Home /News /business /Stock Market : 6 મહિનામાં આપ્યું 113 ટકાથી વધુ રીટર્ન, જાણો મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોમાં સામેલ આ સ્મોલકેપ શેર વિશે
Stock Market : 6 મહિનામાં આપ્યું 113 ટકાથી વધુ રીટર્ન, જાણો મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોમાં સામેલ આ સ્મોલકેપ શેર વિશે
સારૂ રિટર્ન આપનારા સ્મોલકેપ શેર
ભારતીય શેરબજારમાં (Share Market) યુક્રેન યુદ્ધ, વધતી જતી મોંઘવારી, વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સમસ્યાઓના કારણે રોકાણકારો પરેશાન છે, શેરબજારમાં આવા અસ્થિર વાતાવરણમાં પણ કેટલાક શેર એવા છે જેણે છેલ્લા 6 મહિનામાં 113 ટકા સુધીનું વળતર આપ્યું છે. જાણો આ સ્મોલકેપ શેરની વિશેષ માહિતી
Stock Market : ભારતીય શેરબજાર માટે અત્યાર સુધીનું નાણાંકીય વર્ષ 2022 સારું નથી ગયું. (share market)આ વર્ષે નિફ્ટી અત્યાર સુધીમાં 7 ટકા સુધી ઘટી છે. નિફ્ટી સ્મોલ કેપ ઈન્ડેક્સ 22 ટકા તૂટ્યો છે.(mutual funds portfolio) નિફ્ટી મિડ કેપની સ્થિતિ પણ સારી નથી અને તે અત્યાર સુધીમાં 8 ટકા જેટલો ઘટ્યો છે. યુક્રેન યુદ્ધ, વધતી જતી મોંઘવારી, વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સમસ્યાઓના કારણે રોકાણકારો પરેશાન છે અને વેચાણ કરી રહ્યા છે.(small cap share return)
જો કે, એવું નથી કે તમામ સ્મોલકેપ શેરમાં રોકાણકારોને નેગેટિવ રિટર્ન મળ્યું હોય.(positive return Share) શેરબજારમાં આવા અસ્થિર વાતાવરણમાં પણ કેટલાક શેર એવા છે જે રોકાણકારોને સતત સારું વળતર આપી રહ્યા છે. આ શેરોએ છેલ્લા 6 મહિનામાં 113 ટકા સુધીનું વળતર આપ્યું છે. આમાંથી મોટા ભાગના મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોમાં પણ સામેલ છે.
મનીકંટ્રોલના એક રિપોર્ટ મુજબ, આ રિફાઈનરી સ્ટોક લાંબા સમયથી રોકાણકારોને જબરદસ્ત વળતર આપી રહ્યો છે. છેલ્લા છ મહિનામાં આ સ્ટોક 110 ટકા વધ્યો છે. આ સ્ટોક 8 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના પોર્ટફોલિયોમાં સામેલ છે.
શારદા ક્રોપકેમ (Sharda Cropchem)
આ શેર 6 મહિનામાં રોકાણકારોને 79 ટકા વળતર આપ્યું છે. છેલ્લા એક મહિનામાં શેરમાં 15 ટકાનો વધારો થયો છે. આ સ્ટોક 7 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના પોર્ટફોલિયોમાં સામેલ છે.
જેકે ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ ( JK Infraprojects)
HDFC બેલેન્સ્ડ એડવાન્ટેજ, HDFC ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને UTI ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ આ સ્ટોકે છેલ્લા 6 મહિનામાં 76 ટકા નફો આપ્યો છે. પાછળ એક મહિનામાં શેરમાં લગભગ 25 ટકાનો વધારો આવ્યો છે
ભારત ડાયનેમિક્સ (Bharat Dynamic)
આ શેર છેલ્લા 6 મહિનામાં 74 ટકાનું વળતર આપ્યું છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં શેરમાં 3.13 ટકાનો વધારો થયો છે. આ સ્ટોક 20 મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં સામેલ છે
વેન્ડટ (Wendt)
આ શેરે છેલ્લા 6 મહિનામાં 66 ટકાનું વળતર આપ્યું છે. SBI કોન્ટ્રા અને SBI ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ત્રણ મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોમાં આ શેરનો સમાવેશ થાય છે.