Home /News /business /Share Market Next Week: આગામી સપ્તાહમાં કેવું રહેશે બજાર? આ 10 પરિબળો નક્કી કરશે મૂવમેન્ટ

Share Market Next Week: આગામી સપ્તાહમાં કેવું રહેશે બજાર? આ 10 પરિબળો નક્કી કરશે મૂવમેન્ટ

ગત સપ્તાહમાં તેજી જોવા મળી

Market Next Week: હવે આગામી કારોબારી સપ્તાહની વાત કરીએ તો રેલિગેયર બ્રોકિંગના વાઈસ પ્રેસિડેન્ટ અજીત મિશ્રાનું માનવું છે કે, કેન્દ્રીય બેંક આરબીઆઈની એમપીસી બેઠકના પરિણામો પર અસર થશે. તેમનું માનવું છે કે, નિફ્ટી 19 હજારના સ્તરને સ્પર્શ કરી શકે છે. આ 10 બાબતો આગામી કારોબારી સપ્તાહની બજારની ચાલને નક્કી કરશે.

વધુ જુઓ ...
 • moneycontrol
 • Last Updated :
 • New Delhi, India
  નવી દિલ્હીઃ ગત કારોબારી સપ્તાહ ઈક્વિટી માર્કેટ માટે બહુ જ શાનદાર રહ્યો. સેન્સેક્સ અને નિફ્ટી 50 લગભગ એક ટકાની તેજીની સાથે શાનદાર ઉંચાઈ પર બંધ થયા. જો કે, સતત 8 કારોબારી સત્રોમાં તેજીને કારણે શુક્વારે પ્રોફિટ બુકિંગ થયું અને સ્થાનિક બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં સુસ્તી આવી. બીએસઈ સેન્સેક્સ 575 અંકેના ઉછાળા સાથે 62868 અને નિફ્ટી 183 અકોની તેજીની સાથે 18696 પર બંધ થયો. બધા જ સેક્ટર્સમાં ગત સપ્તાહમાં તેજી જોવા મળી. હવે આગામી કારોબારી સપ્તાહની વાત કરીએ તો રેલિગેયર બ્રોકિંગના વાઈસ પ્રેસિડેન્ટ અજીત મિશ્રાનું માનવું છે કે, કેન્દ્રીય બેંક આરબીઆઈની એમપીસી બેઠકના પરિણામો પર અસર થશે. તેમનું માનવું છે કે, નિફ્ટી 19 હજારના સ્તરને સ્પર્શ કરી શકે છે. આ 10 બાબતો આગામી કારોબારી સપ્તાહની બજારની ચાલને નક્કી કરશે.

  RBIની નીતિ


  આગામી કારોબારી સપ્તાહમાં 5-7 ડિસેમ્બરે નાણાકીય નીતિ સમિતિની બેઠક થવાની છે. આ બેઠક પર બજારની નજર રહેશે. CPI ઈન્ફ્લેક્શન 6 ટકાથી ઉપર છે, તો એવામાં બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસના પ્રમાણે, રેટ હાઈકના અણસાર દેખાઈ રહ્યા છે, પરંતુ આ વખતે તેમાં 25-35 બીપીએસનો વધારો થઈ શકે છે. એક્સપર્ટના પ્રમાણે, કમોડિટીની ધટતી કિંમતોના કારણે આ વખતે રેટમાં વધારો ધીમો પડી શકે છે.

  આ પણ વાંચોઃ આગામી 15થી 20 દિવસ દરમિયાન આ 5 શેરો પર રાખો નજર, આપી શકે તગડું વળતર

  સ્થાનિક ઈકોનોમિક ડેટા


  વ્યાજ દર પર કેન્દ્રીય બેંક આરબીઆઈના નિર્ણયો ઉપરાંત કારોબારી સપ્તાહ નવેમ્બર મહિનાના સર્વિસિઝ પીએમઆઈ અને કમ્પોઝિટ પીએમઆઈના આંકડા સોમવારે બહાર પાડવામાં આવશે. ઓક્ટોબરમાં એસએન્ડપી ગ્લોબલ સર્વિસિઝ પીએમઆઈ 55.1 હતો, જ્યારે સપ્ટેમ્બરમાં તે છ મહિનાના નીચલા સ્તર 54.3 પર હતો. આ ઉપરાંત 2 ડિસેમ્બરે પૂર્ણ થવાવાળા સપ્તાહના વિદેશી ચલણના આંકજા શુક્રવારે બહાર પાડવામાં આવશે.

  વૈશ્વિક મેક્રો ઈકોનોમિક ડેટા


  આગામી સપ્તાહમાં અમેરિકા, યૂરો જોન, જાપાન અને ચીનના આ મુખ્ય આંકડા આવશે, જેનાથી બજારની ચાલ પ્રભાવિત થઈ શકે છે.

  2

  તેલની કિંમતો


  આજે તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક પ્લસની બેઠક છે. આ બેઠકના નિર્ણયની અસર તેલની કિંમતો પર દેખાઈ શકે છે. તેલની કિંમતોની અસર બજારની ચાલ પર પ્રભાવિત થઈ શકે છે. વિશ્લેષકોના મુજબ, જો ઉત્પાદનમાં કપાત નહિ થાય, તો તેલ સસ્તુ થઈ શકે છે. આ ઉપરાત યૂરોપીયન યૂનિયનને રશિયાના જે ક્રૂડ ઓઈલ પર પ્રતિબંધ લગાવ્યો હતો, તે કાલે 5 ડિસેમ્બરથી પ્રભાવિત થઈ જશે તો તેની અસર પણ બજાર પર જોવા મળી શકે છે.

  આ પણ વાંચોઃ IPO દ્વારા કમાણી કરવા માંગો છો, તો રૂપિયા તૈયાર રાખો; આ કંપની કરશે લોન્ચ

  વિદેશી રોકાણનો પ્રવાહ


  આગામી કારોબારી સપ્તાહમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોનું વલણ પણ બજારવે અસર કરશે. ગત સપ્તાહમાં એફઆઈઆઈએ 15 હજાર કરોડ રૂપિયાથી વધારે શેરોની નેટ ખરીદી કરી જે લાંબા સમય પછી સાપ્તાહિક રોકાણ હતું. નવેમ્બરમાં એફઆઈઆઈએ 22500 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા જે ફેબ્રુઆરી 2021 પછી સૌથી વધારે હતી. વિશ્લેષકો પ્રમાણે આગામી કારોબારી સપ્તાહમાં વિદેશી રોકાણકારોનુ દ્રષ્ટિકોણ ડોલર ઈન્ડેક્સથી નક્કી થશે. જિયોજીત ફાઈનાન્શિયલ સર્વિસિઝના મુક્ય રોકાણ રણનીતિકાર વી કે વિજયકુમારના અનુસાર, જો ડોલર ઈન્ડેક્સમાં મજબૂતીના સંકેત જોવા મળે છે, તો એફઆઈઆઈ વેચાણ કરી શકે છે.

  લિસ્ટિંગ


  એગ્રોકેમિકલ કંપની ધર્મરાજ ક્રોપ ગાર્ડના શેરોનું અલોટમેન્ટ કાલે ફાઈનલ થશે અને ગુરુવારે લિસ્ટિંગ કરવામાં આવશે. ગ્રે માર્કેટમાં તેના શેર ઈશ્યુ કિંમત 216-317 રૂપિયા પ્રતિ શેરના પ્રાઈસ બેન્ડની અપર પ્રાઈસથી 55 રૂપિયાની GMO પર ટ્રેડ થઈ રહ્યા છે. આ ઉપરાંત એન્જિનિયર્ડ સિસ્ટમ્સ બનાવનારી કંપની યૂનિપાર્ટસ ઈન્ડિયાના શેરોનું અલોટમેન્ટ આગામી સપ્તાહમાં 7ડિસેમ્બરે ફાઈનલ કરવામાં આવશે, પરંતુ 12 ડિસમ્બરે તેનુ લિસ્ટિંગ થઈ શકે છે.

  ટેકનિકલ વ્યૂ


  સતત 8 કારોબારી સત્રોમાં તેજીના કારણે શુક્રવારે પ્રોફિટ બુકિંગ થયું અને નિફ્ટી 50 બિયરિશ કેન્ડલની સાથે બંધ થયો. જો કે, સાપ્તાહિક સ્તર પર તેણે બુલિશ કેન્ડલ બનાવી છે અને સતત સાતમાં સપ્તાહમાં તેણે હાયર હાઈ બનાવ્યો છે. એવામાં એક્સપર્ટનું માનવું છે કે, 18500-18600 જોન સપોર્ટથી નિફ્ટી 50 આવનારા કારોબારી સપ્તાહમાં 19 હજારના સ્તર પર પહોંચી શકે છે.

  F&O થી સંકેત


  ઓપ્શન ડેટાથી સંકેત મળી રહ્યા છે કે, ટૂંકાગાળામાં નિફ્ટી 50 18500-19000ના રેન્જમાં ટ્રેડ થઈ શકે છે. સ્થાનિક બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝના પ્રમાણે, સૌથી વધારે કોલ બેસ 18800 સ્ટ્રાઈક પર દેખાઈ રહ્યા છે અને પુટ બેસ 18500ની સ્ટ્રાઈક પર જોવા મળી રહ્યુ છે. એવામાં બ્રોકરેજ ફર્મનું માનવું છે કે, નિફ્ટી એકવાર ફરીથી 18500ના સ્તર પર ગબડી શકે છે. આ ઉપરાંત વિદેશી રોકાણકારો જો નિકાસ કરે છે કો તેનો પણ દબાવ નિફ્ટી પર દેખાઈ શકે છે.

  આ પણ વાંચોઃ આ ભાઈઓની જેમ તમે પણ 15થી 20 હજાર રૂપિયા રોકીને શરૂ કરો આ બિઝનેસ, દર મહિને 4થી 5 લાખ રૂપિયા કમાશો

  India VIX


  વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા VIX બે સપ્તાહથી વધારે સમયથી 15ની નીચે છે. તેના બુલને રાહત મળી છે, પરંતુ સાપ્તાહિક આધાર પર તે 0.9 ટકા ઉછળીને 13.45ના સતર પર પહોંચી ગયો. એવામાં એક્સપર્ટનું માનવું છે કે, આવનારા સત્રોમાં તે આ જ લેવલની આસપાસ રહેશે, તો બજારામં સ્થિરતા વઘશે અને નિફ્ટી 19 હજારના સ્તરની નજીક પહોંચી શકે છે.

  કોર્પોરેટ એક્શન


  આગામી સપ્તાહમાં થનારા મુખ્ય કોર્પોરેટ એક્સન વિશે નીચે બતાવવામાં આવ્યુ છે-

  1


  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business news, Investment, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन