Home /News /business /

Stock Market Today: આજના દિવસે બજારનો ટ્રેન્ડ સમજી લો તો ફાયદાનો સોદો પકડી શકશો

Stock Market Today: આજના દિવસે બજારનો ટ્રેન્ડ સમજી લો તો ફાયદાનો સોદો પકડી શકશો

શેરબજારમાં આજે ફાયદાના સોદા માટે આટલું ધ્યાનમાં રાખવું જોઈએ.

Stock Market Update today: આ સપ્તાહનો આજે પહેલો વર્કિંગ ડે છે. ત્યારે બજારના વલણને પારખીને જો સોદો પકડશો તો ફાયદો રહેશે. બજાર સોમવારે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે બંધ હતું પરંતુ વૈશ્વિક બજારોમાં સોમવારે તેજી જોવા મળી હતી અને જો ભારતીય બજારો પણ ડૈઈલી ચાર્ટ પર નાની બુલિશ કેન્ડલ બનાવે છે જે પેટર્ન મુજબ બજારના સેન્ટિમેન્ટને સપોર્ટ મળશે તો નિફ્ટી આગામી સપ્તાહમાં 1800ના સ્તરને પાર કરી શકે છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ પોતાના છેલ્લા વર્કિંગ સેશનમાં એટલે કે 12 ઓગસ્ટે બજારમાં ચાર મહિનાની નવી ઊંચી સપાટી જોવા મળી હતી. છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર 17700 ની આસપાસ બંધ થયું હતું. આ દિવસે બજારને મેટલ, ઓઈલ-ગેસ, કેટલાક પસંદગીના બેન્કિંગ અને ફાઈનાન્શિયલ શેર તરફથી સારો ટેકો મળ્યો હતો. સેન્સેક્સ 130 પોઈન્ટના વધારા સાથે 59,463 પર બંધ રહ્યો હતો. તેમજ નિફ્ટી 39 અંકોના વધારા સાથે 17,698 ના સ્તર પર બંધ થઈ હતી. દૈનિક ચાર્ટ પર નિફ્ટીએ નાની બુલિશ કેન્ડલ પેટર્ન બનાવી છે. છેલ્લા આખા સપ્તાહની બજારની મુવમેન્ટની વાત કરીએ તો નિફ્ટીમાં 1.7 ટકાનો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટીએ સતત ચોથા અઠવાડિયે હાયર હાઈ અને હાયર લો ફોર્મેશન સાથે બુલિશ કૅન્ડલસ્ટિક પેટર્ન રચી હતી. Chartviewindiave મઝહર મોહમ્મદ કહે છે કે શુક્રવારે નિફ્ટી 17720નો હાઈ બનાવતા જોવા મળી હતી. ઓવરબૉટ ઝોન સાથે નિફ્ટી તેના મુખ્ય રેઝિસ્ટન્સ સ્તરે પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં, કોઈપણ નવા બ્રેક આઉટ માટે નિફ્ટીએ 17800 ની ઉપર બંધ થવું પડશે. જો આમ થાય છે તો નિફ્ટીને 18114ના સ્તરે જતી જોઈ શકાશે.

  આશિષ કચોલિયાનો આ શેર બે વર્ષમાં રુ.15થી વધીને રુ. 795 પર પહોંચ્યો, રુ.1 લાખના રુ.53 લાખ થયા

  તેમણે વધુમાં કહ્યું કે તેમજ જો નિફ્ટી પાછલા ટ્રેડિંગ દિવસના લો 17,597 ની નીચે લપસી જાય છે, તો આપણે તેમાં વધુ નબળાઈ જોઈ શકીએ છીએ અને નિફ્ટી 17,359ના સ્તર કે પછી તેનાથી પણ નીચે જઈ શકે છે. તેવામાં ટ્રેડર્સે નિફ્ટીમાં ત્યાં સુધી ફ્રેશ લોંગ ન લેવો જોઈએ જ્યાં સુધી નિફ્ટી 17800ની ઉપર બંધ નથી થતી. તેમજ જો નિફ્ટી 17550 ની નીચે જાય છે, તો તેમાં સેલ સોદા પાડી શકાય છે. તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના અવસર પર બજાર બંધ હતું.

  નિફ્ટી માટે મુખ્ય સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ

  નિફ્ટી માટે પ્રથમ સપોર્ટ 17,622 પર સ્થિત છે અને પછી બીજો સપોર્ટ 17,547 પર સ્થિત છે. જો ઇન્ડેક્સ ઉપરની તરફ જાય છે તો તેને 17,749 પછી 17800 પર રેઝિસ્ટન્સનો સામનો કરવો પડી શકે છે. જ્યારે નિફ્ટી બેન્ક માટે પ્રથમ સપોર્ટ 38,825 પર સ્થિત છે અને તે પછી બીજો સપોર્ટ 38,608 પર સ્થિત છે. જો ઇન્ડેક્સ ઉપર તરફ આગળ વધે છે તો તેને 39,174 પછી 39,306 પર રેઝિસ્ટન્સનો સામનો કરવો પડી શકે છે.

  Business Idea: ખૂબ જ ઓછા રુપિયામાં આ વેપાર શરું કરી શકો છો, દર મહિને રુ. 50000ની આવક

  US stock market

  ફેડ રિઝર્વ અર્થતંત્ર માટે સોફ્ટ લેન્ડિંગ કરી શકે તેવી આશા સાથે રોકાણકારોએ બજારની તાજેતરની તેજીને સોમવારે પણ જાળવી રાખી હતી અને મેગા-કેપ ગ્રોથ શેર સાથે યુએસ માર્કેટમાં અનેક શેર્સમાં તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ 151.39 પોઈન્ટ અથવા 0.45 ટકા વધીને 33,912.44 પર, S&P 500 16.99 પોઈન્ટ અથવા 0.40 ટકા વધીને 4,297.14 પર અને Nasdaq કમ્પોઝિટ 80.29 પોઈન્ટ અથવા 0.62 ટકા વધીને 13,128.05 પર રહ્યા હતા.

  એશિયન બજારો

  સોમવારે એશિયા-પેસિફિકમાં શેર બજારો મોટે ભાગે ઊંચા રહ્યા હતા કારણ કે રોકાણકારોએ ચીનના આર્થિક ડેટા પર બજારની પ્રતિક્રિયા પર નજર રાખી હતી. મેઇનલેન્ડ ચાઇના બજારો મિશ્ર હતા. શાંઘાઈ કમ્પોઝિટ થોડો ઘટીને દિવસને અંતે 3,276.09 પર અને શેનઝેન કમ્પોનન્ટ 0.33 ટકા વધીને 12,460.22 પર બંધ થયો હતો.

  ઓસ્ટ્રેલિયામાં S&P/ASX 200 0.45 ટકા વધીને 7,064.3 પર બંધ થયો. જાપાનની બહાર એશિયા-પેસિફિક શેરનો MSCIનો વ્યાપક સૂચકાંક 0.21% નીચે રહ્યો હતો. જાપાનનો નિક્કી 225 1.14 ટકા વધીને 28,871.78 થયો જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.6 ટકા વધીને 1,984.96 થયો.

  India@75: આઝાદી પહેલા જન્મેલી આ કંપનીઓ મ્યુચ્યુઅલ ફંડ્સની ફેવરિટ છે, જેમાં તમે પણ કમાણી કરી શકો

  SGX નિફ્ટી

  SGX નિફ્ટીમાં વલણો ભારતમાં 17,830ના સ્તરની આસપાસના વ્યાપક ઇન્ડેક્સ માટે ગેપ-અપ ઓપનિંગ સૂચવે છે જે 12 ઓગસ્ટના 17,713 માર્કની નજીક છે.

  FII અને DII ડેટા

  NSE પર ઉપલબ્ધ પ્રાથમિક ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ રૂ. 3,040.46 કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 12 ઓગસ્ટના રોજ રૂ. 839.45 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Indian Stock Market, Nifty 50, Stock market Tips

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन