મેડિકલ સ્ટોર્સની હડતાળથી પરેશાન ન થાઓ, ચાર જગ્યાએ મળશે જરૂરી દવાઓ
મેડિકલ સ્ટોર્સની હડતાળથી પરેશાન ન થાઓ, ચાર જગ્યાએ મળશે જરૂરી દવાઓ
પ્રતિકાત્મક તસવીર
દવા દુકાનદારોના મુખ્ય સંસ્થાને ઓલાઇન દવાઓના વેચાણની રેગ્યુલરાઇઝ કરવા માટે કેન્દ્ર સરકારના પગલા વિરુદ્ધ શુક્રવારે એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી છે.
દવા દુકાનદારોના મુખ્ય સંસ્થાને ઓલાઇન દવાઓના વેચાણની રેગ્યુલરાઇઝ કરવા માટે કેન્દ્ર સરકારના પગલા વિરુદ્ધ શુક્રવારે એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ (એઆઇઓસીડી)એ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. અને કહ્યું છે કે, ઇ ફાર્માસીથી તેમના વ્યાપારને ખતરો ઊભો થયો છે. આનાથી દવાઓના દુરઉપયોગનો ખતરો પણ ઊભા થઇ શકે છે.
એઆઇઓસીડીના સંગઠન સચિવ અને રિટેલ ડિસ્ટ્રીબ્યુટર્સ કેમિસ્ટ એસોસિએશનના અધ્યક્ષ સંદીપ નાંગિયાએ કહ્યું કે, "એઆઇઓસીડીએ પ્રશાસન અને સંબંધિત વિભાગોને વારંવાર અપીલ કરી છે. જેવી રીતે ઇ ફાર્મસી અને ઓનલાઇ દવાઓની ગેરકાયદે વેચાણના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જે કેસમાં ગંભીરાત જગજાહેર છે. "
તેમણે કહ્યું કે, "એઆઇઓસીડી પહેલા બે વખત ભારત બંધ કરી ચુક્યું છે. જો અપીલ ઉપર સરકારનો સકારાત્મક જવાબ નહીં આવે તો. અમારી પાસે રાષ્ટ્રવ્યાપી બંધ કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. 28 સપ્ટેમ્બરે દેશભરમાં દવાની દુકાનો બંધ રહેશે."
ઉલ્લેખનીય છે કે, ભાવના વિનિયમન સરકાર કરે છે. ઓનલાઇન પોર્ટલ 70 ટકા સુધી છૂટ આપે છે. જ્યારે હોલસેલર વિક્રેતાઓની દુકાનો ઉપર દસ ટકા છૂટ મળે છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય ઇ-કોમર્સી દ્વારા દવાઓના વેચાણની યાદી લાવી છે. જેનું લક્ષ્ય ભારતમાં દવાોના વેચાણને રેગ્યુલરાઇઝ કરવું તથા દર્દીઓને પ્રામાણિક ઓનલાઇન પોર્ટલથી અસલી દવાઓ ઉપલબ્ધ કરાવવાનું છે.
આ જગ્યાઓથી ખરીદી શકશો દવાઓ
1- સરકારી હોસ્પિટલોમાં ફાર્મસી ખુલી રહેશે
2-ખાનગી હોસ્પિટલોની પોતાની ફાર્માસીની દુકાન ખુલ્લી હશે
3- જન ઔષધી કેન્દ્રોમાંથી પણ દવાઓ ખરીદી શકાશે
4- દેશના મોટાભાગની ઓનલાઇન મેડિસિન ડિલિવરીની સુવિધા ઉપલબ્ધ છે.
www.netmeds.com
www.pharmeasy.in
www.medplusmart.com
www.1mg.com
www.bigbasket.com