Home /News /business /પહેલા નોટ અને હવે બંધ થશે આ સિક્કા, તમારી પાસે સિક્કા હોય તો ચેતી જજો

પહેલા નોટ અને હવે બંધ થશે આ સિક્કા, તમારી પાસે સિક્કા હોય તો ચેતી જજો

પહેલા નોટ અને હવે બંધ થશે આ સિક્કા

RBI Guidelines: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1 રૂપિયા અને 50 પૈસાના જૂના સિક્કાઓની કેટલીક શ્રેણીઓ ચલણમાંથી બહાર થઈ જશે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, કપ્રોનિકલ (કોપર-નિકલ) 1 રૂપિયા અને 50 પૈસાના સિક્કા ચલણમાંથી બહાર થઈ જશે.

    નવી દિલ્હી: જો તમારી પાસે પણ 1 રૂપિયા અને 50 પૈસાના સિક્કા છે તો આ સમાચાર તમારા કામમાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો તમે 1 રૂપિયો અને 50 પૈસાના સિક્કા બેંકમાં જમા કરાવવા માંગો છો, તો તમે તેને કોઈપણ મુશ્કેલી વિના સરળતાથી બેંકમાં જમા કરાવી શકો છો. પરંતુ એકવાર જૂના સિક્કા જમા થઈ ગયા પછી, બેંકો તે સિક્કા પાછા નહીં આપે, તેના બદલે તમને નવા સિક્કા અથવા નોટો આપવામાં આવશે.

    આ પણ વાંચો: RBI લોન્ચ કરશે ડિજિટલ ચલણ, જાણો શું થશે ફાયદા અને કેવી રીતે બદલાશે તમારુ જીવન

    અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, 1 રૂપિયા અને 50 પૈસાના કપ્રોનિકલ (કોપર-નિકલ) સિક્કા ચલણમાંથી બહાર થઈ જશે. તે મીડિયા અહેવાલોમાં, ICICI બેંકની કોઈપણ શાખામાં લેખિત સૂચનાને ટાંકીને આ માહિતી પ્રકાશિત કરવામાં આવી છે. જો કે, આ સમાચાર લખાય છે ત્યાં સુધી, અમને ભારતીય રિઝર્વ બેંક તરફથી કોઈ સત્તાવાર સૂચના મળી નથી.

    ICICI બેંકની શાખામાં સિક્કા અંગે સૂચના

    નવી દિલ્હી વિસ્તારમાં સ્થિત ICICI બેંકની શાખા દ્વારા મૂકવામાં આવેલી નોટિસ અનુસાર, કેટલાક સિક્કાઓને ફરીથી જારી કરવાની મંજૂરી નથી. આનો અર્થ એ છે કે, એકવાર બેંકમાં જમા કરાવ્યા પછી, તેઓ બેંક દ્વારા ફરીથી જારી કરવામાં આવશે નહીં. સેન્ટ્રલ બેંક દ્વારા આ સિક્કા સંબંધિત બેંકોમાંથી પાછા લેવામાં આવશે.

    આ સિક્કાઓ ગેરકાયદેસર નથી

    જો કે, આનો અર્થ માત્ર એટલો જ છે કે, આ સિક્કા કાનૂની ટેન્ડર છે, પરંતુ તેને ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. ખરેખર, આ જૂના સિક્કા છે અને 1990 અને 2000 ના દાયકાની શરૂઆતમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા હતા. બેંક દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ મુજબ, RBIના નિર્દેશો હેઠળ નીચેના સિક્કાઓ ફરીથી જારી કરવામાં આવશે નહીં.

    1. Cupronickel coins of Re 1 (રૂ 1 ના કપ્રોનિકલ સિક્કા)
    2. Cupronickel coins of 50 paise (50 પૈસાના કપ્રોનિકલ સિક્કા)
    3. Cupronickel coins of 25 paise (25 પૈસાના કપ્રોનિકલ સિક્કા)
    4. Stainless steel coins of 10 paise (10 પૈસાના સ્ટેનલેસ સ્ટીલના સિક્કા)
    5. Aluminium bronze coins of 10 paise (10 પૈસાના એલ્યુમિનિયમ બ્રોન્ઝ સિક્કા)
    6. Aluminium coins of 20 paise (20 પૈસાના એલ્યુમિનિયમના સિક્કા)
    7. Aluminium coins of 10 paise (10 પૈસાના એલ્યુમિનિયમના સિક્કા)
    8. Aluminium coins of 5 paise (5 પૈસાના એલ્યુમિનિયમના સિક્કા)
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Coins, Indian currency, RBI Alert

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन