Home /News /business /Mental health : આ વીમા કંપનીઓ માનસિક બિમારીઓને કરે છે કવર, જુઓ આ લિસ્ટ
Mental health : આ વીમા કંપનીઓ માનસિક બિમારીઓને કરે છે કવર, જુઓ આ લિસ્ટ
માનસિક સ્વસ્થતા
માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અંગે લોકોમાં જાગૃતતા આવી રહી છે. માનસિક સ્વાસ્થ્યની પરેશાનીઓમાં વધારો થવાને કારણે અનેક વીમા પોલીસી મનોવૈજ્ઞાનિક સંબંધિત બિમારીઓ (psychological disorders)ને પણ કવર કરે છે.
કોરોનાકાળ (COVID-19 pandemic)માં માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ (Mental health issues)માં વધારો થવાને કારણે આ મુદ્દે ખૂબ જ ચર્ચા થઈ રહી છે. કોરોનાને કારણે તણાવ, ચિંતા, માનસિક સ્વાસ્થ્ય, જેનેટીક સમસ્યાથી પરેશાનીઓ થઈ શકે છે.
માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અંગે લોકોમાં જાગૃતતા આવી રહી છે. માનસિક સ્વાસ્થ્યની પરેશાનીઓમાં વધારો થવાને કારણે અનેક વીમા પોલીસી મનોવૈજ્ઞાનિક સંબંધિત બિમારીઓ (psychological disorders)ને પણ કવર કરે છે.
વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (Insurance Regulatory and Development Authority, IRDAI)એ તમામ વીમાકંપનીઓને નવી પોલિસી હેઠળ માનસિક બિમારીઓને કવર કરવાનો આદેશ આપ્યો છે.
વર્ષ 2018ના આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ નવી પોલિસી હેઠળ તીવ્ર તણાવ, ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર (OCD), એન્ક્ઝાઈટી ડિસઓર્ડર, બિપોલર ડિસઓર્ડર, પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયા, ડિમેન્શીયા, સાઈકોટીક ડિસઓર્ડર, અટેન્શન ડેફિસિટ અને હાઈપરએક્ટિવિટી ડિસઓર્ડર અને મૂડ ડિસઓર્ડર જેવી માનસિક બિમારીઓને શામેલ કરવામાં આવી છે.
પોલિસીધારકોને જાણકારી હોવી જોઈએ કે, મોટાભાગના આ પ્રકારના કેસમાં જો પોલિસીધારક હોસ્પિટલમાં દાખલ થાય તો જ સ્વાસ્થ્ય વીમા હેઠળ આ બિમારીઓને કવર કરવામાં આવે છે. આ પોલીસી હેઠળ OPD ખર્ચને કવર કરવામાં આવતો નથી.
ઈન્શ્યોરન્સ દેખોના ચિફ એક્ઝીક્યુટીવ ઓફિસર અને કો ફાઉન્ડર અંકિત અગ્રવાલે આપી હતી. અંકિત અગ્રવાલે જણાવ્યું કે, પોલિસીધારકોએ વીમા પોલિસી ખરીદતા સમયે આ પોલિસીની શરતોને એકવાર ધ્યાનથી વાંચી લેવા જોઈએ. સામાન્ય રીતે વીમા પોલિસી કંપનીઓ પોલિસીધારકના હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને જ કવર કરે છે. જો વીમાધારક કંપનીઓ OPD ના ખર્ચને કવર કરે છે, તે જ વીમાધારક કંપનીઓ આઉટ પેશન્ટ કાઉન્સેલિંગ અથવા થેરાપીને કવર કરે છે.
મેક્સ બુપા હેલ્થ ઈન્શ્યોરન્સ (Max Bupa Health Insurance), ICICI લોમ્બાર્ડ (ICICI Lombard), આદિત્ય બિરલા હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની (Aditya Birla Health Insurance Company), HDFC ઈર્ગો જનરલ ઈન્શ્યોરન્સ (HDFC Ergo General Insurance) અને ડિજિટ જનરલ ઈન્શ્યોરન્સ (Digit General Insurance) જેવી વીમાધારક કંપનીઓ માનસિક સ્વાસ્થ્યની બિમારીઓને કવર કરે છે.
90 મિલિયનથી વધુ ભારતીયો એટલે કે, દેશની 7.5 ટકા વસ્તી માનસિક બિમારીથી પીડાઈ રહી છે. મેન્ટ હેલ્થ રિસર્ચ યૂ કે ની સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, ભારતના કોર્પોરેટ ક્ષેત્રના 42.5 ટકા કર્મચારીઓ તણાવનો સામનો કરી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર