આ મહિલા એક નાનો Idea લગાવી કમાય છે કરોડો

News18 Gujarati
Updated: November 18, 2019, 4:28 PM IST
આ મહિલા એક નાનો Idea લગાવી કમાય છે કરોડો
આ મહિલા એક નાનો Idea લગાવી કમાય છે કરોડો

તે પોતાના અધ્યાપનના વ્યવસાયને છોડી આ ક્ષેત્રમાં આવી હતી. પરંતુ, આજે તેમને આ નિર્ણય પર કોઈ પછતાવો નથી, પરંતુ ખુશી છે.

  • Share this:
રૂચિ ગુપ્તાને અથાણા બનાવવાનો ખુબ શોખ હતો અને પાડોશમાં સંબંધિઓમાં તેમના હાથના બનેલા અથાણાની ભારે માંગ રહેતી હતી. રૂચિને આનાથી સારી એવી આવક પણ રહેતી હતી. પરંતુ, તેમણે ક્યારે સપનામાં પણ નહોતુ વિચાર્યું કે, તેમનો આ શોખ તેમને એક સફળ મહિલા બિઝનેસમેન બનાવી દેશે. ઘર જેવું અથાણુ.. બનાવનારી કંપની ડિવાઈન બાઈટ્સ એન્ડ પિકલ્સ આજે નાના ઉદ્યોગનું રૂપ લઈ ચુકી છે, અને રૂચિ ગુપ્તાએ પોતાની આ કંપનીમાં મોટાભાગના કામ માટે મહિલાઓને જ રોજગારી આપી છે.

એસિડ વગર અને ખતરનાક રસાયણ વગર જ ફળ અને શાકભાજીનું સંરક્ષણ
તે પોતાના અધ્યાપનના વ્યવસાયને છોડી આ ક્ષેત્રમાં આવી હતી. પરંતુ, આજે તેમને આ નિર્ણય પર કોઈ પછતાવો નથી, પરંતુ ખુશી છે. રૂચિની મહિલા બિઝનેસમેન બનવાની કહાની કોઈ સપનું સાચુ થવા જેવી છે. તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ખાદી એને ગ્રામોદ્યોગ આયોગમાં ફળ અને શાકભાજી પ્રસંસ્કરણ અને સંરક્ષણ કોર્સમાં દાખલો લઈ એસિડ અને કતરનાક રસાયણ વગર ફળ-શાકભાજીના સંરક્ષણની પદ્ધતી શીખી.

અહીંથી થઈ ઉદ્યોગપતિ બનવાની કહાની
અહીંથી રૂચિના સપના સાકાર થવાનું શરૂ થયું. સુક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યમ મંત્રાલય દ્વારા આયોજિત એક મેળામાં તેમની મુલાકાત વોલમાર્ટ ઈન્ડિયાના અધિકારીઓ સાથે થઈ અને ત્યારબાદ તેમણે પાછળ વળીને નથી જોયું. બાદમાં તે વોલમાર્ટના વીમેન એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપ પ્રોગ્રામ સાથે જોડાઈ ગઈ.

ટ્રેડ ફેયર સુધી પહોંચે છે તેમની પ્રોડક્ટકાર્યક્રમ વિશે રૂચિ કહે છે કે, વ્યાપારી સહયોગીઓ અને સંરક્ષકો સાથે કામ કરવાથી મારી અંદર એક નવો વિશ્વાસ પેદા થયો. જ્યાં પહેલા હું મારી સમાજ અને પાડોશીઓને અથાણુ વેચતી હતી, તે પ્રોડક્ટો હવે ટ્રેડ ફેયર સુધી પહોંચી ગયા છે. રૂચિ હાલમાં ફ્લિપકાર્ટને પોતાના બનાવેલા અથાણા વેચી રહી છે.

એક પ્રશ્નના જવાબમાં તે કહે છે કે, બજારમાં મહિલાએ માટે ઘણી સંભાવનાઓ છે. આવી જ એક કહાની પ્રિયંકા મહેતાની છે. તે પોતાના નાના ઘરમાં સામાનને સાચવીને રાખવાની પરેશાનીથી તેને આઈડીયા આવ્યો કે, બજારમાં હોમ સ્ટોરેજ ઉત્પાદનો બજારમાં ઉતારવાની જરૂરત છે.
First published: November 18, 2019, 4:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading