Home /News /business /Home loan: હોમ લોન લેતા પહેલા આટલી બાબતોનું ધ્યાન રાખજો, થશે ફાયદો જ ફાયદો

Home loan: હોમ લોન લેતા પહેલા આટલી બાબતોનું ધ્યાન રાખજો, થશે ફાયદો જ ફાયદો

Do's Don'ts For Buying A Housing Loan: RBIની ગાઈડલાઈન અને બેંક અથવા હાઉસિંગ ફાઈનાન્સ કંપનીના નીતિ નિયમો અનુસાર મિલકતનાં 75 થી 90 ટકા રકમની લોન આપવામાં આવતી હોય છે.

Do's Don'ts For Buying A Housing Loan: RBIની ગાઈડલાઈન અને બેંક અથવા હાઉસિંગ ફાઈનાન્સ કંપનીના નીતિ નિયમો અનુસાર મિલકતનાં 75 થી 90 ટકા રકમની લોન આપવામાં આવતી હોય છે.

મુંબઈ: પોતાનું ઘર (Buy home) ખરીદવું દરેક સામાન્ય માણસનું સપનું હોય છે. લોકો મને છે કે, નાનું હોય કે મોટું પણ ઘર પોતાનું હોવું જોઈએ. હવે સામાન્ય માણસના ઘર ખરીદવાનું આ સપનું સરળતાથી પૂર્ણ થઈ શકે છે. અત્યારે એક કે બે નહીxં પણ કેટલીય અલગ અલગ બેંક હોમલોન માટે અત્યારસુધીના સૌથી ઓછા વ્યાજદર (Lowest Home Loan Interest Rate) વાળી લોન ઓફર કરી રહી છે. તહેવારોની આ સિઝનમાં બેંકો તરફથી પ્રોસેસિંગ ફી (Processing fees) પણ માફ કરવામાં આવી છે. એટલે કે, જો તમે અત્યારે લોન માટે અપ્લાય કરો છો તો તમારે કોઈ પ્રોસેસિંગ ફી ભરવાની રહેશે નહીં. પ્રતિ લાખ રુપિયા પર માત્ર 650થી 700 રુપિયા જેટલી ઈએમઆઈ (EMI) ભરવાની રહેશે. પગારદાર અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ધરાવતા લોકો માટે આવી હોમ લોન ઘણી જ રાહતરૂપ છે.

આ તમામ ઑફરો સાથે કોઈ એક બેંકની પસંદગી પણ બાયર્સ માટે સરળ નથી. આજે અહીં અમે આપને એવા કેટલિક વાતો જણાવીશું જે તમને હોમલોન લેતી વખતે નિર્ણય લેવામાં મદદરૂપ બનશે.

હોમ લોન અંગે આટલું જાણવું જરૂરી

સરળ ભાષામાં કહીએ તો હોમલોન એટલે ઘર ખરીદવા, બનાવવા અથવા તો ઘરને રિનોવેટ કરાવવા માટે બેંક કે નાણાકીય સંસ્થા દ્વારા આપવામાં આવતી લોન. તમે બેંક અથવા હાઉસિંગ ફાઈનાન્સ કંપનીમાંથી 10 થી 30 વર્ષ માટેની અફોર્ડેબલ ઈએમઆઈ વાળી હોમલોન લઈ શકો છો. હોમલોનમાં કોઈ પણ પ્રી-પે ચાર્જ અને ફોરક્લોઝર હોતા નથી. આ સાથે જ તેની ચૂકવણીમાં ફ્લેક્સીબિલીટી આપવામાં આવે છે.

RBIની ગાઈડલાઈન અને બેંક અથવા હાઉસિંગ ફાઈનાન્સ કંપનીના નીતિ નિયમો અનુસાર મિલકતનાં 75 થી 90 ટકા રકમની લોન આપવામાં આવતી હોય છે. જેને લોન ટુ વેલ્યુ રેશિયો (loan to value ratio) કહેવામાં આવે છે. આ સિવાયની બાકીની રકમ ડાઉન પેમેન્ટ તરીકે લોન લેનાર વ્યક્તિએ ડાઉન પેમેન્ટના રૂપે જાતે ચૂકવવાની રહે છે. લોન પર વ્યાજદર, લોનની મુદ્દત વગેરે બાબતો લોન લેનારનાં રિસ્ક પ્રોફાઈલ, આવક અને ચુકવણી કરવાની ક્ષમતા પર આધારિત હોય છે.

આ સાથે જ લોન લેનાર વ્યક્તિ કલમ 80C અને 24 હેઠળ ટેક્સ બેનિફિટ મેળવવાને પાત્ર બને છે. લોન રિપેમેન્ટ બેનિફિટ જોતા સૌથી ઉચ્ચતમ ટેક્સ સ્લેબમાં ન્યૂનતમ વ્યાજદર વાર્ષિક 5 ટકા આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: બેંક ખાતામાં મારી પાસે ₹5 લાખ છે, મારે હોમલોનની ચુકવણી કરવી કે પછી સ્ટોકમાં રોકાણ કરવું?

ઓછા વ્યાજદર સાથે આ બાબતોનુ પણ રાખો ધ્યાન

હોમલોન લેતી વખતે માત્ર ઓછા વ્યાજદરને ધ્યાનમાં ન રાખવું. ઓછા વ્યાજદરની સાથે અન્ય બાબતોને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. વ્યાજદરની ગણતરી રિડ્યુસિંગ બેલેન્સ મેથડથી કરવામાં આવતી હોય તેવી જગ્યાએથી હોમલોનની પસંદગી કરવી. આવું કરવાથી હોમલોનની દરેક ઈએમઆઈની ચૂકવણી સાથે વ્યાજપાત્ર રકમમાં ઘટાડો થશે, જેનાં લાભ સ્વરૂપે તમારે ઓછું વ્યાજ ચૂકવવાનું રહેશે.

મહિલાના નામે અરજી

જો કોઇ મહિલા દ્વારા હોમલોન લેવામાં આવે તો તેણીને વ્યાજદર પર 5 બેઝિસ પોઈન્ટનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જો તમે પણ હોમલોન માટે અરજી કરવાનું વિચારી રહ્યાં છો તો કો-બોરોવર તરીકે મહિલાને રાખવી હિતાવહ છે. મોટાભાગની બેંક અને હાઉસિંગ ફાઈનાન્સ ફ્લોટિંગ રેટ પર હોમલોન આપે છે, જેમાં બેંચમાર્ક રેટની સાથે ફેરફાર આવતો રહે છે. અહીં તમારે ફિક્સ રેટ અથવા ફ્લોટિંગ રેટમાંથી નક્કી કરવું તે અઘરી બાબત નથી, પણ સમગ્ર લોનની મુદ્દત દરમિયાન જે વ્યાજની રકમ ચૂકવવાની રહે છે તે ઓછી હોય તે બાબતનું ધ્યાન રાખવું. આવું કરવું ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

છેલ્લા 15 વર્ષનાં સમયગાળા પર નજર કરીએ તો હાલનાં વ્યાજદર 15 વર્ષમાં સૌથી ઓછા છે, આ સાથે જ નજીકના ભવિષ્યમાં વ્યાજદરોમાં નજીવો વધારો થવાની શક્યતા છે.

આ પણ વાંચો: શું તમે પણ ઘર લેવા માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો? તો આ વાતોનું રાખો ખાસ ધ્યાન

પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જીસ

ફ્લોટિંગ રેટ ધરાવતી હોમલોનમાં કોઈ રિપેમેન્ટ ચાર્જીસ હોતા નથી, પણ અહીં લોન આપનાર બેંક કે હાઉસિંગ ફાઈનાન્સ સમય મર્યાદા અને અને રિપેમેન્ટની રકમ નક્કી કરી શકે છે. ફિક્સ વ્યાજદર વાળી હોમલોન પર પ્રી પેમેન્ટ કરવા પર ચાર્જ વસૂલવામાં આવે છે. તેથી જ્યારે પણ તમે હોમલોન લેવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરો તે પહેલા આ તમામ ટર્મ અને કંડિશન્સ જાણી લેવા જરૂરી છે.

લોન આપનાર સંસ્થા મિલ્કતની કિંમતનુ મૂલ્યાંકન કરવા માટે ખર્ચ કરતી હોય છે. આ ખર્ચના બદલામાં જે પણ રકમની લોન મંજૂર થઈ હોય તે રકમનાં 0.25 ટકાથી લઈને 1 ટકા સુધી પ્રોસેસિંગ ફી અને એડમિનિસ્ટ્રેટીવ ચાર્જીસ વસૂલવામાં આવે છે. તેથી માત્ર ઓછા વ્યાજ દરને ધ્યાનમાં લીધા સિવાય તમારે પ્રોસેસિંગ ફી, ફ્રીક્લોઝર ચાર્જ, લેટ પેમેન્ટ પેનલ્ટી અને એડમિનિસ્ટ્રેશન કોસ્ટ વગેરે બાબતોને પણ અચૂક ધ્યાનમાં લેવી જોઈએ.

લોનની મુદ્દત અને EMIનો સમયગાળો

ખાનગી અને જાહેર બંને પ્રકારની બેંક અને હાઉસિંગ ફાઈનાન્સ દ્વારા વધુમાં વધુ 20થી 30 વર્ષના સમયગાળા માટેની લોન આપવામાં આવે છે. ભલે તમને આટલા લાંબા સમયગાળા માટેની લોનનો વિકલ્પ મળી રહેતો હોય પણ વધુ પડતા લાંબા સમયગાળા માટેની હોમલોન ન લેવાની સલાહ આપવામાં આવે છે. વધુમાં વધુ 10 થી 15 વર્ષનાં સમયગાળા માટેની હોમલોન લેવી હિતાવહ છે. જેટલી લાંબી લોનની મુદ્દત હશે તેટલું વધારે વ્યાજ ચુકવવું પડશે. તેથી જો વધુ લાંબા સમય માટેની લોન લેવામાં આવે તો તે વધુ મોંધી પડી શકે છે.

રુપિયા 50 લાખની લોનમાં 6.5 ટકાના વ્યાજદરે અલગ અલગ વર્ષો પ્રમાણે કેટલી રકમ ચૂકવવાને પાત્ર થાય છે તે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ.

આ પણ વાંચો: હોમ લોન પર ઘર ખરીદવાથી આવી રીતે મળે છે ટેક્સ બેનિફિટ્સ, અહીં જાણો બધું જ

>> જો 50 લાખની લોન 6.5 ટકાના વ્યાજદર પર 10 વર્ષ માટે રૂ. 56774નાં ઈએમઆઈ પર લેવામાં આવે તો તેના પર 18,12,879 રૂપિયા વ્યાજ ભરવા પાત્ર થાય છે.

>>જો 50 લાખની લોન 6.5 ટકાના વ્યાજદર પર 15 વર્ષ માટે રૂ. 43,555નાં ઈએમઆઈ પર લેવામાં આવે તો તેના પર 28,39,967 રૂપિયા વ્યાજ ભરવા પાત્ર થાય છે.

>>જો 50 લાખની લોન 6.5 ટકાના વ્યાજદર પર 20 વર્ષ માટે રૂ. 37,279નાં ઈએમઆઈ પર લેવામાં આવે તો તેના પર 39,46,879 રૂપિયા વ્યાજ ભરવા પાત્ર થાય છે.

>> જો 50 લાખની લોન 6.5 ટકાના વ્યાજદર પર 25 વર્ષ માટે રૂ. 33,760નાં ઈએમઆઈ પર લેવામાં આવે તો તેના પર 51,28,100 રૂપિયા વ્યાજ ભરવા પાત્ર થાય છે.

ઓવરડ્રાફ્ટ ફેસેલિટી

હોમલોન લેતી વખતે ઓવરડ્રાફ્ટએ હોમલોનનું વ્યાજ ઘટાડવા માટે સારો વિકલ્પ છે. ઓવરડ્રાફ્ટમાં હોમલોન કરતા સામાન્ય વધુ હોય તેવો વ્યાજદર હોય છે. તેમ છતા સરપ્લસ હોય તેવા લોકો માટે આ સારો વિકલ્પ બની રહે છે. અહીં હોમલોનમાં જે રકમ બાકી રહેતી હોય તે રકમ પર જ વ્યાજ વસૂલવામાં આવે છે. SBI Maxgain, Axis Bank Super-Saver, HSBC Smart Home અને Citibank Home Credit વગેરે જાણીતા હોમલોન પ્રોડક્ટ્સ છે.

હોમલોન વીમો

હોમલોન વીમો ફરજીયાત બાબત નથી પણ તે છતા હવે લોકોમાં હોમલોન સાથે મિલકત વીમો લેવાનું ચલણ વધ્યું છે. હોમલોન વીમો લોન લેનાર અને આપનાર બન્ને માટે સારો વિકલ્પ બની રહે છે. આ વીમો કોઈ પણ વીમા કંપની પાસેથી ખરીદી શકાય છે. પ્રોપર્ટી વીમો આગ, પૂર અને ભૂકંપ જેવી આફતોની સામે રક્ષણ આપે છે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ શેરમાં આશીષ કચોલિયાએ કર્યું રોકાણ

વધુમાં જો કોઈ સંજોગોમાં લોન લેનાર વ્યક્તિનું મોત થાય અને લોનની ચૂકવણી બાકી હોય તો આવા કિસ્સામાં વીમા કંપની દ્વારા લોનની ચૂકવણી કરવામાં આવતી હોય છે. પરિવારની સુરક્ષા અને આવી પરિસ્થિતીઓને પહોંચી વળવા માટે યોગ્ય વીમાની પસંદગી કરવી જોઈએ.

હોમ લોન લોંગ ટર્મ કમિટમેન્ટ છે, તેથી જો તમે હોમલોન લેવાનો વિચાર કરી રહ્યાં છો તો ઓછા વ્યાજદરની સાથે ઉપર જણાવેલા તમામ મુદ્દાઓ ધ્યાનમાં લેવા જરૂરી છે. સાથે જ લોન આપનાર સંસ્થાએ લોન લેનાર વ્યક્તિની જરૂરીયાતો અને સ્થિતીને ધ્યાનમાં લેવી જોઈએ.
First published:

Tags: Emi, Home, Interest, હોમ લોન