંતરે તેની સમીક્ષા કરવી જરૂરી છે. તમારી વસિયતમાં તમારી સંપત્તિ તથા તારીખને લેટેસ્ટ અપડેટ સાથે અપડેટ કરતા રહેવું જરૂરી છે. આ પ્રકારે કરતા સમયે જૂની વસિયતને નષ્ટ કરવી જરૂરી છે. કારણ કે તેના કારણે કન્ફ્યુઝન ક્રિએટ થઈ શકે છે. તમારા મૃત્યુ બાદ વસિયતનો અમલ કરવામાં આવશે. તમારા મૃત્યુ બાદ તમારા પ્રિયજનો પર તોળાતા જોખમને તમારી વસિયતની મદદથી દૂર કરવામાં આવશે. આ કારણોસર વસિયત બનાવતા સમયે તમામ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Family, Property, કાયદો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन