Documents for Loan : નોકરિયાતોને લોન લેવા માટે જરૂરી છે આ દસ્તાવેજો, તેના વગર નહીં મળે એક પણ રૂપિયો
Documents for Loan : નોકરિયાતોને લોન લેવા માટે જરૂરી છે આ દસ્તાવેજો, તેના વગર નહીં મળે એક પણ રૂપિયો
લોન લેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ
બેંકમાંથી લોન મેળવવી એકદમ સરળ થઈ ગઈ છે. જો તમારો સિબિલ સ્કોર (CIBIL Score) સારો છે અને તમારી પાસે ડોક્યુમેન્ટ્સ (Documents for Loan) પણ પૂરા છે તો બેંક તમને સરળતાથી લોન આપી દેશે.
ઘણીવાર આપણને અચાનક પૈસાની જરૂર પડી જાય છે. આવી સ્થિતિમાં લોકો પરસ્પર સંબંધ અથવા પરિચિત લોકો પાસેથી પૈસા (Money) માંગે છે. પરંતુ ઘણી વખત લોકોનું સન્માન વચ્ચે આવે છે અથવા પરિચિતો પાસેથી પૈસા માંગવામાં તેમને શરમ આવે છે. આવી સ્થિતિમાં લોકો બેંકમાંથી લોન (Bank Loan) લેવી યોગ્ય માને છે. જો કે બેંકમાંથી લોન લેવા પર બેંક પણ તમારા વિશે સઘન તપાસ કરીને લોન આપે છે.
દસ્તાવેજો અને સિબિલ સ્કોર
બેંકમાંથી લોન મેળવવી એકદમ સરળ થઈ ગઈ છે. જો તમારો સિબિલ સ્કોર (CIBIL Score) સારો છે અને તમારી પાસે ડોક્યુમેન્ટ્સ (Documents for Loan) પણ પૂરા છે તો બેંક તમને સરળતાથી લોન આપી દેશે. પરંતુ જો કોઈ પણ રીતે દસ્તાવેજોમાં કોઈ ગરબડ હોય અથવા તો અપૂરતા દસ્તાવેજો હોય તો બેંક તમને લોન આપવાની ના પાડી શકે છે. આ સિવાય જો તમારો સિબિલ સ્કોર સારો નહીં હોય તો પણ બેન્ક તમને લોન નહીં આપે.
તમારી દરેક માહિતી તપાસે છે બેંક
લોન આપતા પહેલા બેંક જુએ છે કે લોન માટે અરજી કરનાર વ્યક્તિ કેટલી કમાણી કરે છે અને તે લોનને કેવી રીતે ચુકવી શકે છે. આ પછી જ બેંક લોનની રકમ નક્કી કરે છે. જો કે, અરજદાર દ્વારા જરૂરી દસ્તાવેજો બેંકમાં જમા કરાવ્યા બાદ જ બેંક દ્વારા લોન આપવામાં આવે છે. જો આમાંથી કોઈ પણ જરૂરી દસ્તાવેજોનો અભાવ જણાશે તો બેંક લોન આપવાની ના પાડી શકે છે અને આવી સ્થિતિમાં અરજદારને એક રૂપિયો પણ નહીં મળે.