મુંબઈ. રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં ટાટા ગ્રુપના ચાર શૅર- Tata Motors, Tata Communications, Titan Company અને Indian Hotels સામેલ છે. આ ચારેય શૅર 2021ના ગેનર લિસ્ટમાં સામેલ છે. વર્ષ 2021માં અત્યાર સુધી આ શૅરોએ 54 ટકા રિટર્ન આપ્યું છે. Rakesh Jhunjhunwalaની હોલ્ડિંગવાળા આ શૅરોમાંથી Tata Motorsએ 2021માં સૌથી વધુ રિટર્ન આપ્યું છે. આ શૅરે આ અવધિમાં 54 ટકા રિટર્ન આપ્યું છે. બીજી તરફ, Tata Communications, Titan Company અને Indian Hotelsએ આ અવધિમાં ક્રમશઃ 27 ટકા, 19 ટકા અને 15 ટકા રિટર્ન આપ્યું છે.
Titan Company: આ શૅર 2021માં 1567 રૂપિયાથી વધીને 1870.10 રૂપિયા પ્રતિ શૅર પર આવી ગયો છે. આ વર્ષે અત્યાર સુધી આ શૅરમાં 19 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સ્ટોકમાં રાકેશ અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાની હિસ્સેદારી 4.81 ટકા છે.
Tata Motors: આ શૅર 2021માં 183 રૂપિયાથી વધીને 281.60 રૂપિયા પ્રતિ શૅર પર આવી ગયો છે. આ વર્ષે અત્યાર સુધી આ શૅરમાં 54 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સ્ટોકમાં રાકેશ ઝુનઝુનવાલાની હિસ્સેદારી 1.14 ટકા છે.
Tata Communications: આ શૅર 2021માં 1100 રૂપિયાથી વધીને 1394.50 રૂપિયા પ્રતિ શૅર પર આવી ગયો છે. આ વર્ષે અત્યાર સુધી આ શૅરમાં 27 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સ્ટોકમાં રાકેશ ઝુનઝુનવાલાની હિસ્સેદારી 1.04 ટકા છે.
Indian Hotels: આ સ્ટોક 2021માં 120.10 રૂપિયાથી વધીને 139 રૂપિયા પ્રતિ શૅર પર આવી ગયો છે. આ વર્ષે અત્યાર સુધી આ શૅરમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સ્ટોકમાં રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખાની હિસ્સેદારી 1.05 ટકા છે.
રાકેશ ઝુનઝુનવાલાએ જૂન ક્વાર્ટરમાં ટાટા મોટર્સમાં પોતાની ભાગીદારી ઓછી કરી છે. કંપનીના શેરમાં આવેલી જોરદાર તેજી પછી તેમણે પ્રૉફિટ બુક કર્યો છે. ઝુનઝુનવાલાએ ગત વર્ષે કોરોનાને પગલે ટાટા મોટર્સના શેરમાં જોરદાર ઘટાડો થયો હતો ત્યારે શેર ખરીદ્યા હતા. BSE ફાઇલિંગ્સ પ્રમાણે જૂન ક્વાર્ટરના અંતમાં ઝુનઝુનવાલા પાસે ટાટા મોટર્સના 3,77,50,000 શેર છે. જે લગભગ 1.14 ટકા ભાગીદારી થાય છે. માર્ચ ક્વાર્ટર દરમિયાન તેમની પાસે 4,27,50,000 શેર હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર