એક હજાર રૂપિયાના રોકાણ દ્વારા મેળવી શકો છો લાખોનું ફંડ, જાણો ક્યાં લગાવી શકો છો પૈસા?

Investment Plan

Investment Plan- એક્સપર્ટનું કહેવું છે કે પૈસા ત્યાં રોકવા વધુ યોગ્ય રહેશે જ્યાં તમને બે ગણો ફાયદો મળે. એટલે કે વધુ નફો (Earn Money) મળવાની સાથે ટેક્સ સેવિંગ્સ પણ થઇ જાય

  • Share this:
નવી દિલ્હી : રોકાણ (Investment Plan) કરવું એ આજના સમયને ધ્યાનમાં રાખીને એક સારી બાબત છે. પરંતુ તે પણ જરૂરી છે કે રોકાણ યોગ્ય સમય પર યોગ્ય જગ્યાએ કરવું જોઇએ. એક્સપર્ટનું કહેવું છે કે પૈસા ત્યાં રોકવા વધુ યોગ્ય રહેશે જ્યાં તમને બે ગણો ફાયદો મળે. એટલે કે વધુ નફો (Earn Money) મળવાની સાથે ટેક્સ સેવિંગ્સ પણ થઇ જાય. અમે આવા જ અમુક રોકાણ વિકલ્પો વિશે તમને જણાવવા જઇ રહ્યા છીએ. જેમાં તમે તમારી સેલેરીને રોકી શકો છો. ચાલો જાણીએ તમે ક્યાં-ક્યાં પૈસા લગાવી શકો છો.

1. કંપનીઓના શેરમાં કરો રોકાણ

શેર બજારમાં વિવિધ કંપનીઓના સ્ટોકમાં દર મહીને 1000 રૂપિયા રોકીને તમે તમારો પોર્ટફોલિયો સારો બનાવી શકો છો. જોકે, આટલી ઓછી રકમમાં તમે મોટી કંપનીના મોંઘા સ્ટોક્સમાં રોકાણ નહીં કરી શકો. પરંતુ એવી ઘણી કંપનીઓ છે જે સારો ગ્રોથ નોંધાવી રહી છે અને તેમના શેરની કિંમત રૂ.1000થી ઓછી છે. આવી કંપનીઓમાં શેર ખરીદીને તમે સારો નફો કમાઇ શકો છો. પરંતુ કોઇ પણ કંપનીના શેર ખરીદતા પહેલા સારી રીતે તેના વિશે રિસર્ચ જરૂર કરો.

2. મ્યૂચુઅલ ફંડમાં કરો રોકાણ (Mutual Fund)

તમે મ્યૂચુઅલ ફંડમાં દર મહિને ઓછામાં ઓછા 500 રૂપિયાનું પણ રોકાણ કરી શકો છો. રોકાણકાર પોતાના નાણાંકીય લક્ષ્યના હિસાબે મ્યૂચુઅલ ફંડ સ્કિમ પસંદ કરી શકે છે. મ્યૂચુઅલ ફંડના કોઇ ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરવાનો ફાયદો તે છે કે તમારે કમીશન આપવું પડતું નથી. તેથી લાંબા સમય માટેના રોકાણમાં તમારું રિટર્ન ખૂબ વધી જાય છે. SIP દ્વારા આ ઇક્વિટી મ્યૂચુઅલ ફંડ, ડેટ મ્યૂચુઅલ ફંડ કે હાઇબ્રિડ મ્યૂચુઅલ ફંડ સ્કિમમાં રોકાણ કરી શકો છો.

આ પણ વાંચો - વેક્સીન લગાવીને બની જશો કરોડપતિ, Amazon વેક્સીન લગાવનારને આપી રહ્યું છે કેશ, જાણો ક્યાં મળશે સુવિધા?

3. પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ

પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF)માં રોકાણ કરવામાં સૌથી ઓછું જોખમ છે. તેમાં પૈસા ડૂબવાનો કોઇ ખતરો રહેતો નથી. હાલ PPF પર વાર્ષિક 7.1 ટકાના દરે વ્યાજ મળે છે અને સરકાર ઇનકમ ટેક્સની કલમ 80C અંતર્ગત PPFમાં રોકાણ કરવા પર 1.5 લાખ સુધીનો ટેક્સ બેનિફિટ પણ આપે છે. તેનો લોક પીરિયડ 15 વર્ષ છે. 15 વર્ષ સુધી જો તમે PPFમાં દર મહિને 1000 રૂપિયા જમા કરો છો તો કુલ જમા રકમ 1,80,000 થઇ જાય છે, પરંતુ બદલામાં તમને 3,25,457 રૂપિયા મળશે.

4. રેકરિંગ ટર્મ ડિપોઝીટ

રેકરિંગ ડિપોઝીટ (RD) એક પ્રકારનું ટર્મ ડિપોઝીટ છે, જે રોકાણકારોની રેગ્યુલર સર્વિસની ટેવને આગળ ધપાવે છે. RD એકાઉન્ટમાં દર મહીને મિનિમમ 100 રૂપિયા રોકાણ કરી શકાય છે. તેની મહત્તમ મેચ્યોરિટી 10 વર્ષની છે. તેમાં ગ્રાહકોને 3 ટકાથી લઇને 9 ટકા સુધી વ્યાજ મળે છે.

5 .નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ(NSC) એક નાની બચત યોજના છે, જેમાં તમે 100 રૂપિયાથી લઇને ગમે તેટલી રકમ રોકી શકો છો. હાલ તેના પર 6.8 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. તમે તેને પોસ્ટ ઓફિસ કે કોઇ બેંકમાંથી ખરીદી શકો છો. તેમાં રોકાણ કરવાથી ઇન્કમ ટેક્સના સેક્શન 80C અંતર્ગત વાર્ષિક 1.5 લાખ રૂપિયાનો ટેક્સ બેનિફીટ મળે છે. જો તમે પાંચ વર્ષ માટે NSCમાં દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરો છો તો એક વર્ષમાં તેમાં 12,000 રૂપિયા જમા થાય છે, પરંતુ પાંચ વર્ષ બાદ આ જ રકમ 16,674 રૂપિયા થઇ જાય છે.
First published: