આ છે 50 %થી વધારે નફો આપનાર મ્યૂચુઅલ ફંડ, તમે પણ ઉઠાવો ફાયદો

kiran mehta | News18 Gujarati
Updated: December 30, 2017, 1:07 PM IST
આ છે 50 %થી વધારે નફો આપનાર મ્યૂચુઅલ ફંડ, તમે પણ ઉઠાવો ફાયદો
મ્યૂચુઅલ ફંડે રોકાણકારોને 80 ટકા સુધીનો નફો કરાવ્યો છે...

મ્યૂચુઅલ ફંડે રોકાણકારોને 80 ટકા સુધીનો નફો કરાવ્યો છે...

  • Share this:
વર્ષ 2017નું વર્ષ રોકાણકારો માટે શાનદાર રહ્યું. જ્યાં એકબાજુ સેન્સક્સ નિફ્ટી એક નવા શિખર સુધી પહોંચ્યા. ત્યારે તેનો ફાયદો ઉઠાવી મ્યૂચુઅલ ફંડે રોકાણકારોને 80 ટકા સુધીનો નફો કરાવ્યો છે.

એક્સપર્ટ સલાહ આપી રહ્યા છે કે, જે રોકાણકારોને શેરબજારમાં રોકાણ કરાવની બીક લાગે છે. તે મ્યુચ્યુઅલ ફંડનો ફાયદો ઉઠાવીને સારૂ રિટર્ન મેળવી શકે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં એસબીઆઈ સ્મોલ એન્ડ મિડકેપ પંડે 80 ટકા, ટાટા ઈન્ડીયા કન્ઝ્યુમર ફંડે 75 ટકા, રિલાયન્સ સ્મોલકેપ ફંડે 62 ટકાનું રિટર્ન આપ્યું છે.હવે ક્યા કરીએ રોકાણ
કોટક મ્યુચ્યુઅલ પંડના એમડી અને સીઈઓ નિલેશ શાહની સલાહ છે કે, એમએફમાં રિટેલ રોકાણકારોની ભાગીદારી વધી રહી છે. 2018માં લિક્વિડિટીમાં ઘટાડો નોંધાઈ શકે છે. અગામી વર્ષમાં મોંઘવારી અને વ્યાજદરમાં વદારો થવાની સંભાવના છે. નિલેશ શાહનું માનવું છે કે, જ્યારે તેજી હતી તે સમયે નપો ન કરી આપનાર શેર આ વર્ષમાં વધારે રિટર્ન આપી શકે છે. સાથે તેમણે એવી પણ સલાહ આપી છે કે, સેક્ટરની જગ્યાએ શેર પર ધ્યાન આપી રોકાણ કરવું જોઈએ.

રિલાયન્સ કેપિટલના ગ્લોબલ હેડ (ઈક્વીટિઝ) સુનિલ સિંઘાનિયાની સલાહ છે કે, 2018માં ઈકોનોમિની હાલતમાં સુધાર આવશે, પરંતુ 2018ના વર્ષમાં વધારે રિટર્ન મળવાની આશા ઓછી છે.સુનિલ સિંઘાનિયાનું માનવું છે કે, 2018માં એક્સપોર્ટ કંપનીઓ, ટેક્સટાઈલ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ફોકસ રહેશે. તેમની સલાહ છે કે, સરકાર તરફથી જે પગલા ભરવામાં આવશે, તેનો ફાયદો બજારને મળશે.
First published: December 30, 2017, 1:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading