Home /News /business /PPF: ખાતાની પાકતી મુદત પછી રોકાણકારો આ વિકલ્પોને પસંદ કરી શકે છે

PPF: ખાતાની પાકતી મુદત પછી રોકાણકારો આ વિકલ્પોને પસંદ કરી શકે છે

These options can be exercised by investors after the maturity of the PPF account

નિવૃત્તિ આયોજનના સંદર્ભમાં પીપીએફમાં રોકાણ પણ એક સારો વિકલ્પ છે. હાલમાં તેના પર 7.1 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. પીપીએફની પાકતી મુદત 15 વર્ષ છે. પાકતી મુદત પછી પીપીએફની રકમ ઉપાડી લેવી વધુ સારી રહેશે કે પછી તેમાં રોકાણ ચાલુ રાખવું ફાયદાકારક રહેશે, આવા અનેક પ્રશ્નો રોકાણકારોના મનમાં હોય છે. PPF રોકાણકારો પાસે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે જેનો તેઓ ઉપયોગ કરી શકે છે.

વધુ જુઓ ...
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) શ્રેષ્ઠ રોકાણ વિકલ્પોમાંથી એક છે. આ માત્ર લાંબા ગાળાનું રોકાણ નથી, પરંતુ તેમાં રોકાણ કરનારાઓને આવકવેરામાં છૂટ પણ મળે છે. આવકવેરાની કલમ 80C હેઠળ વાર્ષિક રૂ. 1.5 લાખ સુધીના રોકાણને કરમાંથી મુક્તિ મળે છે. ઉપરાંત, પાકતી મુદત પર મળેલી સંપૂર્ણ રકમ પણ કરમુક્ત છે, એટલે કે તેના પર પણ કોઈ ટેક્સ ચૂકવવાનો નથી.

નિવૃત્તિ આયોજનના સંદર્ભમાં પીપીએફમાં રોકાણ પણ એક સારો વિકલ્પ છે. હાલમાં તેના પર 7.1 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. પીપીએફની પાકતી મુદત 15 વર્ષની છે. પાકતી મુદત પછી પીપીએફની રકમ ઉપાડી લેવી વધુ સારી રહેશે કે પછી તેમાં રોકાણ ચાલુ રાખવું ફાયદાકારક રહેશે, આવા અનેક પ્રશ્નો રોકાણકારોના મનમાં ઘૂમતા રહે છે. PPF રોકાણકારો પાસે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે જેનો તેઓ ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો -Top Gainers & Losers: ગત ટ્રેડિંગ સેશનમાં બજાર લાલ નિશાનમાં બંધ, આ શેરોમાં જોવા મળ્યુ હતુ એક્શન

પીપીએફ ખાતું બંધ કરો


રોકાણકારો પાસે પહેલો વિકલ્પ એ છે કે તેઓ 15 વર્ષનો સમયગાળો અને તેની પાકતી મુદત પૂરી થયા પછી આ ખાતું બંધ કરી શકે છે. મેચ્યોરિટી પર મળેલી રકમ સંપૂર્ણપણે કરમુક્ત છે. તેથી, રોકાણકારો તેને તેમના બચત ખાતામાં રાખી શકે છે.

યોગદાન વિના 5 વર્ષ સુધી વધારી શકાય છે


15 વર્ષનો સમયગાળો પૂરો થવા પર, તમે કોઈપણ માસિક યોગદાન આપ્યા વિના તેને બીજા 5 વર્ષ માટે લંબાવી શકો છો. આ સમય દરમિયાન તમારે આ ખાતામાં કોઈ રકમ જમા કરાવવાની જરૂર નથી. તે સમય પ્રમાણે તેના પર વ્યાજ મળતું રહેશે. પરંતુ જો તમને આ દરમિયાન પૈસાની જરૂર હોય, તો તમે વાર્ષિક ઉપાડ કરી શકો છો. આ માટે ઉપાડની રકમ પર કોઈ મર્યાદા નથી.

આ પણ વાંચો -પેટ્રોલ-ડીઝલ પર Excise duty ઘટાડવાથી કઇ કઇ વસ્તુના ભાવ ઘટશે, જાણો અહેવાલમાં

જો તમે પાકતી મુદત પછી પણ તમારું PPF એકાઉન્ટ ચાલુ રાખવા માગો છો, તો આ સમય દરમિયાન તમે તેમાં ન્યૂનતમ યોગદાનનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. આનો અર્થ એ છે કે કોર્પસ સિવાય, તમને નવી થાપણો પર પણ વ્યાજ મળશે. જો કે, આ સમયગાળા દરમિયાન PPF ખાતામાંથી ઉપાડને લગતી કેટલીક મર્યાદાઓ છે. જો તમે PPF એકાઉન્ટને 5 વર્ષ માટે લંબાવશો, તો તમે એક્સ્ટેંશન સમયગાળાની શરૂઆતમાં મેચ્યોરિટી રકમના માત્ર 60 ટકા જ ઉપાડી શકો છો. આ સિવાય વાર્ષિક માત્ર એક જ ઉપાડ કરી શકાશે.
First published:

Tags: PPF Account, Savings