Home /News /business /Multibagger Stocks: FDના બદલે આ 5 સરકારી બેન્કોના શેરમાં રોકાણ કરનારા થયા માલામાલ, મળ્યું 100 ટકાથી વધુ રિટર્ન
Multibagger Stocks: FDના બદલે આ 5 સરકારી બેન્કોના શેરમાં રોકાણ કરનારા થયા માલામાલ, મળ્યું 100 ટકાથી વધુ રિટર્ન
Multi bagger Stocks: FDના બદલે આ 5 સરકારી બેન્કોના શેરમાં રોકાણ કરનારા થયા માલામાલ, મળ્યું 100 ટકાથી વધુ રિટર્ન
Multibagger Banking Stocks: આ વર્ષે ઓછામાં ઓછી 5 એવી સરકારી બેંકો છે જેમના શેર્સમાં રોકારણકારોને મલ્ટિબેગર રિટર્ન મળ્યું છે. એટલે કે આ કોઈ બેંકમાં 1 વર્ષ માટે FD કરાવી હોત તેની જગ્યાએ એટલા જ રુપિયાના શેર્સ લઈ લીધા હોત તો વધુ કમાણી થઈ હોત.
શેરબજારમાં ચાલુ વર્ષે સરકારી બેન્કો (Government bank stocks on share market)ના શેરમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. આ વર્ષે પાંચ સરકારી બેન્કના શેર (Government bank stocks)માં રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન મળ્યું છે. રોકાણકારોને જબરજસ્ત વળતર (High return in stock market) આપનાર આ પાંચેય બેન્કોના શેર લાર્જ કેપ ગણવામાં આવે છે. આ બેન્કિંગ શેરમાં પંજાબ એન્ડ સિંધ બેન્ક (Punjab and Sind Bank), યુકો બેન્ક (UCO Bank), બેન્ક ઓફ બરોડા (Bank of Baroda), યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા (Union Bank Of India અને ઇન્ડિયન બેંક (Indian bank)નો સમાવેશ થાય છે. છેલ્લાં બે-ત્રણ વર્ષમાં આ બેન્કિંગ શેરો પર દબાણ જોવા મળ્યું હતું. પરંતુ ચાલુ વર્ષે આ શેરોમાં રોકાણકારોએ ખુબ કમાણી કરી છે.
પંજાબ અને સિંધ બેંકે અન્ય સરકારી બેન્કોની સરખામણીએ આ વર્ષે સૌથી વધુ રિટર્ન આપ્યું છે. વર્ષ 2022ની શરૂઆતમાં 16.45 રૂપિયા પર કારોબાર કરી રહેલા પંજાબ એન્ડ સિંધ બેંકના શેર હવે વધીને 42.85 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા છે. આ રીતે વર્ષ 2022ની શરૂઆતથી અત્યાર સુધીમાં શેરના ભાવમાં લગભગ 160.49 ટકાનો તોતિંગ વધારો થયો છે.
વર્ષ 2022ની શરૂઆતમાં યુકો બેન્કના શેરનો ભાવ 13.20 રૂપિયાની આસપાસ હતો. આ દરમિયાન આ શેર 14 ડિસેમ્બરે 14.46 ટકાના મસમોટા ઉછાળા સાથે 33.25 રૂપિયા પર બંધ થયો હતો. આ રીતે યુકો બેન્કના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 151.89 ટકાનો ઉછાળો આવ્યો છે.
બેંક ઓફ બરોડા (Bank of Baroda)
આ વર્ષની શરૂઆતમાં બેન્ક ઓફ બરોડાના શેરનો ભાવ 83.80 રૂપિયાની આસપાસ હતો. જોકે, 14મી ડિસેમ્બરે આ શેર આગલા બંધથી 0.93 ટકાના ઘટાડા સાથે 191.20 રૂપિયા પર બંધ થયો હતો. આ રીતે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં બેન્ક ઓફ બરોડાના શેરમાં લગભગ 128.16 ટકાનો ઉછાળો નોંધાયો છે.
વર્ષ 2022ની શરૂઆતમાં યૂનિયન બેંક ઑફ ઈન્ડિયાના શેરનો ભાવ 44.15 રૂપિયાની આસપાસ હતો. આ દરમિયાન 14 ડિસેમ્બરે આ શેર 0.53%ના વધારા સાથે 94.25 રૂપિયાની સપાટીએ બંધ થયા છે. આ રીતે યૂનિયન બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં આ વર્ષે અત્યાર સુધી લગભગ 113.48 ટકાનો વધારો થયો છે.
ઇન્ડિયન બેંક (Indian Bank)
વર્ષ 2022ની શરૂઆતમાં ઈન્ડિયન બેન્કના શેરનો ભાવ 142.15 રૂપિયાની આસપાસ હતો. ત્યારે ગત 14 ડિસેમ્બરે આ બેન્કના શેર આગલા બંધથી 1.70%ના વધારા સાથે 299.00 રૂપિયાની સપાટીએ બંધ થયા છે. આ રીતે ઇન્ડિયન બેન્કના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 110.34 ટકાનો ઉછાળો આવ્યો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર