Home /News /business /આ સ્મોલ કંપનીએ લોન્ચ કર્યો IPO, માત્ર 30 રૂપિયાના પ્રાઈસ બેન્ડ સાથે આજથી લગાવી શકાશે દાવ
આ સ્મોલ કંપનીએ લોન્ચ કર્યો IPO, માત્ર 30 રૂપિયાના પ્રાઈસ બેન્ડ સાથે આજથી લગાવી શકાશે દાવ
આ સ્મોલ કંપનીએ લોન્ચ કર્યો IPO
IPO News: જો હજુ સુધી તમે કોઈ કંપનીના આઈપીઓ પર દાવ લગાવ્યો નથી, તો તમારી પાસે અન્ય એક તક છે. પીએનજીએસ ગાર્ગી ફેશન જ્વેલરી લિમિટેડનો આઈપીઓ આજથી સબસક્રાઈબ કરી શકાય છે.
નવી દિલ્હીઃ જો હજુ સુધી તમે કોઈ કંપનીના આઈપીઓ પર દાવ લગાવ્યો નથી, તો તમારી પાસે અન્ય એક તક છે. પીએનજીએસ ગાર્ગી ફેશન જ્વેલરી લિમિટેડનો આઈપીઓ આજથી સબસક્રાઈબ કરી શકાય છે. કંપનીએ આ આઈપીઓ માટે 30 રૂપિયાની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે.
શું છે જીએમપી?
ચિત્તોડગઢ ડોટ કોમ વેબસાઈટ અનુસાર, ગ્રે માર્કેટમાં કંપનીનો આઈપીઓ આજે એટલે કે 8 ડિસેમ્બર 2022ના રોજ 10 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. એટલે કે જો આ જ ટ્રેંડ આગળ જોવા મળ્યો તો, કંપની 33 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે. જાણકારી અનુસાર, કંપનીનો આઈપીઓ 13 ડિસેમ્બર સુધી ઓપન રહેશે.
પીએનજીએસ ગાર્ગી ફેશન જ્વેલરી લિમિટેડ મહિલાઓ માટે નેકલેસ, ચેઈન, ફિંગર રિંગ્સ વગેરે જેવી જ્વેલરી બનાવે છે. સાથે જ કંપની પુરુષો માટે એક્સસરિઝ, રિંગ્સ વગેરે બનાવે છે.
SME IPO પણ રૂપિયા મેળવવા માટેની એક રીત છે. તેમાં સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝ કંપનીની પાસે શેર વેચીને રૂપિયા ભેગા કરવાનું માધ્યમ હોય ચે. ત્યારબાદ કંપનીઓ બીએસઈ એમએસઈ કે એનએસઈ ઈમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થાય છે. SME IPO માટે કંપનીની પાસે પોસ્ટ ઈશ્યૂ કેપિટલ 1 કરોડથી 25 કરોડની રહેવો જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર