Home /News /business /જાણીતા એક્સપર્ટ નવીન કુલકર્ણીએ આપી સલાહ, આ 4 સેક્ટર્સમાં લગાવો રૂપિયા; થઈ જશો માલામાલ

જાણીતા એક્સપર્ટ નવીન કુલકર્ણીએ આપી સલાહ, આ 4 સેક્ટર્સમાં લગાવો રૂપિયા; થઈ જશો માલામાલ

નવીન કુલકર્ણીએ આપી રોકાણની સલાહ

Investment Tips: બજારના જાણીતા નિષ્ણાંત નવીન કુલકર્ણીના અનુસાર, ભારતીય શેરબજારમાં એવા ચાર સેક્ટર છે, જેમાં રૂપિયા લગાવીને રોકાણકારોને આવનારા સમયમાં સારુ વળતર મળવાની સંભાવના ઘણી વધારે છે.

    નવી દિલ્હીઃ બજારના જાણીતા નિષ્ણાંત નવીન કુલકર્ણીના અનુસાર, ભારતીય શેરબજારમાં એવા ચાર સેક્ટર છે, જેમાં રૂપિયા લગાવીને રોકાણકારોને આવનારા સમયમાં સારુ વળતર મળવાની સંભાવના ઘણી વધારે છે. એક્સપર્ટ દ્વારા બતાવવામાં આવેલા ચાર સેક્ટરના શેરમાં મિડકેપ અને સ્મોલકેપ કંપનીઓ પણ છે. આ કારણે શેરમાં લાંબા ગાળે ફાયદો થવાની શક્યતા વધારે છે. આવો જાણીએ એક્સપર્ટ અનુસાર, તે ચાર શેર કયા છે, જેમાં રોકાણ કરી શકાય છે.

    બેંકિંગ સેક્ટરના શેર

    નવીન કુલકર્ણીના અનુસાર, પહેલું સેક્ટર છે બેંકિંગ સેક્ટર. એક્સપર્ટ માને છે કે લાંબા ગાળા માટે બેંકિંગ સેક્ટરના શેર સારું પ્રદર્શન કરી શકે છે. આમાં સૌથી મુખ્ય છે કર્ણાટક બેંક. એક્સપર્ટના મત અનુસાર, ભલે આ બેંક નાની છે, પરંતુ આમાં સારું વળતર આપવાનો દમ છે. બેંકના ગત ક્વાટરની રિપોર્ટ ઘણો મજબૂત રહ્યો છે. એક્સપર્ટના અનુસાર ફેડરલ બેંક અને ડીસીબી બેંક પણ સારું પ્રદર્શન કરી રહી છે, જે આવનારા સમયમાં દમદાર વળતર આપી શકે છે.

    આ પણ વાંચોઃ આજે જ કરો ભારે માંગ વાળા આ બિઝનેસની શરૂઆત, સરકારની મદદથી ઉગાડો ‘લીલું સોનું’

    હોટેલ સેક્ટરની કંપની

    માર્કેટ એક્સપર્ટના અનુસાર, બીજું સેક્ટર છે હોટેલ. તેમણે ETHને હોટેલ સ્પેસમાં શ્રેષ્ઠ તરીકે રેટ કર્યુ છે. એક્સપર્ટ કહે છે કે, આવનારા ત્રીજા અને ચોથા ક્વાટરમાં હોટેલના પરિણામ સારા આવશે. જાણકારી અનુસાર, હોટેલ સ્પેસના ક્વાટર ટૂના પરિણામ એટલા સારા નહિ આવે જેટલો અંદાજ લગાવવામાં આવ્યો હતો.

    આ પણ વાંચોઃ ગુજરાતમાં બે-બે પ્લાન્ટ ધરાવતી આ ફાર્મા કંપનીના શેરમાં 43%ના ઉછળાનો બ્રોકરેજ હાઉસને છે વિશ્વાસ

    ડિફેન્સ સેક્ટર

    એક્સપર્ટ નવીન કુલકર્ણીએ ત્રીજા સેક્ટર તરીકે ડિફેન્સની પસંદગી કરી છે. આમાં તેમણે ભારતીય ડાયનેમિક્સ પર તેમનો દાવ લગાવ્યો છે. એક્સપર્ટ માને છે કે, રક્ષા ક્ષેત્રમાં ભારત ડાયનેમિક્સની પકડ સારી છે. જેનો ફાયદો રોકાણકારોને મળશે.


    સિમેન્ટ સેક્ટર

    એક્સપર્ટે ચોથા સેક્ટર તરીકે સિમેન્ટની પસંદગી કરી છે. એક્સપર્ટનું માનવું છે કે, આવનારા સમયમાં સિમેન્ટ સેક્ટરમાં શેરમાં વધારો જોવા મળશે, ખાસ કરીને નવેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે. એક્સપર્ટે સિમેન્ટ સેક્ટરની નાની કંપનીઓ જેવી કે જે કે લક્ષ્મી સિમેન્ટ, ઓરિએન્ટ સિમેન્ટ પર નજર બનાવી રાખવાનું કહ્યુ છે. એક્સપર્ટે આ કંપનીઓના કદ અને કુશળતા પર વિશ્વાસ દર્શાવ્યો છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment tips, Stock market

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन