Home /News /business /

ગોલ્ડ લોન માટે અરજી કરતા પહેલા તમારે અવશ્ય જાણવી જોઈએ આ 5 બાબતો

ગોલ્ડ લોન માટે અરજી કરતા પહેલા તમારે અવશ્ય જાણવી જોઈએ આ 5 બાબતો

ગોલ્ડ લોન લેવાનો વિચાર હોય તો આટલું જાણી લો ફાયદામાં રહેશો.

Gold Loan: સોનું કટોકટીની પરિસ્થિઓ દરમિયાન એક મહત્વનું ફાઇનાનશિયલ એસેટ સાબિત થાય છે. તે કોઈ પણ અવરોધ વિના લોન મેળવવામાં મદદ કરે છે. જો તમે પણ ગોલ્ડ લોન માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે શું જાણવું અને કરવું જોઈએ તે વિગતો અહીં આપેલી છે. જાણો શું સમજાવે છે બેંક બઝારના સીઈઓ અધિલ શેટ્ટી.

વધુ જુઓ ...
સોનું માત્ર સુશોભનનું ઘરેણું નથી, પરંતુ કટોકટીની પરિસ્થિઓ અને ફુગાવા દરમિયાન એક મહત્વનું ફાઇનાનશિયલ એસેટ છે. તે કોઈ પણ અવરોધ વિના લોન મેળવવામાં મદદ કરે છે. તમારી આવક અથવા નબળા ક્રેડિટ સ્કોરને કારણે લોન ન મળતી હોય તો તે માટે તમે તમારા સોનાનો કોલેટરલ તરીકે ઉપયોગ કરી શકો છો. ભારતમાં સોનું દરેક ઘરોમાં એક લોકપ્રિય એસેટ છે, કારણ કે દેશભરમાં અનેક પરંપરાગત સમારંભ દરમિયાન તેની લેવડદેવડ થતી હોય છે. જો કે, કોવિડ-19 મહામારી અને અન્ય કટોકટી જેવી અનિશ્ચિતતાઓ સોનાના મહત્વનો અહેસાસ કરાવે છે અને તે તમને તમારી કેશ અંગેની સમસ્યાઓને ઉકેલવામાં પણ મદદ કરી શકે છે.

આજકાલ ઈન્સ્ટન્ટ કરોડપતિ બનવાના સપના જોતા રોકાણકારોની ફેવરિટ ક્રિપ્ટો કરન્સીથી કેમ દૂર રહેતા હતા ઝુનઝુનવાલા

જ્યારે પણ તમને તાત્કાલિક નાણાંની જરૂર હોય ત્યારે તમે તમારું સોનું નાણાકીય સંસ્થાઓ પાસે ગીરવી રાખી શકો છો. તે તમને નાણાં ઉધાર લેવામાં અને લોન ચૂકવીને તમારી સંપત્તિનો ફરીથી દાવો કરવામાં મદદ કરે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 1 એપ્રિલ, 2021 સુધી ગોલ્ડ લોન પરનો LTV રેશિયો 75% થી વધારીને 90% કર્યો હતો, જેથી લોકો નાણાકીય મુશ્કેલીઓની સ્થિતિમાં ગોલ્ડ લોન માટે અરજી કરે તો તેમના સોનાનું ઊંચું મૂલ્ય મેળવી શકાય.

બેન્ક બઝારના સીઈઓ અધિલ શેટ્ટી સમજાવે છે, “જ્યારે સોનાના ભાવ વધે છે, ત્યારે લીકવીડિટીની શોધમાં રહેલા લોકો માટે ગોલ્ડ લોન એક વ્યવહારુ વિકલ્પ બની જાય છે. જો સોનાના ભાવ ઘટે છે, તો લેનારાએ વધુ સોનું ગીરવે મૂકવું પડે અથવા ખૂટતા પૈસાની વ્યવસ્થા કરવી પડે છે. જો ઉધાર લેનાર તેની લોનની ભરપાઈ ન કરી શકે, તો ધિરાણકર્તા લોન રિકવરી કરવા માટે ગીરવે મૂકેલું સોનું વેચી શકે છે.

જો તમે પણ ગોલ્ડ લોન માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે શું જાણવું અને કરવું જોઈએ તે વિગતો અહીં આપેલી છે.

Expert's Views: ટૂંકાગાળામાં 20 ટકાથી વધુ રિટર્ન જોઈતું હોય તો આ Hot Stocks પર લગાવો દાવ

તમારા ધિરાણકર્તાની પસંદગી કાળજીપૂર્વક કરો

વિવિધ સંસ્થાઓની તપાસ કરવી અને તેમની સેવાઓ અને સુરક્ષા અંગેની તુલના કરવી મહત્વપૂર્ણ છે, જેથી તમે તેનો ગીરવે મુકેલ સોનુ પાછું મેળવવાનો દાવો ના કરો ત્યાં સુધી તમારું સોનું સુરક્ષિત રહે. ઉપરાંત, તમારી લોન કેટલી સરળતાથી મંજૂર થાય છે અને તમારી લોનના કાર્યકાળ દરમિયાન જરૂર પડતી અન્ય સેવાઓ વગેરે મહત્વના પરિબળો છે, જે ધિરાણકર્તાને નક્કી કરતા પહેલા તમારે ધ્યાનમાં લેવા જોઈએ.

ગોલ્ડ લોનની રકમ

RBI દ્વારા લોન-ટુ-વેલ્યુ (LTV) રેશિયો 75% પર સીમિત છે. LTV રેશિયો સિવાય, તમારી લોનની રકમ તમારા સોનાની શુદ્ધતા અને મૂલ્યાંકન પર આધારિત છે; જો તમારી સોનાની શુદ્ધતા સારી છે, તો લોનની રકમ વધારે મળવવાની સંભાવના વધી જાય છે.

લોનની મુદત

ગોલ્ડ લોનની મુદત સામાન્ય રીતે અન્ય પ્રકારની લોન કરતાં ઓછી હોય છે. તે ટૂંકા ગાળા માટે હોય છે, જે સામાન્ય રીતે એક વર્ષથી 36 મહિના સુધીની હોય છે.

આ શેરમાં 1 લાખ રુપિયા બે મહિનામાં 1.72 લાખ થઈ ગયા, શું હજુ પણ બચ્યો છે દમ?

વ્યાજ દર

વ્યાજદર દરેક ધિરાણકર્તા પ્રમાણે બદલાય છે, ગોલ્ડ લોન પરનું વ્યાજ 7.40% અને 14.50%ની વચ્ચે હોઈ શકે છે. તમારા સોનાની શુદ્ધતાના આધારે તે વધારે કે નીચો હોઈ શકે છે અને અન્ય પરિબળો પર પણ અધાર હોય છે.

રિપેમેન્ટના નિયમો અને અન્ય ફી

ગોલ્ડ લોન માટેના નિયમો અને શરતો ઘણીવાર ધિરાણકર્તાઓ પ્રમાણે અલગ અલગ હોય છે. કેટલાક ધિરાણકર્તાઓ નિયમિત લોનની જેમ સમાન માસિક હપ્તા (equated monthly instalment-EMI) સ્વીકારે છે, અને અન્ય તમને વ્યાજ ટૂંક સમયમાં અને મુદ્દલની ચૂકવણી પછીથી કરવા માટે કહી શકે છે. ઘણા ધિરાણકર્તાઓ તમને વ્યાજ અને મુદ્દલ બંને રકમ એકસાથે ચૂકવવા દે છે. તમે લોન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરો તે પહેલાં તમે ચૂકવવા માટે જવાબદાર હોવ તેવા પ્રીપેમેન્ટ ચાર્જિસ, પ્રોસેસિંગ ચાર્જ અને અન્ય વધારાના ખર્ચ વિશે સારી રીતે જાણી લેવું જોઈએ.

Business Idea: ગામડાથી લઈને શહેર ગમે ત્યાં કરી શકો છો આ બિઝનેસ, થશે લાખોની કમાણી તે પણ ટેક્સ ફ્રી

જ્યારે તમે ગોલ્ડ લોન લેવનું નક્કી કરો ત્યારે આ ટિપ્સ તમને સમજદારીપૂર્વક નિર્ણય લેવામાં મદદ કરશે. વિવિધ સંસ્થાઓના વ્યાજ દરોની તુલના કરવી અને તમારી લોન ચૂકવવા માટેનો સમયગાળો એ રીતે પસંદ કરવો કે જેથી સમયસર લોન તમે ચૂકવી શકો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: 10 Gram Gold Price, Business news in gujarati, Gold loan, Loan

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन