દિગ્ગજ રોકાણકાર ડોલી ખન્ના ઓછા મૂલ્યવાળા મિડકેપ્સ અને સ્મોલકેપ્સ જે લોકોમાં ખાસ પ્રખ્યાત નથી તેને પસંદ કરી તેના દ્વારા તગડી કમાણી કરવા માટે જાણીતા છે. તે 1996થી ઇક્વિટીમાં ટ્રેડિંગ કરી રહ્યા છે. આજે તેમના પોર્ટફોલિયોની કિંમત 4.02 અબજ રૂપિયા છે, જે 30 સપ્ટેમ્બર, 2022ના રોજ 22 પબ્લિકલી ટ્રેડ કરતા શેરો માટે એક્સચેન્જોને નોંધાયેલા કોર્પોરેટ શેરહોલ્ડિંગ્સ પર આધારિત છે. ડોલી ખન્નાના પોર્ટફોલિયોમાં હાલ મૂલ્યની દ્રષ્ટિએ સૌથી વધુ રોકાણ કરાયેલા ટોચના 5 શેરોની યાદી અહીં આપવામાં આવી છે.
આ યાદીમાં પ્રથમ સ્ટોક ચેન્નઈ પેટ્રોકેમિકલ કોર્પોરેશનનો છે. સપ્ટેમ્બર 2022 સુધીમાં ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશનની શેરહોલ્ડિંગ પેટર્ન દર્શાવે છે કે ડોલી ખન્ના કંપનીમાં 2.57% હિસ્સો એટલે કે 3.8 મિલિયન શેર ધરાવે છે. 28 ડિસેમ્બર 2022ના રોજ ચેન્નાઈ પેટ્રોલિયમની વર્તમાન બજાર કિંમત રૂ. 204.7ને ધ્યાનમાં લેતા કંપનીમાં ડોલી ખન્નાની હોલ્ડિંગનું કુલ મૂલ્ય રૂ. 783 મિલિયન છે.
શરૂઆતમાં ડોલી ખન્નાએ માર્ચ 2022માં ચેન્નાઇ પેટ્રોકેમિકલમાં 0.7% ઇક્વિટી ખરીદી હતી. તે સમયે આ સોદો રૂ. 263 મિલિયનની કિંમતે થયો હતો અને શેરદીઠ રૂ. 263.1ના ભાવે ઓપન માર્કેટ ઓપરેશન દ્વારા આ શેર ખરીદાયા હતા.
ચેન્નાઇ પેટ્રોકેમિકલમાં ડોલી ખન્નાનો હિસ્સો-
ક્વાર્ટર | કુલ શેર | હિસ્સો (%) |
જૂન - 2022 | 4,869,474 | 3.27 |
સપ્ટે - 2022 | 8,826,908 | 2.57 |
જોકે, ડોલી ખન્નાએ ચેન્નાઇ પેટ્રોકેમિકલમાં હિસ્સો ખરીદ્યા બાદ શેરના ભાવમાં ખાસ ઉછાળો જોવા મળ્યો નથી. હકીકતમાં જુલાઈ 2022થી 28 ડિસેમ્બર 2022 સુધીમાં ચેન્નાઇ પેટ્રોકેમિકલના શેરના ભાવમાં 22.2%નો ઘટાડો થયો છે.
બીજી તરફ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી પર રશિયા-યુક્રેન યુદ્ધ જેવા ભૌગોલિક કારણોએ ઊંડી અસર કરી હતી. આ ઉપરાંત જુલાઈ 2022માં ભારત સરકારે વિન્ડફોલ ટેક્સની જાહેરાત કરી હતી, જેણે દેશની તેલ અને ગેસ કંપનીઓ પર નકારાત્મક અસર કરી હતી.
સપ્ટેમ્બર 2022 સુધીમાં પોલિપ્લેક્સ કોર્પોરેશનની શેરહોલ્ડિંગ પેટર્ન દર્શાવે છે કે ડોલી ખન્ના કંપનીમાં 1.17 ટકા હિસ્સો એટલે કે 0.36 મિલિયન શેર ધરાવે છે.
પોલીપ્લેક્સમાં ડોલી ખન્નાનો હિસ્સો-
ક્વાર્ટર | કુલ શેર | હિસ્સો (%) |
જૂન -21 | 322,198 | 1.03 |
સપ્ટે.-21 | 323,778 | 1.03 |
ડિસે.- 21 | 342,478 | 1.09 |
માર્ચ - 22 | 409,070 | 1.3 |
જૂન - 22 | 392,970 | 1.25 |
સપ્ટે.- 22 | 368,170 | 1.17 |
સપ્ટેમ્બર 2022ના ત્રિમાસિક ગાળા માટે કંપનીની આવકમાં 35% YOY વધીને રૂ. 20.9 બિલિયન રહી હતી, જ્યારે કંપનીનો ચોખ્ખો નફો 18.2% વધીને રૂ. 2 બિલિયન રહ્યો હતો.
પોલિપ્લેક્સ કોર્પોરેશન માટે કાચા માલનો ખર્ચ કુલ ખર્ચના 67 ટકા જેટલો હોય છે. કાચા માલના ઊંચા ભાવને કારણે નાણાંકીય વર્ષ 2022-23ના પ્રથમ બે ત્રિમાસિક ગાળામાં કંપનીના ઓપરેટિંગ માર્જિન દબાણમાં રહ્યા છે. 2022 સુધી કંપનીનો ડેટ-ટુ-ઇક્વિટી રેશિયો 0.28 જેટલો નીચો છે. ડિવિડન્ડ યીલ્ડમાં 7 ટકાથી વધુની રકમ ધરાવતી કંપનીઓમાંની આ એક છે.
સપ્ટેમ્બર 2022 સુધી કેસીપીની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, ડોલી ખન્ના આ કંપનીમાં 3.04% હિસ્સો એટલે કે 3.9 મિલિયન શેર ધરાવે છે. 22 ડિસેમ્બર 2022ના રોજ કેસીપીના શેરની બજાર કિંમત રૂ. 112.5 ધ્યાનમાં લેતા કંપનીમાં ડોલી ખન્નાની કુલ હિસ્સેદારી રૂ. 441.1 મિલિયનની આસપાસ છે. શરૂઆતમાં ખન્નાએ સપ્ટેમ્બર 2020માં કેસીપીના 3.1 મિલિયન શેર ખરીદ્યા હતા.
ક્વાર્ટર | કુલ શેર | હિસ્સો (%) |
સપ્ટે-20 | 3,096,593 | 2.4 |
ડિસે-20 | 3,155,543 | 2.45 |
માર્ચ-21 | 4,305,812 | 3.34 |
જૂન-21 | 5,587,291 | 4.33 |
સપ્ટે-21 | 5,327,882 | 4.13 |
ડિસે-21 | 5,048,682 | 3.92 |
માર્ચ-22 | 4,771,855 | 3.7 |
જૂન-22 | 4,371,639 | 3.39 |
સપ્ટે-22 | 3,921,652 | 3.04 |
ડોલી ખન્નાએ સપ્ટેમ્બર 2020માં પોતાનો હિસ્સો 2.4%થી વધારીને જૂન 2021માં 4.3% કર્યો હતો. સપ્ટેમ્બર 2022ના ત્રિમાસિક ગાળામાં કંપનીની આવકમાં 2.7% YOYનો ઘટાડો થતા આવક રૂ. 3.9 બિલિયન રહી હતી. સાથે જ 174.8% YOY ના ઘટાડા સાથે રૂ. 225.3 મિલિયનની ચોખ્ખી ખોટ નોંધાવી હતી. કાચા માલમાં વધી રહેલા ખર્ચના કારણે કંપનીના નફામાં ઘટાડો થયો હતો. વળી, વર્ષ 2022માં ક્રૂડ ઓઈલના વધતા ભાવની સાથે કંપનીનો ઈંધણ ખર્ચ લગભગ બમણો થયો, જેનાથી એકંદરે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો હતો.
સપ્ટેમ્બર 2022 સુધીની શારદા કોર્પેકેમની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, ડોલી ખન્ના કંપનીમાં 1.38% હિસ્સો એટલે કે 0.9 મિલિયન શેર ધરાવે છે. 28 ડિસેમ્બર 2022ના રોજ કંપનીના શેરની વર્તમાન બજાર કિંમત રૂ. 462 ધ્યાનમાં લેતાં કંપનીમાં ડોલી ખન્નાની કુલ ભાગીદારી રૂ. 424.2 મિલિયન થાય છે. શરૂઆતમાં ખન્નાએ માર્ચ 2022માં શારદા કોર્પકેમના 1.2 મિલિયન શેર ખરીદ્યા હતા.
ક્વાર્ટર | કુલ શેર | હિસ્સો (%) |
માર્ચ-22 | 1,243,710, | 1.38 |
જૂન-22 | 1,081,526 | 1.2 |
સપ્ટે-22 | 918,168 | 1.02 |
શારદા કૉર્પકેમમાં ડોલી ખન્નાનું મોટું રોકાણ તેના શેરના ભાવમાં એક વર્ષમાં 145 ટકાથી વધુનો ઉછાળો રૂ. 284થી રૂ. 708 આવ્યા બાદ થયું હતું.
જૂન 2022ના ત્રિમાસિક ગાળામાં ચલણમાં અવમૂલ્યન અને કંપનીને ફોરેક્સ ખોટ થતા ચોખ્ખા નફામાં 40.5% YOY ઘટાડો નોંધાવ્યા પછી કંપનીના શેરમાં ઘટાડો થયો હતો. આ ઘટાડો સપ્ટેમ્બર 2022ના ત્રિમાસિક ગાળા માટે ચાલુ રહ્યો હતો. જ્યારે સપ્ટેમ્બર 2022ના ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક 12.3%ના વધારા સાથે 12.3% વધીને રૂ. 7.2 બિલિયન થઈ હતી. કંપનીના ચોખ્ખા નફામાં 62.2% YOYથી રૂ. 120.9 મિલિયનનો ચોખ્ખો ઘટાડો જોવા મળ્યો હતો.
સપ્ટેમ્બર 2022 સુધીમાં મોન્ટે કાર્લોની શેરહોલ્ડિંગ પેટર્ન દર્શાવે છે કે ડોલી ખન્નાએ આ કંપનીમાં 2.49% હિસ્સો એટલે કે કુલ 0.5 મિલિયન શેર ખરીદ્યા છે. મોન્ટે કાર્લોના શેરની 28 ડિસેમ્બર 2022ની બજાર કિંમત અનુસાર, રૂ. 721.8ને ધ્યાનમાં લેતા કંપનીમાં ડોલી ખન્નાની કુલ હિસ્સેદારી રૂ. 371.9 મિલિયન થાય છે. શરૂઆતમાં ડોલી ખન્નાએ ડિસેમ્બર 2021માં મોન્ટે કાર્લોના 0.2 મિલિયન શેર ખરીદ્યા હતા.
ક્વાર્ટર | કુલ શેર | હિસ્સો(%) |
ડિસે-21 | 208,004 | 1 |
જૂન-22 | 369,032 | 1.78 |
સપ્ટે-22 | 515,356 | 2.49 |
જોકે, માર્ચ 2022થી તેનું નામ કંપનીના કી શેરહોલ્ડરોની લીસ્ટમાંથી ગાયબ છે, કારણ કે તેનો હિસ્સો 1 ટકાથી ઘટ્યો હતો. પરંતુ જૂન, 2022ના ક્વાર્ટરમાં ખન્નાનો હિસ્સો વધીને 1.7 ટકા થઇ ગયો હતો.
જૂન 2022ના ત્રિમાસિક ગાળામાં, કપાસના ભાવમાં ઘટાડો થતાં અને મજબૂત સ્ટોર એડિશનના કારણે કંપનીએ રેકોર્ડબ્રેક વેચાણ નોંધાવ્યું હતું. કંપનીએ 11 નવા એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ્સ (ઇબીઓ) ખોલ્યા છે. તેની માર્ચ 2023ના અંત સુધીમાં કુલ 30 સ્ટોર્સ ખોલવાની યોજના છે. સપ્ટેમ્બર 2022ના ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક 5% YOY વધીને રૂ. 2.5 બિલિયનનો વધારો થયો હતો. જોકે, કાચા માલના ખર્ચમાં વધારાને પગલે ચોખ્ખો નફો 6.1%ના ઘટાડા સાથે રૂ. 547.8 મિલિયન રહ્યો હતો.
ઉપરોક્ત પાંચ સિવાય અહીં કેટલાક અન્ય શેરો છે જેમાં ડોલી ખન્નાએ સપ્ટેમ્બર 2022 સુધીમાં રોકાણ કર્યું છે.
કંપની | કુલ શેર | ટકાવારી | CMP (મિલિયન) |
જે કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટ લિ. | 813,976 | 1.08 | 236.1 |
નિતીન સ્પિનર્સ લિ. | 851,793 | 1.52 | 171.9 |
મનાલી પેટ્રોકેમિકલ્સ લિ. | 1,825,084 | 1.06 | 150.9 |
મેંગલોર કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર લિ. | 1,623,990 | 1.37 | 142.6 |
પ્રકાશ પાઇપ્સ લિ. | 665,323 | 2.78 | 111 |
એનસીએલ ઇન્ડસ્ટ્રીઝ લિ. | 594,533 | 1.31 | 106 |
રામા ફોસ્ફેટ્સ લિ. | 304,804 | 1.72 | 87.6 |
ટેલબ્રોઝ ઓટોમોટીવ કોમ્પોનેન્ટ્સ લિ. | 150,215 | 1.22 | 78.9 |
પોન્ડી ઓક્સાઇડ્સ એન્ડ કેમિકલ્સ લિ. | 195,616 | 3.37 | 72.8 |
કન્ટ્રોલ પ્રિન્ટ લિ. | 168,207 | 1.03 | 70.5 |
ટીન્ના રબર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ. | 143,303 | 1.67 | 69.4 |
ઝૌરી ઇન્ડસ્ટ્રીઝ લિ. | 353,272 | 1.19 | 52.3 |
અજંતા સોયા લિ. | 1,242,830 | 1.54 | 48.7 |
અરાઇઝ એગ્રો લિ. | 143,502 | 1.10 | 25.2 |
દિપક સ્પિનર્સ લિ. | 86,763 | 1.21 | 21.9 |
સિમરન ફાર્મ્સ લિ. | 82,238 | 2.17 | 11.2 |
નેશનલ ઓક્સિજન લિ. | 51,784 | 1.08 | 64.5 |
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Business news, Dolly Khanna, Earn money, Expert opinion, Share market