Home /News /business /Car loan લેતી વખતે આટલી ભૂલો બિલકૂલ ન કરો, આ બાબતોનું રાખો ધ્યાન

Car loan લેતી વખતે આટલી ભૂલો બિલકૂલ ન કરો, આ બાબતોનું રાખો ધ્યાન

નવી બલેનો 2022

Car Loan: શું તમે પણ કાર ખરીદવા માટે કાર લોન લેવાનું વિચારી રહ્યા છો? જો હા તો અહીં અમે તમને કેટલિક માહિતી આપી છે, જેનાથી લોન લેતી વખતે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું તેની માહિતી મળી રહેશે.

  મુંબઈ: તાજેતરમાં ભારતીય બજારમાં અનેક નવી કાર લોંચ થઈ છે. જેમાં ટાટા મોટર્સ (Tata Motors)ની બે સીએનજી કાર અને મારુતિ સુઝુકી (Maruti Suzuki New Baleno)ની નવી બલેનો પણ સામેલ છે. દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે પોતાની સપનાની કાર ખરીદે. જોકે, આ માટે તમામ પૈસા નાણાની વ્યવસ્થા નથી હોતી. આથી તેઓ કારની ખરીદી માટે કાર લોનનો સહારો લેતા હોય છે. કાર લોન માટે વ્યાજનો દર બેંક કે NBFC મુજબ અલગ અલગ હોય છે. વ્યાજદર 7.10 ટકાથી 9% સુધી હોય શકે છે. અહીં એ પણ નોંધવું રહ્યું કે, બેંક અથવા નાણાકીય સંસ્થાની વેબસાઇટ પર આપવામાં આવેલા વ્યાજના દર દરેક અરજદાર માટે સમાન હોતા નથી.

  કાર લોન આપનાર જે રીતે માપદંડો ધ્યાનમાં રાખી લોન નક્કી કરે છે, તે જ રીતે લોન લેનાર વ્યક્તિએ પણ ખૂબ જ પારખીને લોન લેવી જરૂરી છે. આજે અહીં કાર લોન લેતા સમયે શું કરવું અને શું કરવું તે અંગેની જાણકારી આપવામાં આવી છે.

  કાર લોન માટે આટલી વાતનું ધ્યાન રાખો:

  1) વ્યાજદર

  કાર લોન લેતા પહેલા બજારમાં વિવિધ બેંકો દ્વારા ઓફર થતા વિવિધ વ્યાજદર પર નજર નાખો. કાર લોનમાં એક ટકા જેટલો તફાવત પણ તમારી લોનને અસર કરી શકે છે.

  2) છૂપા ખર્ચ અને ચાર્જ

  ઘણી વખત કાર લોન ઓછા વ્યાજે તો ઑફર થાય છે, પણ તેમાં છૂપા ખર્ચ અને ચાર્જ ખૂબ તોતિંગ હોવાથી અંતે લોન લેનારને ઓછા વ્યાજનો લાભ મળતો નથી. પ્રોસેસિંગ ફી તરફ ધ્યાન આપો. અલગ અલગ બેંક કે NBFCની પ્રોસેસિંગ ફી અલગ અલગ હોય છે. ગ્રાહક પાસે કેટલાક ચાર્જ વસુલાય છે. જેમાં પ્રોસેસિંગ ફી, ડોક્યુમેન્ટેશન ચાર્જ, ક્રેડિટ રિપોર્ટ ચાર્જ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ કલેક્શન ચાર્જ, સ્ટેમ્પ ડ્યુટી, લેટ પેમેન્ટ ચાર્જ, રિપેલિશન શિડ્યુલ ચાર્જ, લોન કેન્સલેશન ચાર્જ, સ્વેપ ચાર્જ, બાઉન્સ ચાર્જ વગેરેનો સમાવેશ થાય છે. લોન લેતા પહેલા આ બધા જ ચાર્જ જાણી લેવા જોઈએ.

  3) સ્પેશિયલ ઑફર

  દિવાળી કે અન્ય કોઈ તહેવારો દરમિયાન અથવા પ્રસંગોપાત બેંક દ્વારા કાર લોનની પ્રોસેસિંગ ફી કે વ્યાજ બાબતે સ્પેશિયલ ઓફર ચલાવવામાં આવતી હોય છે. આવી સ્થિતિમાં સ્પેશિયલ ઓફર ચાલતી હોય તો તેનો લાભ લઇ શકાય છે.

  4) પ્રીપેમેન્ટ અંગે ચોખવટ કરી લો

  પ્રીપેમેન્ટ ચાર્જ કેટલો છે? તે પ્રશ્ન લોન લેનાર દરેક વ્યક્તિને થવો જોઈએ. ઘણી બેંકો સમય પહેલા લોન પુરી કરવા ઇચ્છુક પાસેથી પ્રીપેમેન્ટ ચાર્જ, ફોર્ક્લોઝર ચાર્જ અને અન્ય ફી વસૂલે છે. તમારે આવા ચાર્જનું પ્રમાણ ઓછું હોય તેવી બેંક પસંદ કરવી જોઈએ. ઘણી બેંકો લોન મંજૂર કર્યાના બે વર્ષ પછી ફોર્ક્લોઝર ચાર્જ વસૂલતી નથી.

  અહીં ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ફિક્સ વ્યાજ દરની કાર લોન માટે પ્રીપેમેન્ટ ચાર્જ 4% થી 6% સુધીનો હોય શકે છે. RBIની માર્ગદર્શિકા મુજબ કોઈ પણ ધિરાણકર્તા વ્યાજના ફ્લોટિંગ રેટમાં કાર લોન માટે પ્રીપેમેન્ટ માટે ચાર્જ લઈ શકે નહીં.

  5) પરવડે એટલો જ હપ્તો રાખવાનો પ્રયત્ન કરો

  કાર લોન લીધા બાદ માસિક હપ્તો ચૂકવવાનો હોય છે. તમારા ઇએમઆઈની ગણતરીમાં લોનની રકમ, વ્યાજનો દર અને લોનનો કાર્યકાળ હોય છે. લોન લેતા પહેલા કેટલી રકમ સુધી હપ્તા પોસાય શકે તેનો અંદાજ લગાવવો જરૂરી છે. આ હિસાબ કરતી વખતે પહેલેથી ચાલતા અન્ય લોનના હપ્તા, વીમા પ્રીમિયમ અને અન્ય ચોક્કસ માસિક ખર્ચ પર વિચાર કરવો જોઈએ. ફાઇનાન્સના તજજ્ઞોના મતે તમારી કાર લોન ઇએમઆઈ તમારી માસિક આવકના 20 ટકાથી વધુ ન હોવી જોઈએ.

  આ પણ વાંચો: Maruti Suzuki Baleno: મારુતિ સુઝુકીની બલેનો 2022 લૉંચ, જાણો કિંમત અને ફીચર્સ વિશે

  કાર લોન લેવામાં આ ભૂલ ન કરો:

  1) ક્ષમતાથી વધુ લોન માટે એપ્લાય ન કરો

  તમારી લોન ચૂકવવાની ક્ષમતા કરતા વધુ લોન માટે એપ્લાય કરવું જોઈએ નહીં. આવું કરવાથી બેંક તેમારી અરજી ફગાવી શકે છે અને અરજી ફગાવવાથી તમારા ક્રેડિટ સ્કોર પર પણ અસર થઈ શકે છે.

  2) કાર લોનમાં લાંબી મુદત પસંદ ન કરવી

  મોટાભાગે કાર લોન લેનાર લોકોમાં આ ભૂલ સામાન્ય હોય છે. તેઓ લાંબી મુદતની લોન લઈ લે છે. આમ તો લાંબા સમય ગાળા માટે લોન લેવાનો અર્થ ઓછો હપ્તો થાય છે, પરંતુ એકંદરે તમે વ્યાજની દ્રષ્ટિએ વધુ ચૂકવણી કરો છો. જેથી લાંબી મુદતની લોન પસંદ ન કરો.

  3) લોન માટે માત્ર ડીલરશિપ પર આધાર ન રાખવો

  ઘણી વાર લોકો કાર લોન લેવાની ઉતાવળમાં માત્ર ડીલરશિપ પર આધાર રખતા હોય છે. સામાન્ય રીતે ડીલરશિપમાંથી ઓફર થતી લોનમાં વ્યાજદર ઊંચા પણ હોય શકે છે. જેથી અલગ અલગ વિકલ્પની તપાસ કરો.

  આ પણ વાંચો: New Baleno કારની આ કાર્સ સાથે સીધી સ્પર્ધા, જાણો નવી બલેનો તેના સ્પર્ધકોને કઈ રીતે આપશે ટક્કર

  4) ઝીરો ડાઉન પેમેન્ટનો વિકલ્પ પસંદ ન કરો

  પહેલી નજરે ઝીરો ડાઉન પેમેન્ટ વધુ આકર્ષક લાગે છે. પણ તેના કારણે તમારા પર લોનનું ભારણ વધી શકે છે. માસિક હપ્તો અને વ્યાજ આઉટફ્લોમાં વધારો થઈ શકે છે. એક રીતે આવી સ્કીમમાં અનુકૂળતા હોય પણ પાછળથી વધુ ખર્ચ થઈ જાય છે. જેથી ઝીરો ડાઉન પેમેન્ટનો વિકલ્પ પસંદ ના કરો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Automobile, Bank, Loan, આરબીઆઇ, કાર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन