આ ત્રણ સ્ટેપ ફૉલો કરો, 17.5 વર્ષમાં બની જશો કરોડપતિ

News18 Gujarati
Updated: April 14, 2019, 1:14 PM IST
આ ત્રણ સ્ટેપ ફૉલો કરો, 17.5 વર્ષમાં બની જશો કરોડપતિ
પ્રતિકાત્મક તસવીર

કરોડપતિ થવા માટે તમારે દરેક મહિને મ્યુચ્યુઅલ ફન્ડમાં નક્કી રકમ રોકવી પડશે

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : વિશ્વમાં દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તે કરોડપતિ બને પરંતુ તેમની પાસે યોગ્ય પ્લાનના અભાવે તે બની શકતા નથી. અમે તમને ત્રણ સ્ટેપ જણાવીશું જેના દ્વારા તમે 17.5 વર્ષમાં કરોડપતિ બની શકશો. જાણો આ ત્રણ સ્ટેપ્સ

સ્ટેપ 1
સ્ક્રિપબૉક્સના પ્લાન મુજબ સૌથી પહેલાં તમારે મ્યુચ્યુઅલ ફંડમાં SIPમાં દર મહિને રૂપિયા 5,000નું રોકાણ કરવાનું રહેશે. કરોડપતિ બનવાની દિશામાં આ તમારૂ પ્રથમ સ્ટેપ છે.

સ્ટેપ 2
દર વર્ષે તમારે રૂપિયા 5,000ના રોકાણમાં SIPમાં 15 ટકાનો વધારો કરવાનો રહેશે. એટલેકે બીજા વર્ષે તમારે દર મહિને રૂપિયા 5,750નું રોકાણ કરવાનું રહેશે. ત્યારબાદ બીજા વર્ષે તમારે ફરીથી રોકાણમાં 15 ટકાનો વધારો કરવાનો રહેશે અને આવું તમારે સતત 17 વર્ષ સુધી શરૂ રાખવું પડશે.

પ્રતિકાત્મક તસવીર
સ્ટેપ 3
આ સાથે જ તમારે ધીરજ રાખી અને તમારા ફન્ડને વિકસતું જોવું પડશે. તમારે વચ્ચેથી ક્યારેય તમારા ફન્ડમાંથી પૈસા ઉપડાવા નહીં, જો તમે વચ્ચેથી પૈસા ઉપાડી લેશો તો કરોડપતિ થવાનું સ્વપ્ન રોળાઈ શકે છે. જો તમારા રોકાણ પર વાર્ષિક 14 ટકાનું પણ વળતર મળે તો 17.5 વર્ષ બાદ તમને એક કરોડ રૂપિયા મળશે.
First published: April 14, 2019
વધુ વાંચો
अगली ख़बर