Home /News /business /Money management: નાની વયમાં જ આર્થિક સમસ્યાઓથી છૂટકારો આપશે આ ટિપ્સ
Money management: નાની વયમાં જ આર્થિક સમસ્યાઓથી છૂટકારો આપશે આ ટિપ્સ
Money management: યુવાનીમાં આર્થિક પડકારો સામે કઈ રીતે લડવું? અહીં જાણો ફાઇનાન્સિયલ મેનેજમન્ટની પદ્ધતિ
ઘણા યુવાનોને પગભર ન થાય ત્યાં સુધી માતા-પિતાની છત્રછાયામાં રહે છે. આ નિર્ભરતાના કારણે તેમની પાસે પોતાની નાણાંકીય બાબતોને જાતે જ સંભાળવા માટે જ્ઞાન અને સોલ્યુશન હોતા નથી.
ઘણા યુવાનોને પગભર ન થાય ત્યાં સુધી માતા-પિતાની છત્રછાયામાં રહે છે. આ નિર્ભરતાના કારણે તેમની પાસે પોતાની નાણાંકીય બાબતોને જાતે જ સંભાળવા માટે જ્ઞાન અને સોલ્યુશન હોતા નથી. યંગસ્ટર્સ પ્રોફેશનલ દુનિયામાં પગ મૂકે એટલે તેમના પર મોટી જવાબદારીઓ આવવા લાગે છે. તેમને વાસ્તવિક જીવનના પડકારોનો સામનો કરવો પડે છે. બીજી તરફ જાગૃતિ અને પૂરતા શિક્ષણનો અભાવ હોવાના કારણે તેઓ પર્સનલ ફાઇનાન્સ વિશે ઊંડાણથી જાણતા નથી. ફાઇનાન્સ મેનેજમેન્ટ અંગે વ્યાવસાયિક જ્ઞાન વિના યુવાનો જવાબદારીઓ જાતે સંભાળી શકતા નથી.
પૈસા વિશે અધૂરી જાણકારી હોવાથી તેઓ ક્યારેક નુકસાન પણ કરી બેસે છે. આવું ન થાય તે માટે જ માતા-પિતા અને શૈક્ષણિક સંસ્થાઓએ બાળકોને પૈસા વિશે શિક્ષિત કરવાની પહેલ કરવી જોઈએ. યંગસ્ટરે બજેટ બનાવવું, તેમના રીસોર્સની અંદર રહેવું, લોનનું મેનેજમેન્ટ, બચત અને નિવૃત્તિ માટેના આયોજન જેવા વિષયો વિશે શીખવું જોઈએ. અહીં તે અંગે કેટલીક જાણકારી આપવામાં આવી છે.
દેશમાં ઉચ્ચ શિક્ષણનો ખર્ચ સામાન્ય વ્યક્તિની આવક કરતા વધારે છે. આ કારણે એજ્યુકેશન લોનની જરૂર પડે છે. લોનથી યુવાનોને કોઈ પણ પરેશાની વગર પોતાનો અભ્યાસ પૂરો કરવામાં મદદ મળે છે. પરંતુ વિદ્યાર્થીઓ સ્નાતક થઈને કમાવાનું શરૂ કરે ત્યારે લોન ભરપાઈ કરવી મુશ્કેલ બની જાય છે. આવું થવા પાછળ બે કારણો જોવા મળે છે. પહેલું, શિસ્તનો અભાવ અને બીજું શરૂઆતમાં ઓછો પગાર. જેના કારણે દેવું વધતું જ રહે છે. લોનની અનિયમિત ચુકવણી યુવાનોને દેવામાં ધકેલી દે છે. જેના કારણે તેમનો ક્રેડિટ સ્કોર પણ બગડે છે. કેરિયરની શરૂઆતમાં લોન ચુકવવી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં સરળતા માટે વધારે ઉધાર લેવું હિતાવહ નથી. માસિક હપ્તા મેનેજ કરી શકાય તેવા કદમાં જાળવી રાખવા એજ્યુકેશન લોનમાં લાંબી મુદ્દત લેવી જોઈએ. આવક વધી જાય પછી તમારી લોનની મુદત ઘટાડી શકાય છે. આ સાથે જ ખર્ચને પણ કંટ્રોલમાં રાખવો જરૂરી છે.
કોઈ પણ પ્રકારની કટોકટી જાણ કરીને નથી આવતી. નાણાંકીય ઇમરજન્સીમાં પણ આ લાગુ પડે છે. આ કટોકટી કોઈપણ સ્વરૂપમાં અને કોઈપણ સમયે આવી શકે છે. મોટાભાગના યુવાનોનો પ્રારંભિક પગાર ઓછો હોય છે, પરિણામે બચત ઓછી થાય છે. કટોકટીના સંજોગો થોડા જ સમયમાં બચતની રકમ પૂરી કરી શકે છે. આવી સ્થિતિમાં ઈમરજન્સી ફંડ બનાવવું જોઈએ. આ માટે યુવાનોએ સમજદારીપૂર્વક પોતાની આવકનનો ભાગ પાડવાની જરૂર છે. શરૂઆતમાં તમે કટોકટીની સ્થિતિ માટે બચત ખાતામાં 3થી 6 મહિના માટે તમારી આવક બચાવવાનું લક્ષ્ય રાખી શકો છો. યુવાનોએ ઈન્શ્યોરન્સ પણ લેવો જોઈએ. નાની ઉંમરે વીમો લેવાથી પ્રીમિયમ ઓછું રહે છે. જે એકંદરે રાહત આપે છે.
યુવાનો ઘણીવાર તેમને શું જોઈએ છે અને શું નથી જોઈતું, તે વચ્ચે મૂંઝવણમાં મુકાઈ જાય છે. જરૂરિયાતો એટલે કે જેની ખરેખર જરૂર છે તેવી વસ્તુ. જેમ કે કપડાં, ખોરાક, રહેઠાણ વગેરે. તમારી જરૂરિયાતો તમારી ખરીદ શક્તિ દ્વારા નિર્ધારિત થાય છે. તમારી ઈચ્છાઓ પાછળ પૈસા ખર્ચ કરવા યોગ્ય બાબત છે, પરંતુ જો આ ખર્ચ ધ્યાનથી ન કરવામાં આવે તો આર્થિક હાલત પર અસર પડી શકે છે. આવી સ્થિતિમાં આવક અને જાવક ધ્યાનમાં રાખી ઇચ્છાઓને પૂર્ણ કરવી હિતાવહ છે. મૂળભૂત જરૂરિયાતોને ઓળખી કાઢો અને ત્યારબાદ ખર્ચ કરો. તમારી ઇચ્છા પૂરી કરવા ચતુરાઈથી ખર્ચ કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર