Home /News /business /

India@75: આઝાદી પહેલા જન્મેલી આ કંપનીઓ મ્યુચ્યુઅલ ફંડ્સની ફેવરિટ છે, જેમાં તમે પણ કમાણી કરી શકો

India@75: આઝાદી પહેલા જન્મેલી આ કંપનીઓ મ્યુચ્યુઅલ ફંડ્સની ફેવરિટ છે, જેમાં તમે પણ કમાણી કરી શકો

શેરબજારના નિષ્ણાંતો પણ આ સ્ટોક્સને એ-વન ગણાવે છે અને મ્યુચ્યુઅલ ફંડ્સ તો તગડું રોકાણ કરે છે.

દેશ આઝાદ થયો તેને આજે 75 વર્ષ થયા છે ત્યારે શેરબજારમાં પણ કેટલીક એવી કંપનીઓ છે ભારતની આઝાદી પહેલાથી જ અસ્તિત્વમાં આવી હતી અને આઝાદી પછી પોતાની સાથે સાથે દેશના વિકાસ અને અર્થતંત્રની ગાડી દોડતી રાખવામાં સિંહફાળો આપ્યો છે. આજે આ કંપનીઓએ પોતાનો વેપાર ભારતની બહાર પ્રસરાવીને વિશ્વના જુદા જુદા દેશોની અર્થવ્યવસ્થાને પણ સ્પર્શી છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ આજે શેરબજારની માંધાતા કહેવાતી અને ટોચની ઘણી કંપનીઓ એવી છે જે ભારત આઝાદ થયું તે પહેલાથી જ અસ્તિત્વમાં આવી ગઈ હતી. એ જમાનાના ભારતના આ દૂરંદેશી ઉદ્યોગપતિઓમાં ટાટા, બિરલા, ગોદરેજ, વાડિયાસ, બજાજસ અને બીજા ભારતીય પરિવારો હતા જેમણે કંપનીઓ આઝાદી પૂર્વે જ સ્થાપિત કરી દીધી હતી અને આ કંપનીઓએ ભારતના આર્થિક વિકાસમાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે. તેના ઉપરાંત બ્રિટિશ કંપની પણ છે જેઓ ભારતની આઝાદી બાદ ભારતીય બની ગઈ હતી જેમાં ગ્લેક્સો, બાલમેર લોરે સહિતની કંપનીઓ, રાષ્ટ્રિયકૃત બેંકો જેમાં બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક સહિતની બેંકો પણ છે જેમના મૂળિયા આઝાદી પહેલાના ભારતમાં જોડાયેલા છે. આ કંપનીઓએ દશકાઓથી ખૂબ જ મોટું યોગદાન ભારતને વૈશ્વિક ફલક પર આગળ વધવામાં આપ્યું છે. આવી કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડ્સનું ખૂબ જ મોટું રોકાણ રોકાણ છે. અમારા સહયોગી મનીકંટ્રોલે એક અભ્યાસ કર્યો અને જોયું તો 665 જેટલી ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ કુલ 89 કંપનીઓના શેરમાં મોટું રોકાણ ધરાવે છે જે આઝાદી પહેલા અસ્તિત્વમાં આવી હતી. ત્યારે અહીં માર્કેટ કેપિટલાઈઝેશનના આધારે અમે કંપનીઓને શોર્ટ લિસ્ટ કરી છે.

  આજકાલ ઈન્સ્ટન્ટ કરોડપતિ બનવાના સપના જોતા રોકાણકારોની ફેવરિટ ક્રિપ્ટો કરન્સીથી કેમ દૂર રહેતા હતા ઝુનઝુનવાલા

  સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા  દેશની આ સૌથી મોટી બેંકના મૂળ 19મી સદીના પહેલા દશકામાં મળે છે, જેની શરુઆત 2 જૂન 1806ની સાલમાં બેંક ઓફ કલકત્તા તરીકે થઈ હતી. જ્યારે 1809 2 જાન્યુઆરીના રોજ બંગાળ સરકાર દ્વારા તેને પ્રમોટ કરીને બેંક ઓપ બંગાળ નામ આપવામાં આવ્યું હતું. જે બાદ 1921માં ત્રણ બ્રિટિશ બેંકોને ભેગી કરીને ઈમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા બનાવવામાં આવી હતી. આ ઇમ્પિરિયલ બેંકને જ આઝાદી પછી નામ મળ્યું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. બેંકે તેનો આઈપીઓ 1993માં લોન્ચ કર્યો હતો. ત્યારથી આ બેંક તમામ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ટોચનો પસંદગીનો શેર બની ગયો છે. આ ઉપરાંત બીજી બેંકો જેમાં પણ મ્યુચ્યુઅલ ફંડ્સની ટોપ લિસ્ટમાં છે તેમાં પંજાબ નેશનલ બેંક જેની સ્થાપના 1895માં થઈ હતી, યુનિયન બેંક જેની સ્થાપના 1904માં થઈ હતી, કેનેરા બેંક જેની સ્થાપના 1906માં થઈ હતી અને બેંક ઓફ ઈન્ડિયા જેની શરુઆત પણ 1906માં થઈ હતી.

  સેન્ચ્યુરી ટેક્સટાઈલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ  આ કંપનીની વેબસાઈટ કહે છે તે મુજબ 1897માં નવરોજી વાડિયા દ્વારા પહેલું સિંગલ યુનિટ સ્થાપવામાં આવ્યું હતું ત્યારતી લઈને અત્યાર સુધીમાં જુદા જુદા ક્ષેત્રોમાં કંપનીએ પોતાની દમદાર ઉપસ્થિતિ નોંધાવી છે. જેમાં કોટન ટેક્સટાઈલ, પલ્પ, પેપર અને રિયલ એસ્ટેટ સેક્ટર પણ છે. જે બાદ બી.કે. બિરલા ગ્રુપે 1951માં તેને ખરીદી લીધી હતી અને 2003માં તેને શેર બજારમાં લોન્ચ કરવામાં આવી હતી.

  ધ ઇન્ડિયન હોટેલ્સ કંપની  ટાટા ગ્રુપના ફાઉન્ડર જમસેદજી ટાટા દ્વારા 1899માં સ્થાપવામાં આવેલ આ કંપનીએ 1903માં મુંબઈમાં પોતાની પહેલી હોટેલ ધ તાજ મહલ પેલેસની સ્થાપના કરી હતી. જે બાદ ભારતની પહેલી ફાઈવસ્ટાર હોટેલ તરીકે 1996માં તેને માન્યતા મળી અને ત્યારથી લઈને અત્યાર સુધી આ કંપનીની 100થી વધુ હોટેલ્સ છે.

  ધ ફોનિક્સ મિલ્સ  મુબંઈના લોઅર પરેલમાં વર્ષ 1905માં સ્થપાયેલી આ કંપનીએ ટેક્સટાઈલ મેન્યુફેક્ચરિંગ કરવાનું શરું કર્યું. જેને માલિકી રુઈઆ ફેમેલી પાસે છે. વર્ષ 1959માં બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં આ કંપની લિસ્ટેડ થઈ હતી.

  ટાટા સ્ટીલ  આજે દુનિયાની સૌથી વિશાળ અને ભૌગોલિક રીતે ખૂબ જ વૈવિધ્ય સભર એમએનસી છે આજે આ કંપની, જેની શરુઆત 1907માં થઈ હતી. આ કંપનીને જમશેદજી ટાટા અને ડોરાબજી ટાટાએ સ્થાપી હતી. જેને ટાટા આઈરન એન્ડ સ્ટીલ કંપની નામ આપવામાં આવ્યું હતું.

  એલેમ્બિક  એલેમ્બિકની સ્થાપના વર્ષ 1907માં પ્રો. ટી.કે. ગજ્જર, પ્રો. એ.એસ. કોટીભાસ્કર અને બી.ડી. અમીન દ્વારા કરવામાં આવી હતી. કંપની આજે ફાર્માસ્યુટિકલ્સ, હેલ્થકેર, એન્જીનિયરિંગ, કેમિકલ્સ અને ગ્લાસવેર પ્રોડક્શનમાં કામ કરે છે.

  આઈટીસી  આ કંપનીની સ્થાપના 1910માં 24 ઓગસ્ટના દિવસે ઇમ્પિરીયલ ટોબેકો કંપની તરીકે થઈ હતી. જે બાદ કંપનીની માલિકી ભારતીય બનતા 1970માં તેનું નામ બદલીને ઈન્ડિયા ટોબેકો કંપની કરવામાં આવ્યું અને પછી 1974માં તે આઈટીસી તરીકે પ્રખ્યાત થઈ. કંપનીનો શરુઆતની બિઝનેસ સીગારેટ અને તમાકુના પાન પૂરતો સિમિત હતો. જે આજે વધીને એપએમસીજી સેક્ટર, હેટેલ્સ, તમાકુ અને બીજા ઘણા બિઝનેસમાં વેપાર કરે છે.

  બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ  બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ હાલ વાડિયા ગ્રુપનો એક ભાગ છે. જે ભારતની સૌથી મોટી રેડી ટુ ઈટ પેકેજ ફૂડ કંપની છે. જેની શરુઆત કોલકતામાં 1893માં થઈ હતી. કંપની માર્કેટમાં 1998માં લિસ્ટ થઈ હતી.

  બીએસઈ  વર્ષ 1875માં સ્થાપિત થયેલી કંપની બીએસઈ બોમ્બે સ્ટોક એક્સચેન્જ એશિયાનું પહેલું સ્ટોક એક્સચેન્જ છે. જે વર્ષ 1850થી બોમ્બે ટાઉન હોલની સામેની તરફ આવેલા એક વડલાના ઝાડની નીચે 22 જેટલા શેર બ્રોકર્સ ટ્રેડિંગ કરતા હતા. તેમણે પોતાને 1875માં એક ઓર્ગેનાઈઝેશનમાં ફરેવ્યા અને નામ આપ્યું ધ નેટિવ શેર એન્ડ સ્ટોકબ્રોકર્સ એસોસિએશન, જેનું પાછળથી બોમ્બે સ્ટોક એક્સચેન્જ નામ પડ્યું

  બિરલા કોર્પોરેશન  બિરલા કોર્પોરેશનની એમ. પી. બિરલા ગ્રુપની ફ્લેગશીપ કંપની છે. તેની સ્થાપના 1919માં બિરલા જ્યુટ મેન્યુફેક્ચરિંગ કંપની તરીકે થઈ હતી. જે બાદ 1995માં તે લિસ્ટ થઈ હતી.

  ધ ન્યુ ઇન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની  સર ડોરાબજી ટાટા દ્વારા 23 જુલાઈ 1919માં સ્થાપવામાં આવેલ આ કંપની 1993માં રાષ્ટ્રિયકૃત બની હતી. આજે આ ઈન્શ્યોરન્સ કંપનીનું કામકાજ 28 દેશોમાં ફેલાયેલું છે.

  ટાટા પાવર કંપની  ટાટા પાવરની શરુઆત 1910માં ટાટા હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર તરીકે થઈ હતી. જે બાદ 1916માં આંધ્રા વેલી પાવર સપ્લાય નામની કંપની સાથે તેને એકીકૃત કરવામાં આવી હતી. આજે કંપની ઈલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરે છે, ટ્રાન્સમીટ કરે છે અને ડિસ્ટ્રિબ્યુટ પણ કરે છે.

  હિન્દુસ્તાન કંસ્ટ્રક્શન કંપની  શેઠ વાલચંદ હિરાચંદે 1926માં હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપનીની સ્થાપના કરી હતી. ત્યારથી એચસીસી હાઈ વેલ્યુ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટના નિર્માણમાં છે. જેવા કે ટ્રાન્સપોર્ટેશન, પાવર, મરીન પ્રોજકેટ્સ અને ગેસ પાઈપલાઈન ઈરીગેશન અને અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના સેગમેન્ટમાં કંપની કામ કરે છે. જે વર્ષ 2003માં માર્કેટમાં લિસ્ટ થઈ હતી.

  હિન્દુસ્તાન યુનિલિવર  બ્રિટિશ ફર્મ યુનિલિવરે 1933માં તેની પ્રથમ ભારતીય પેટાકંપની, હિન્દુસ્તાન વનસ્પતિ મેન્યુફેક્ચરિંગ કંપનીની સ્થાપના કરી, ત્યારબાદ બીજી બે વધુ કંપની લીવર બ્રધર્સ ઈન્ડિયા લિમિટેડ (1933) અને યુનાઈટેડ ટ્રેડર્સ લિમિટેડ 1935માં સ્થાપના કરી હતી. નવેમ્બર 1956માં HULની રચના કરવા માટે આ ત્રણેય કંપનીઓનું મર્જર કરવામાં આવ્યું હતું. HULએ તેની 10 ટકા ઇક્વિટી ભારતીય જનતાને ઓફર કરી, આમ કરનાર પ્રથમ વિદેશી પેટાકંપની બની. જે બાદ કંપની 1995 માં માર્કેટમાં લિસ્ટેડ થઈ.

  લિન્ડે ઇન્ડિયા  યુકેના બીઓસી ગ્રુપ દ્વારા પ્રમોટેડ લિન્ડે એક પ્રમુખ ગેસ સપ્લાયર છે. જેની સ્થાપના 1935માં ઈન્ડિયન ઓક્સિજન એન્ડ એસિટિલિન કંપની તરીકે થી હતી.

  સિપ્લા  સિપ્લાની સ્થાપના ખ્વાજા અબ્દુલ હામિદ દ્વારા કરવામાં આવી હતી. જે કેમિકલ, ઇન્ડસ્ટ્રિયલ અને ફાર્માસ્યુટિકલ લેબોરેટરી નામથી સ્થાપિત થઈ હતી. કંપનીની સ્થાપનામાં વર્ષ 1935માં મુંબઈમાં થઈ હતી. જે બાદ 1084માં કંપનીનું નામ બદલીને સિપ્લા કરવામાં આવ્યું હતું.

  બજાજ ઈલેક્ટ્રિક્સ  જમનલાલ બજાજ દ્વારા 1938માં બજાજ ઈલેક્ટ્રિક્સની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના સયમે કંપનીનું નામ રેડિયો લેમ્પ વર્ક્સ લિ. હતું. જે બાદ 1960માં નામ બદલીને બજાજ ઈલેક્ટિકલ્સ કરવામાં આવ્યું.

  મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા  1945માં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની સ્થાપના મહિન્દ્રા એન્ડ મુહમ્મદ તરીકે કરવમાં આવી હતી. જે બાદ તેનું નામ બદલીને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કરવામાં આવ્યું અને આજે તે ભારતમાં વાહન બનાવતી સૌથી મોટી કંપનીઓ પૈકી એક છે. કંપની 1996માં બજારમાં લિસ્ટ થઈ હતી.

  ટાટા મોટર્સ  ટાટા મોટર્સની સ્થાપના 1945માં થઈ હતી ત્યારે કંપનીનું નામ ટાટા એન્જીનિયરિંગ એન્ડ લોકોમોટિવ કંપની હતું. જે લોકોમોટિવ અને બીજી એન્જીનિયરિંગ પ્રોડક્ટ્સ બનાવતી હતી. આજે કંપની પેસેન્જર કાર્સ, ટ્રક્સ, વેન્સ, બસીસ, લક્ઝરી કાર્સ કન્ટ્રક્શન ઈક્વિટમેન્ટ સહિતની પ્રોડક્ટ્સ બનાવે છે. કંપની શેરબજારમાં 1998માં લિસ્ટેડ થઈ હતી.

  વિપ્રો  વિપ્રોની સ્થાપના 1945માં મોહમ્મદ પ્રેમજી દ્વારા કરવામાં આવી હતી. ત્યારે કંપનીનું નામ વેસ્ટર્ન ઈન્ડિયા વેજિટેબલ પ્રોડક્ટ હતું અને કંપનીએ પોતાની શરુઆત એડિબલ ઓઇલ પ્રોડ્યુસર તરીકે કરી હતી. જે પછી ધીરે ધીરે કંપનીએ એફએમસીજી અને આઈટી સેક્ટરમાં એક અગ્રણી કંપની તરીકે પોતાને સ્થાપિત કરી છે. કંપની 1995માં ભારતીય શેરબજારમાં લિસ્ટ થઈ હતી.

  લાર્સન એન્ડ ટર્બો  લાર્સન એન્ડ ટર્બો ભારતમાં બે ડેનિશ એન્જીનિયર્સ દ્વારા સ્થાપવામાં આવેલી છે. જેમના નામ હેનિંગ હોક લાર્સન અને સોરેન ક્રિસ્ટિન ટર્બો હતું. હાલ કંપની એન્જીનિયરિંગ, કંસ્ટ્રક્શન, મેન્યુફેક્ચરિંગ, આઈટી અને ફાઈનાન્શિયલ સર્વિસમાં કામ કરે છે.

  પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ  પીઈ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના મેવાડ ઓઇલ એન્ડ જનરલ મિલ્સ તરીકે 1946 તરીકે થઈ હતી. તે હાલ ભારતની ટોચની એગ્રોકમેકિલ પ્રોડ્યુસર અને એક્સપોર્ટર કંપની છે.

  આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ્સ કંપની બીજા પણ ભારતીય શેરમાં મોટું રોકાણ ધરાવે છે જેઓ ભારત આઝાદ થયો તે પહેલા અસ્તિત્વમાં આવી છે. સ્વૉન એનર્જી (1990), કન્સાઈ નેરોલેક પેન્ટ્સ (1920), કિલોસ્કર (1920), ગ્લેક્સોસ્મિથકેલાઈન (1924), બાટા ઇન્ડિયા (1931), અરવિંદ (1931), એવરેસ્ટ ઇન્ડસ્ટ્રિઝ(1934), કોલગેટ-પામોલિવ (1937) અને એશિયન પેન્ટ્સ (1945) સહિતની આ કંપનીઓમાં પણ મ્યુચ્યુઅલ ફંડ્સ મોટું રોકાણ કરે છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Investment tips, Mutual funds, Stock market Tips, મ્યુચ્યુઅલ ફંડ, રોકાણ, સ્ટોક માર્કેટ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन