Home /News /business /2023માં કમાણી માટે આ છે બેસ્ટ આ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ, અહીં જાણો બેસ્ટ સ્કિમ્સ

2023માં કમાણી માટે આ છે બેસ્ટ આ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ, અહીં જાણો બેસ્ટ સ્કિમ્સ

2023માં આ ફંડ્સ કરી શકે છે માલામાલ

જો કે ભારતની વાત કરીએ તો ઘણા આર્થિક સંકેતો સકારાત્મક (Positive Signs in Indian Market) છે અને સ્થાનિક વિકાસને સપોર્ટ કરી રહ્યા છે. બ્રોકરેજ હાઉસ ICICI સિક્યોરિટીઝનું કહેવું છે કે આવનારા મહિનાઓમાં ભારતીય શેર બજારનો દેખાવ સારો રહી શકે છે. હાલ ઘટાડા પર ખરીદી એ સારી સ્ટ્રેટેજી બની રહેશે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ શેરબજાર (Share Market)માં વિક્રમી સપાટીને સ્પર્શ્યા બાદ ફરી એકવાર વધઘટ જોવા મળી રહી છે. જોકે, બજાર માટે ઘણી અનિશ્ચિતતાઓ રહેલી છે. કોવિડ-19નું નવું વેરિયન્ટ (Covid-19 New Variant) માર્કેટ માટે ચિંતાનો વિષય બન્યો છે. સાથે જ દર વધારા વચ્ચે વૈશ્વિક ગ્રોથમાં સતત મંદી જોવા મળી રહી છે. ખાસ કરીને મોટી અર્થવ્યવસ્થાઓમાં મંદીની શક્યતા છે. જો કે ભારતની વાત કરીએ તો ઘણા આર્થિક સંકેતો સકારાત્મક (Positive Signs in Indian Market) છે અને સ્થાનિક વિકાસને સપોર્ટ કરી રહ્યા છે. બ્રોકરેજ હાઉસ ICICI સિક્યોરિટીઝનું કહેવું છે કે આવનારા મહિનાઓમાં ભારતીય શેર બજારનો દેખાવ સારો રહી શકે છે. હાલ ઘટાડા પર ખરીદી એ સારી સ્ટ્રેટેજી બની રહેશે.

  બજારનું વેલ્યુએશન


  બ્રોકરેજ હાઉસ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના જણાવ્યા પ્રમાણે, ભારતીય બજાર પ્રીમિયમ વેલ્યુએશન (Indian Market is on Premium Valuation) પર કારોબાર કરી રહ્યું છે. નિફ્ટી એક વર્ષના ફોરવર્ડ આધાર પર 19.4x P/E પર કારોબાર કરી રહ્યો છે. તે ઇન્ડેક્સની 10 વર્ષની એવરેજ કરતાં વધુ ખર્ચાળ લાગે છે. તે જ સમયે એસએન્ડપી 500 ઇન્ડેક્સ 10 વર્ષના ફોરવર્ડ PE એવરેજના 20.3 ગણાની તુલનામાં એક વર્ષના ફોરવર્ડ PEના 18.8 ગણા પર ટ્રેડ કરી રહ્યો છે. જો કે, આર્થિક અને કોર્પોરેટ એમ બંને મોરચે વધુ સારા વૃદ્ધિના દૃષ્ટિકોણને કારણે ફુગાવાનો નીચો પ્રવાહ ભારતીય બજાર માટે પ્રીમિયમના મૂલ્યાંકનને સચોટ રીતે એક્સ્પ્લેન કરી રહ્યો છે.

  આ પણ વાંચોઃ કામધેનૂ જેવી છે આ ગાયની પ્રજાતિઓ, ડેરીના ધંધામાં લાખોનો ફાયદો કરાવી દેશે

  મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની વર્તમાન સ્થિતિ


  મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એયુએમ પ્રથમ વખત 40 લાખ કરોડને પાર કરી ગઈ છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની એયુએમ નવેમ્બરમાં 40.4 લાખ કરોડની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચી ગઇ હતી. નવેમ્બરમાં માર્કેટની રેલીમાં ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ્સની કામગીરીને કારણે તેમ થયું હતું. ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ્સની કુલ એયુએમ ઓક્ટોબર 2022માં 15.2 લાખ કરોડ રૂપિયાથી વધીને 15.6 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. નવેમ્બરમાં ઇનફ્લો 9,390 કરોડ રૂપિયાથી ઘટીને 2,250 કરોડ રૂપિયા પર આવી ગયો છે. ભૂતપૂર્વ એનએફઓ ઉદ્યોગમાં ફેબ્રુઆરી 2021 પછી પ્રથમ વખત આઉટફ્લો જોવા મળ્યો હતો. એકંદરે ઇનફ્લો 4 મહિનામાં સૌથી નીચો હતો. એસઆઈપીનો પ્રવાહ સતત વધી રહ્યો છે અને નવેમ્બરમાં તે વધીને રૂ. 13,307 કરોડ થયો છે.

  બેંકિંગ ફંડ્સનું પ્રદર્શન ઉત્તમ


  ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન બજારમાં સારી રિકવરી જોવા મળી હતી. જે બાદ ફરી વોલેટિલિટી હાવી થઈ હતી. એકંદરે સપ્ટેમ્બરથી લાર્જકેપમાં રિકવરી આવી છે અને આ કેટેગરીએ આઉટપરફોર્મ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી મિડકેપ અને સ્મોલકેપમાં રિકવરી શરૂ થઈ છે. એકંદરે બજારમાં ખાસ કરેક્શન નથી એટલે મિડકેપ અને સ્મોલકેપમાં રિકવરી ચાલુ રહી શકે છે. છેલ્લા 3 મહિનામાં ગ્લોબલ ફંડ્સે પણ આઉટપરફોર્મ કર્યું છે. ટેક કેટેગરીમાં ઘટાડો થયો છે.

  આ પણ વાંચોઃ 6 દિવસમાં જ આ IPOએ ભરી મોટી છલાંગ, રૂ.30 હતો ભાવ; અત્યારે કેટલો?

  બેન્કિંગ ફંડોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. જે આગળ પણ ચાલુ રહેશે. બેન્કિંગ ફંડમાં સરેરાશ 1 વર્ષનું વળતર 30 ટકાની આસપાસ છે, જ્યારે લીવરકેપમાં તે 20 ટકાની આસપાસ છે. ફાર્મા ફંડોએ અંડરપરફોર્મ કર્યું છે. વેલ્યુ અને કોન્ટ્રા ફંડ્સે પણ વધુ સારું પ્રદર્શન કર્યું છે.

  2023માં આ ફંડ્સ કરી શકે છે માલામાલ


  કેટેગરી – લાર્જકેપ ફંડ્સ

  આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ બ્લુચિપ ફંડ

  આઇડીએફસી લાર્જ કેપ ફંડ

  નિપ્પોન ઇન્ડિયા લાર્જ કેપ ફંડ

  મિરાઈ ઈન્ડિયા લાર્જકેપ ફંડ

  કેટેગરી – લાર્જ એન્ડ મિડકેપ ફંડ્સ

  એક્સિસ ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ

  એચડીએફસી લાર્જ એન્ડ મિડકેપ ફંડ

  આઈસીઆઈસીઆઈ પ્રુ લાર્જ એન્ડ મિડકેપ ફંડ

  કોટક ઇક્વિટી ઓપોર્ચ્યુનિટીઝ ફંડ

  એસબીઆઈ લાર્જ એન્ડ મિડકેપ ફંડ

  સુંદરમ લાર્જ એન્ડ મિડકેપ ફંડ

  કેટેગરી – મિડકેપ ફંડ્સ

  એચડીએફસી મિડકેપ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ

  આઈસીઆઈસીઆઈ પ્રૂ મિડકેપ ફંડ

  કોટક ઇમર્જિંગ ઇક્વિટી ફંડ

  નિપ્પોન ઇન્ડિયા ગ્રોથ ફંડ

  પીજીઆઈએમ ઈન્ડિયા મિડકેપ ફંડ

  ટાટા મિડકેપ ફંડ

  યુટીઆઈ મિડકેપ ફંડ

  કેટેગરી – સ્મોલકેપ ફંડ્સ

  એચડીએફસી સ્મોલકેપ ફંડ

  આઈસીઆઈસીઆઈ પ્રુ સ્મોલકેપ ફંડ

  ઇન્વેસ્કો સ્મોલકેપ ફંડ

  કોટક સ્મોલકેપ ફંડ

  નિપ્પોન સ્મોલ કેપ ફંડ

  કેટેગરી- ELSS

  કેનેરા રોબેકો ઇક્વિટી ટેક્સસેવર ફંડ

  ફ્રેન્કલિન ઇન્ડિયા ટેક્સશિલ્ડ ફંડ

  આઇડીએફસી ટેક્સ એડવાન્ટેજ ફંડ

  મિરાઈ એસેટ ટેક્સ સેવર ફંડ

  ટાટા ટેક્સ સેવિંગ્સ ફંડ

  કેટેગરી – ફ્લેક્સી/ મલ્ટીકેપ ફંડ્સ

  એડિટી બિરલા સનલાઇફ ફ્લેક્સી કેપ ફંડ

  કેનેરા રોબેકો ફ્લેક્સી કેપ ફંડ

  એચડીએફસી ફ્લેક્સીકેપ ફંડ

  ઇન્વેસ્કો મલ્ટિકેપ ફંડ

  નિપ્પોન મલ્ટીકેપ ફંડ

  પીજીઆઈએમ ઈન્ડિયા ફ્લેક્સીકેપ ફંડ


  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  First published:

  Tags: Business news, Investment, Mutual fund