Home /News /business /કદાચ તમને નહીં ખબર હોય, આ ટોચની 20 કંપનીઓના માલિક છે જાણીતા સેલિબ્રિટીઝ
કદાચ તમને નહીં ખબર હોય, આ ટોચની 20 કંપનીઓના માલિક છે જાણીતા સેલિબ્રિટીઝ
આ કંપનીઓના માલિક છે જાણિતા સ્ટાર્સ
ઘણા કલાકારો આવકના કોઈ એક સ્ત્રોત પર નિર્ભર રહેવા માંગતા નથી. તેઓ પોતાના પૈસા સારી જગ્યાએ રોકવા પણ ઈચ્છે છે. આ સાથે ઘણા પોતાનો બિઝનેસ શરૂ કરે છે. આજે વિશ્વમાં આવા ઘણા સેલિબ્રિટી છે, જેઓ કરોડો રૂપિયાનો બિઝનેસ પણ સંભાળે છે.
ઘણા કલાકારો આવકના કોઈ એક સ્ત્રોત પર નિર્ભર રહેવા માંગતા નથી. તેઓ પોતાના પૈસા સારી જગ્યાએ રોકવા પણ ઈચ્છે છે. આ સાથે ઘણા પોતાનો બિઝનેસ શરૂ કરે છે. આજે વિશ્વમાં આવા ઘણા સેલિબ્રિટી છે, જેઓ કરોડો રૂપિયાનો બિઝનેસ પણ સંભાળે છે. અહી તેમના અંગે જાણકારી આપવામાં આવી છે.
જેસિકા અલ્બા (Jessica Alba)- ધ ઓનેસ્ટ કંપની
જેસિકા અલ્બાએ વર્ષ 2012માં બાળકને જન્મ આપ્યા બાદ ઓનેસ્ટ કંપનીની સ્થાપના કરી હતી. બાળકના જન્મ બાદ જેસિકા અલ્બાને બેબી પ્રોડક્ટમાં વપરાતા કેમિકલ વિશે ચિંતા થવા લાગી હતી. આ કંપનીનું મૂળ નામ લવ એન્ડ ઓનર છે. આ કંપનીએ પહેલા વર્ષમાં 17 પ્રોડક્ટ રજૂ કરી હતી અને US$10 મિલિયનનું વેચાણ કર્યું હતું. આ કંપનીએ શરૂઆતમાં નાણાકીય બાબતોને લઈને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ કંપની હાલમાં ઈકો ફ્રેન્ડલી ડાયપર્સ, કોસ્મેટીક્સ, હોમ ક્લિનિંગ પ્રોડક્ટ સહિત બેબી અને હોમ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે અને આ કંપનીનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે.
માર્ક વાહ્લબર્ગ (Mark Wahlberg) વાહ્લબર્ગર્સ
માર્ક વાહ્લબર્ગ ઓસ્કાર નોમિનેટેડ અભિનેતા છે. તેના મોટાભાઈનું નામ પૌલ વાહ્લબર્ગ છે અને તે શેફ છે. માર્ક વાહ્લબર્ગે તેના ભાઈ અને સિંગર ડોની વાહ્લબર્ગ સાથે વર્ષ 2011માં માસાચુએટ્સના હિંઘમમાં સૌથી પહેલું રેસ્ટોરન્ટ ઓપન કર્યું હતું. રિયાલિટી શો ધ વાહ્લબર્ગર્સ સાથે આ રેસ્ટોરન્ટને ખૂબ જ નામના મળી હતી. જેથી ઓક્ટોબર 2019 સુધીમાં વાહ્લબર્ગ પરિવાર US સહિત વિદેશોમાં 34 રેસ્ટોરન્ટ ચલાવવા લાગ્યો હતો.
કાર્લી ક્લોસ (Karlie Kloss) કાર્લીસ કુકીઝ
સુપરમોડલ કાર્લી ક્લોસે વર્ષ 2012માં મિઠાઈની બ્રાન્ડ બનાવી હતી, આ કંપનીમાં કુકીઝ બનાવવામાં અને તેનું વેચાણ કરવામાં આવે છે. સેલિબ્રિટી શેફ ક્રિસ્ટીન તોસીની ફેમસ બેકરી ચેઈન મિલ્ક બારના માધ્યમથી કુકીઝ બનાવવામાં આવે છે અને વેચવામાં આવે છે. કુકીઝ મર્યાદિત વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે, જેમાં ડેરી પ્રોડક્ટ, ઈંડાનો ઉપયોગ કરવામાં આવતો નથી.
ડેન અયક્રોય્ડ (Dan Aykroyd) ક્રિસ્ટલ હેડ વોડકા
ઘોસ્ટબસ્ટર્સ સ્ટાર ડેન અયક્રોય્ડ અને આર્ટિસ્ટ જોહ્ન એલેક્ઝેન્ડરે વર્ષ 2007માં ક્રિસ્ટલ હેડ વોડકાની સ્થાપના કરી હતી. ક્રિસ્ટલ હેડ વોડકાની બોટલ સ્કલ શેપ અને તેના ટેસ્ટના કારણે ખૂબ જ ફેમસ છે. ઓંટારિયોમાં આ પ્રોડક્ટને શરૂઆતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. ઓંટારિયોના લિકર કંટ્રોલ બોર્ડ ઓન્ટારિયા આ બોટલને બેડ ટેસ્ટ તરીકે ઓળખે છે. વર્ષ 2011માં આ દારૂને વેચવાની મંજૂરી આપવામાં આવી હતી. આ બ્રાન્ડે દેશ વિદેશની પ્રતિયોગિતામાં અનેક પુરસ્કાર જીત્યા છે.
ડ્રૂ બેરીમોર (Drew Barrymore) ફ્લાવર બ્યુટી
વર્ષ 2013માં સંટા ક્લેરિટા ડાયટ સ્ટાર ડ્રૂ બેરીમોરે ખૂબ જ વ્યાજબી કિંમતે ક્રુઅલ્ટી ફ્રી બ્યુટી લાઈન પ્રોડક્ટ રજૂ કરી હતી. શરૂઆતના સમયમાં આ પ્રોડક્ટ માત્ર અમેરિકાના વોલમાર્ટ સ્ટોરમાં ઉપલબ્ધ હતી. હવે આ પ્રોડક્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે વેચવામાં આવે છે.
આર્મેય હેમર (Armie Hammer) BIRD બેકરી
કોલ મી બાય યોર નેમ સ્ટારની આર્મેય હેમરે વર્ષ 2012માં તેની તત્કાલિન પત્ની એલિઝાબેથ ચેમ્બર્સ સાથે સૈન એંટોનિયોમાં આવેલ BIRD બેકરીની શરૂઆત કરી હતી. આ બેકરીના મેનૂમાં સેન્ડવિચ, પાઈસ, કુકીઝ અને કેક શામેલ છે. આ બેકરી દલ્લાસ અને ડેન્વરમાં આવેલી છે.
બેયોન્સ (Beyoncé)- ઈવી પાર્ક ક્લોધિંગ
ટોપશોપના માલિક સર ફિલિપ ગ્રીનના સહયોગથી વર્ષ 2016માં પોપ સ્ટાર બેયોન્સે એથ્લેટીક અને એપરલ બ્રાન્ડ ઈવી પાર્કની શરૂઆત કરી હતી. જેનો ઉદ્દેશ્ય મહિલાઓની બોડી કોઈપણ પ્રકારની હોય પરંતુ, મહિલાઓને રમત ગમતના માધ્યમથી મહિલાઓને સશક્ત કરવાનો હતો. બેયોન્સની અન્ય બીજી કંપની પણ છે, જેનું નામ 22 ડેઝ ન્યુટ્રીશન છે. આ કંપનીનું નિર્માણ ટ્રેનર માર્કો બોર્ગેસ સાથ કરવામાં આવ્યું હતું.
ટેનિસ પ્લેયર મારિયા શારાપોવાએ વર્ષ 2012માં સુગરપોવા કેન્ડીની સ્થાપના કરવામાં આવી હતી. ખૂબ જ ટૂંક સમયમાં આ બ્રાન્ડની પ્રોડક્ટમાં ચોકલેટ, ગુમબલ્સ અને ટ્રફલ્સ શામેલ કરવામાં આવી છે. મારિયા શારાપોવાની આ કંપનીમાં પ્રાકૃતિક અને નોન-GMO વસ્તુઓથી પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે. 22 દેશોમાં આ કંપનીની પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવે છે.
જેની સેયમોર (Jane Seymour)- ઓપન હાર્ટ્સ જ્વેલરી
વર્ષ 2008માં ડૉ.મેડિસિન વુમન સ્ટાર જેની સેયમોરે ઓપન હાર્ટ્સ જ્વેલરી કલેક્શન લોન્ચ કર્યું હતું. સેયમોરની પેઈન્ટીંગ પરથી આ જ્વેલરીના ભાગરૂપે આ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. આ જ્વેલરી જેની સેયમોરે ડાન્સિંગ વિથ ધ સ્ટાર્સમાં પોતાના શો માટે બનાવી હતી. તે સમયે તેમની મુલાકાત સ્ટર્લિંગ જ્વેલર્સના CEO સાથે થઈ હતી, તેમણે તાત્કાલિક આ જ્વેલરીને માર્કેટમાં રજૂ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. ઓપન હાર્ટ્સ જ્વેલરી કલેક્શનમાં 14 હજાર સોનાની અને 400થી વધુ ચાંદીની વસ્તુ છે. આ પ્રોડક્ટ કેનેડા અને યુનાઈટેડ કિંગડમમાં પણ વેચવામાં આવે છે.
કાયલે મેકલાચલાન (Kyle MacLachlan) બિઅર વાઈન
ટ્વિન પીક્સ સ્ટાર કાયલે મેકલાચલાને વોશિંગ્ટનના વાઈનમેકર એરિક ડનહમના વાલ્લા વાલ્લા સાથે વર્ષ 2005માં કેબરનેટ બિઅર વાઈનની સ્થાપના કરી હતી. કાયલે મેકલાચલાનનની કંપની બેબી બિઅર નામની સિરાહ અને બ્લશિંગ બેર નામના ગુલાબનું ઉત્પાદન કરે છે.
ધ વેમ્પાયર સ્લેયર સ્ટાર સારાહ મિશેલ ગેલરે તેમના મિત્રો ગેલિટ લાઈબો અને ગ્રેગ ફ્લિશમેન સાથે વર્ષ 2015માં જંક ફ્રી બેકિંગ કંપની ફૂડસ્ટીરની સ્થાપના કરી હતી. જે પરિવારો હંમેશા બિઝી રહે છે અને ઘરે નાશ્તો અથવા કુકીઝ બનાવી શકતા નથી, તે લોકો માટે આ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. આ કંપનીમાં કુકીઝ અને મફિન્સ જેવા પેકેજ્ડ નાસ્તાનો સમાવેશ થાય છે. 8 હજારથી વધુ સ્ટોરમાં આ કંપનીની પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવે છે.
ફેરેલ વિલિયમ્સ (Pharrell Williams)- બાયોનિક યાર્ન
ગ્રેમી એવોર્ડ-વિજેતા નિર્માતા અને સિંગર ફેરેલ વિલિયમ્સે ટાયસન ટાઉસન્ટ અને ટિમ કોમ્બ્સ સાથે બાયોનિક યાર્ન કંપનીની સ્થાપના કરી હતી. બાયોનિક યાર્ન કંપની સમુદ્રમાંથી એકત્ર કરાયેલા પ્લાસ્ટિકના કચરામાંથી કાપડનું ઉત્પાદન કરે છે. કંપનીની ઇકો-ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ વસ્ત્રો, સામાન, ફર્નિચર અને કલાના ઉત્પાદન માટે કરવામાં આવે છે. વિલિયમ્સે ફેશન લેબલ બિલિયોનેર બોયઝ ક્લબ અને આઇસક્રીમની સ્થાપના કરી છે અને બાયોનિક યાર્ન સાથે પ્રોડક્ટ લાઇન બનાવવા માટે વર્ષ 2014માં એડિદાસ સાથે જોડાયા હતા.
વિલ ફેરેલ (Will Ferrell) ફન્ની ઓર ડાઈ
NL એલમ વિલ ફેરેલ તેની હાસ્ય શૈલી માટે જાણીતા છે. તેમણે ફન્ની ઓર ડાઈ કંપનીની વર્ષ 2007માં સ્થાપના કરી હતી. આ એક સ્ટ્રીમિંગ વેબસાઇટ અને પ્રોડક્શન કંપની છે. જે શોર્ટ સ્કીટ્સ અને કોમેડી સ્પૂફ ઓફર કરે છે. તેમના ફેન્સ આ અંગે તેમને મત આપી શકે છે. ક્રિસ હેન્ચી અને ફેરેલના લેખન પાર્ટનર આદમ મેકે સાથે આ કંપનીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં હાસ્ય કલાકાર અને અભિનેતા સારાહ સિલ્વરમેન, ઝેક ગેલિફિયાનાકિસ અને ક્રિસ્ટન બેલ જેવા કલાકારોના વારંવારના યોગદાનને દર્શાવવામાં આવે છે. આ વેબસાઈટ પર સૌથી વધુ ‘ધ લેન્ડલોર્ડ’ વિડીયો પસંદ કરવામાં આવ્યો હતો, જેમાં આદમ મેકેની નાની પુત્રીએ રોલ ભજવ્યો હતો.
ક્હોલ કર્દાશિયન (Khloé Kardashian)- ગુડ અમેરિકન ડેનિમ
વર્ષ 2016માં ક્હોલ કર્દાશિયન અને બિઝનેસ પાર્ટનર એમ્મા ગ્રેડે ગુડ અમેરિકન ડેનિમ લોન્ચ કર્યું હતું. જેમાં તમામ સાઈઝના જીન્સ બનાવવામાં આવે છે. આ બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી તે સમયે કર્દાશિયને જણાવ્યું હતું કે, ‘America’s sweetheart.’ નામ પરથી આ બ્રાન્ડનું નામ રાખવામાં આવ્યું હતું.
ડ્રેક (Drake)- વર્જિનિયા બ્લેક વ્હિસ્કી
કેનેડિયન રેપર ડ્રેકે સ્ટાઈલ, મ્યુઝિક અને ટેસ્ટનું કોમ્બિનેશન હોવાનો દાવો કરીને વર્ષ 2016માં ડીલેઓન ટેકવીલા મેકર બ્રેન્ટ હોકિંગ સાથે આ કંપનીની સ્થાપના કરી હતી. વર્જિનિયા બ્લેક વ્હિસ્કી લોન્ચ કરવામાં આવી તે સમયે અત્યાર સુધીના વ્હિસ્કીના તમામ રેકોર્ડ બ્રેક કરી દીધા હતા. લોન્ચ કરી તેના પહેલા દિવસે જ 1,779 બોટલ વેચાઈ ગઈ હતી.
વેનસ વિલિયમ્સ (Venus Williams)- ઈલેવેન અપેરલ
ટેનિસ ચેમ્પિયન વેનસ વિલિયમ્સ પાસે ફેશન ડિઝાઇન અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની પણ ડિગ્રી છે. વર્ષ 2007માં તેમણે એથ્લેટીક ઈલેવેન અપેરલની સ્થાપના કરી હતી. વર્ષ 2018માં તેમણે પ્લસ-સાઇઝની મહિલાઓ માટે ઈલેવેન લાઇન બનાવવા માટે દિયા કંપની સાથે ભાગીદારી કરી હતી.
રેયાન રેનોલ્ડ્સ (Ryan Reynolds)- એવિએશન જીન
ડેડપૂલના અભિનેતા રેયાન રેનોલ્ડ્સ વર્ષ 2018માં એવિએશન જીન કંપની ખરીદી હતી, જે એક દારૂની બ્રાન્ડ છે. રેયાન રેનોલ્ડ્સે આ અંગે રમૂજૂ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. રેનોલ્ડ્સે હ્યુજ જેકમેન, રિચાર્ડ બ્રેન્સન અને જિમી ફોલોન જેવી સેલિબ્રિટીઓ સાથે સેગમેન્ટ કર્યો હતો અને આ બ્રાન્ડ લાઈમલાઈટમાં આવી હતી.
કાટે હુડસન (Kate Hudson)- ફેબ્લેટીક્સ
ઓલમોસ્ટના ફેમસ સ્ટાર અને ફિટનેસ માટે જાણીતા કાટે હુડસને વર્ષ 2013માં ફેબ્લેટીક્સ કંપનીની સ્થાપના કરી હતી. આ કંપની લોન્ચ થઈ તેના બે વર્ષ બાદ કંપનીએ મિલિયનની સંખ્યામાં ઓર્ડર શીપ કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2015માં U.S.માં 6 ફિઝિકલ સ્ટોર ઓપન કર્યા હતા. જેમાં સ્પોર્ટી અને ફેશનેબલ ટોપ્સ, બોટમ્સ, શૂઝ અને એસેસરીઝનો સમાવેશ થાય છે.
જ્યોર્જ ક્લૂની (George Clooney)- કાસામિગોસ ટેકિલા
કાસામિગોસ કુંવરપાઠામાંથી બનાવેલ મેક્સિકોની દારૂ બ્રાન્ડ છે. જેને સ્પેનિશમાં “house of friends” તરીકે ઓળખવામાં આવે છે. જ્યોર્જ ક્લૂની અને તેના મિત્રો રેન્ડે ગેર્બર અને માઇક મેલ્ડમેને આ કંપનીની સ્થાપના કરી છે. વર્ષ 2015માં આ કંપની લોન્ચ કરવામાં આવી હતી. આ કંપનીએ બે વર્ષ સુધી 700 સેમ્પલ પર કામ કર્યું હતું.
કિનુ રિવીસ (Keanu Reeves)- આર્ચ મોટરસાયકલ
જ્હોન વિક સ્ટાર અને મોટરસાઇકલના શોખીન કીનુ રીવ્સે આ કંપનીની સ્થાપના કરી છે. તેમણે ડિઝાઈનર ગાર્ડ હોલિન્ગરને કસ્ટમ બાઇક બનાવવાનું કહ્યું હતું. ત્યારબાદ તેમણે તેમના મનગમતા વાહનોનું ઉત્પાદન શરૂ કરવાનું શરૂ કર્યું હતું. તેમને આ મોટરસાયકલ એટલી હદે પસંદ આવી હતી કે, તેમણે તેનો વ્યવસાય કરવા માટે રજૂઆત કરી હતી. વર્ષ 2011માં આર્ચ મોટરસાયકલ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર