કોરોના કાળમાં કરો બચત, આ બેંકોના સેવિંગ એકાઉન્ટમાં મળી રહ્યું છે 7 ટકાથી વધુ વ્યાજ

પ્રતિકાત્મક તસવીર

જો તમે પણ કોરોના સંકટ વચ્ચે બચત કરવાની તૈયારી કરતા હોવ તો સેવિંગ એકાઉન્ટ ખૂબ સારો વિકલ્પ છે

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસની બીજી લહેરના કારણે રોકાણકારો મૂંઝવણમાં મુકાઇ ગયા છે. ભવિષ્યની દરેકને ચિંતા છે. રકમ નાની હોય કે મોટી, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, જમા રકમ ઉપર નિર્ધારિત વ્યાજ મળે અને નાણાં સુરક્ષિત પણ રહે. સામાન્ય રીતે લોકો ઇમરજન્સીની પરિસ્થિતિ ઉભી થાય તો પૈસા ઉપાડી શકાય તેમ વિચારીને બેક-અપ તરીકે સેવિંગ એકાઉન્ટમાં પૈસા રાખે છે. જો તમે પણ કોરોના સંકટ વચ્ચે બચત કરવાની તૈયારી કરતા હોવ તો સેવિંગ એકાઉન્ટ ખૂબ સારો વિકલ્પ છે. ખાનગી સેક્ટરની કેટલીક બેંકો બચત ખાતા ઉપર 7.15 ટકા સુધીનું વ્યાજ આપે છે.

બંધન બેંક (Bandhan Bank) - વ્યાજ દર- 3% - 7.15%

બંધન બેન્ક સેવિંગ એકાઉન્ટમાં 7.15 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. અલબત્ત, આટલું વ્યાજ મેળવવા માટે ખાતાધારકના એકાઉન્ટમાં ડેઇલી બેલેન્સ રૂ.50 કરોડથી વધુ હોવું જરૂરી છે. બેંકની વેબસાઇટ મુજબ, ડેઈલી બેલેન્સ રૂ.1 લાખ સુધીનું હોય તો બચત ખાતા ઉપર 3.50 ટકા વ્યાજ મળે છે. ઉપરાંત જો ડેઈલી બેલેન્સ રૂ. 1 લાખથી રૂ. 10 કરોડની વચ્ચે હોય તો વાર્ષિક 6 ટકા વ્યાજ મળે છે. આવી જ રીતે રૂ. 10 કરોડથી 50 કરોડ સુધીનું ડેઇલી બેલેન્સ હોય તો 6.55 ટકા વ્યાજ ખાતાધારકને મળે છે. બેંક ત્રિમાસિકમાં વ્યાજ ચૂકવે છે. બચત ખાતામાં બેન્કનો આ વ્યાજ દર વર્ષ 2020ના સપ્ટેમ્બરથી અમલમાં છે.

IDFC ફર્સ્ટ બેંક (IDFC First Bank) - વ્યાજ દર 3.5% - 6%

IDFC First Bankમા ખાતા ધારકોને સેવિંગ એકાઉન્ટમાં 6 ટકા સુધીનું વ્યાજ મળે છે. બેંકની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ જાણકારી મુજબ, બચત ખાતામાં રૂ. 1 કરોડ સુધીની ડિપોઝિટ ઉપર 6 ટકા સુધીનું વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. રૂ. 1 કરોડથી વધુ અને રૂ. 5 કરોડ સુધીની રકમ ઉપર 5 ટકા, જ્યારે રૂ. 5 કરોડથી વધુ અને રૂ. 10 કરોડ સુધીની રકમ ઉપર 4 ટકા ઉપરાંત રૂ. 10 કરોડથી વધુ રકમ ઉપર 3.50 ટકા વ્યાજ મળે છે. બેંક દ્વારા આ વ્યાજ દર ગત ફેબ્રુઆરી મહિનાથી લાગુ છે. વ્યાજ દર ત્રિમાસિકના આધારે બદલાય શકે છે.

આ પણ વાંચો - Earth Day 2021: કોરોના જેવા વાયરસથી બચવા વૃક્ષોનું વધુને વધુ વાવેતર જ યોગ્ય વિકલ્પ

AU Small Finance Bank - વ્યાજ દર 3.5% - 7%

AU Small Finance Bank વર્તમાન સમયે 3.50 ટકાથી લઈ 7 ટકા સુધી વ્યાજ આપે છે. આ બેંકમાં રૂ.1 લાખ સુધીની બેલેન્સ પર 3.50 ટકા, રૂ.1 લાખથી વધુ અને રૂ.5 લાખ સુધીની બેલેન્સ પર 5 ટકા, રૂ. 5 લાખથી રૂ. 10 લાખ સુધીની બેલેન્સ પર 6 ટકા, રૂ.10 લાખથી રૂ.5 કરોડ સુધીની બેલેન્સ પર 7 ટકા અને રૂ. 5 કરોડથી રૂ.10 કરોડ સુધીની બેલેન્સ પર 6 ટકા વાર્ષિક વ્યાજ ઓફર થઈ રહ્યું છે.

RBL Bank - વ્યાજ દર- 4.75% - 6.5%

આ બેંકમા સેવિંગ એકાઉન્ટ ધારકને 4.75 ટકાથી લઈ 6.50 ટકા સુધી વ્યાજ મળી શકે છે. બેંકની વેબસાઇટ મુજબ 2021ના માર્ચ મહિનાથી ડેઇલી રૂ.1 લાખ સુધીનું બેંક બેલેન્સ મેન્ટેન કરનારને 4.75 ટકા વ્યાજ દર ઓફર થાય છે. રૂ. 1 લાખથી રૂ.10 લાખ સુધીનું દૈનિક બેલેન્સ મેન્ટેન કર્યું હોય તેને 6 ટકાના દરે રિટર્ન મળે છે. રૂ.10 લાખથી રૂ.5 કરોડ સુધીના બેલેન્સ મેન્ટેન કરનારને બેંક 6.50 ટકા વ્યાજ દર અપાય છે.

અન્ય બેંકોના વ્યાજદર ઉપર નજર દોડાવો

Equitas Small Finance Bank 3.5 ટકાથી લઈ 7 ટકા સુધી વ્યાજ ઓફર કરે છે. સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક 4 ટકાથી લઈ 6.25 ટકા વ્યાજ સેવિંગ એકાઉન્ટમાં આપે છે. જ્યારે Ujjivan Small Finance Bank 4 ટકાથી 7 ટકા સુધીનું વ્યાજ આપે છે.
First published: