Home /News /business /Stock To Watch: વૈશ્વિક પોઝિટિવ સંકેતો છતાં ભારતીય બજાર તૂટ્યું, સેન્સેક્સ 200 તો નિફ્ટી 60 અંક નીચે
Stock To Watch: વૈશ્વિક પોઝિટિવ સંકેતો છતાં ભારતીય બજાર તૂટ્યું, સેન્સેક્સ 200 તો નિફ્ટી 60 અંક નીચે
શેરબજારમાં આજે પણ મોટો ઘટાડો. ક્યાં જઈને અટકશે બજાર?
BSE Sensex Today: બુધવારે બજારમાં મોટા કડાકાથી જાન્યુઆરીના F&Oની એક્સપાયરી તો ખરાબ રહી હતી જોકે આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે વૈશ્વિક સંકેતોથી રોકાણકારોને રાહત મળી શકે તેવા પૂરા સંકેત મળી રહ્યા છે.
મુંબઈઃ આજે સ્થાનિક બજારોને વૈશ્વિક બજારોથી સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. SGX નિફ્ટી લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યો છે. અમેરિકામાં જીડીપી વૃદ્ધિના આંકડા અપેક્ષા કરતા સારા રહ્યા છે. અમેરિકન બજાર તેજી સાથે બંધ થયા બાદ આજે એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. આજે નિફ્ટીની બે મોટી કંપનીઓ બજાજ ફાઈનાન્સ અને વેદાંતના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે. જેથી સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટની પણ ભારતીય બજારોના ઉતાર ચઢાવ પર અસર રહેશે. ત્યારે તમારે આજે આ તમામ બાબતો પર નજર રાખવી પડશે.
ગુરુવારે યુએસ માર્કેટમાં તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ સતત પાંચમા દિવસે તેજી સાથે બંધ થવામાં સફળ રહ્યો હતો. અપેક્ષા કરતા સારા જીડીપીના આંકડાની અસર બજારમાં જોવા મળી હતી. નાસ્ડેક પણ ઉછળીને બંધ થવામાં સફળ રહ્યો. ગુરુવારે ડાઉ જોન્સ 205 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે S&P ઇન્ડેક્સ પણ 1.10% ના વધારા સાથે બંધ થયો અને Nasdaq 1.76% વધ્યો હતો. શુક્રવારના ટ્રેડિંગમાં અમેરિકન રોકાણકારોની નજર આર્થિક ડેટા પર રહેશે.
યુરોપિયન માર્કેટની સ્થિતિ
અમેરિકામાં જીડીપીના આંકડા બાદ ગઈકાલે યુરોપના બજારોમાં પણ સકારાત્મક ગતિ જોવા મળી હતી. DAX અને FTSE સૂચકાંકો લીલા નિશાન પર બંધ થયા છે.
એશિયન બજારોમાં પણ આજે તેજી જોવા મળી રહી છે. અમેરિકાથી મળતાં સકારાત્મક સંકેતોની અસરે એશિયન બજારોમાં પણ જોવા મળી રહી છે. આજે, જાપાનનો મુખ્ય સૂચકાંક નિક્કેઈ શરૂઆતના વેપારમાં લગભગ 0.11%ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. જોકે હેંગસાંગમાં થોડી નબળાઈ જોવા મળી રહી છે. શાંઘાઈ કમ્પોઝિટ અને કોસ્પી ઈન્ડેક્સ પણ વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.
FIIs-DII ના સંકેતો
બુધવારે ફરી એકવાર વિદેશી રોકાણકારોએ રોકડ બજારમાં વેચવાલી કરી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં વિદેશી રોકાણકારોએ રોકડ બજારમાં રૂ. 2,393 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. જ્યારે સ્થાનિક રોકાણકારોએ રૂ. 1,378 કરોડના શેર ખરીદ્યા હતા. વિદેશી રોકાણકારોએ આ મહિનામાં અત્યાર સુધીમાં કુલ રૂ. 23,254 કરોડનું વેચાણ કર્યું છે. જ્યારે સ્થાનિક રોકાણકારોએ આ મહિનામાં અત્યાર સુધીમાં કુલ રૂ. 19,141 કરોડની ખરીદી કરી છે.
Tata Motors : ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના આંકડા વધુ સારા હતા. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ નફો વધીને રૂ. 2,958 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીને રૂ. 1,516 કરોડનું નુકસાન થયું હતું. આ વખતે કંપનીની આવક વાર્ષિક ધોરણે લગભગ 22.5% વધીને રૂ. 88,489 કરોડ થઈ છે. કંપનીનો ઓપરેટિંગ નફો વાર્ષિક ધોરણે 33% વધીને રૂ. 9,853 કરોડ થયો છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે કંપની માંગને લઈને સતર્ક દેખાઈ રહી છે.
Dr Reddy's Labs: ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં, આ કંપનીનો નફો વાર્ષિક ધોરણે 77% વધીને રૂ. 1,247 કરોડ થયો છે. કંપનીના અમેરિકન બિઝનેસમાં સારી વૃદ્ધિ જોવા મળી છે, જેની અસર પરિણામો પર પણ પડી છે. ત્રીજા ક્વાર્ટરમાં આ કંપનીની કોન્સોલિડેટેડ આવક રૂ. 6,770 કરોડ રહી છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીમાં લગભગ 27.3% વૃદ્ધિ જોવા મળી છે. કંપનીનો ઓપરેટિંગ નફો (EBITDA) વાર્ષિક ધોરણે 55% વધીને રૂ. 1,966 કરોડ થયો છે. જ્યારે માર્જિનમાં 5%નો વધારો થયો છે.
Adani Enterprises : અદાણી ગ્રુપનો રૂ. 20,000 કરોડનો FPO આજે રિટેલ રોકાણકારો માટે ખુલશે. આ એફપીઓમાં ભાગ લેવા માટે છૂટક રોકાણકારોને 31 જાન્યુઆરી સુધીનો સમય છે. આ માટે 3,112-3,276 કરોડ રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. કંપનીએ અત્યાર સુધીમાં એન્કર રોકાણકારો પાસેથી રૂ. 6,000 કરોડ એકત્ર કર્યા છે.
LTIMindtree: IT સેક્ટરની આ કંપનીએ Duck Creek Technologies અને Microsoft સાથે જોડાણ કર્યું છે. વીમા ક્ષેત્ર માટે ક્લાઉડ માઈગ્રેશન સોલ્યુશન માટે આ કંપનીઓ વચ્ચે આ કરાર કરવામાં આવ્યો છે.
DLF: ડિસેમ્બર ક્વાર્ટરમાં, રિયલ એસ્ટેટ સેક્ટરની આ કંપનીનો નફો વાર્ષિક ધોરણે 37% વધીને રૂ. 519 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં કંપનીને લગભગ રૂ. 224.5 કરોડનું નુકસાન થયું હતું. આવકની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં તે 3.5% વધીને 1,495 કરોડ રૂપિયા થઈ ગઈ છે. વાર્ષિક ધોરણે, નવી બુકિંગ પણ લગભગ 24% વધીને રૂ. 2,507 કરોડ થઈ છે. કાર્યકારી નફો 8.5% ઘટીને રૂ. 477.2 કરોડ થયો છે.
Ceat: ત્રીજા ક્વાર્ટરમાં ટાયર સેક્ટરની આ કંપનીનો નફો 35.4 કરોડ રૂપિયા રહ્યો છે. ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીને રૂ. 20 કરોડનું નુકસાન થયું હતું. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન કંપનીની એકીકૃત આવક 13% વધીને રૂ. 2,727 કરોડ થઈ છે. ઓપરેટિંગ લેવલની વાત કરીએ તો કાર્યકારી નફો 77% વધીને રૂ. 237.6 કરોડ થયો છે. જ્યારે માર્જિન પણ લગભગ 3% વધીને 7% પર પહોંચી ગયું છે.
Amara Raja Batteries: ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન, આ કંપનીનો નફો વાર્ષિક ધોરણે 53% વધીને રૂ. 221.9 કરોડ થયો છે. જ્યારે આવક 11.5% વધીને રૂ. 2,638 કરોડ થઈ છે. આ દરમિયાન કંપનીને વોલ્યુમમાં જબરદસ્ત વૃદ્ધિનો લાભ મળ્યો છે.
SJVN: કેન્દ્ર સરકાર તરફથી સૂચના મળ્યા બાદ આ કંપનીએ ભૂટાની કંપની ખોલોન્ગછુ હાઇડ્રો એનર્જી (KHEL) માં તેનો સંપૂર્ણ હિસ્સો વેચી દીધો છે. SJVN એ આ હિસ્સો લગભગ રૂ. 354.71 કરોડમાં વેચ્યો છે.
Tata Elxsi: ડિસેમ્બર ક્વાર્ટરમાં ડિઝાઇન અને ટેક્નોલોજી સર્વિસ કંપનીનો નફો 29% વધીને રૂ. 194.7 કરોડ થયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન આવક પણ 29% વધીને 817.7 કરોડ રૂપિયા થઈ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર