Home /News /business /ઘર ભાડે આપ્યું છે? આ છે તમારા કાયદેસરના અધિકાર; સમજી લો ક્યારેય હેરાન થવાનો વારો નહીં આવે

ઘર ભાડે આપ્યું છે? આ છે તમારા કાયદેસરના અધિકાર; સમજી લો ક્યારેય હેરાન થવાનો વારો નહીં આવે

ઘર ભાડે આપતા પહેલા જાણી લો તમારા આ અધિકારો

Rent Control Act: વર્ષ 1948માં ભારત સરકારે ભાડા નિયંત્રણ કાયદો પસાર કર્યો હતો, જેના પછી દિલ્હી, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં તેમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. જો કે આ કાયદાને ભાડુઆતોના સમર્થક રૂપમાં જોવામાં આવ્યો છે, પરંતુ આમાં મકાનમાલિકોના અધિકારોની સુરક્ષાની વાત પણ કહેવામાં આવી છે. હાલમાં જ આ કાયદામાં અન્ય ઘણા સુધારા કરવામાં આવ્યા છે, જેના નવા નિયમોમાં મકાનમાલિકોનું સમર્થન કરવામાં આવ્યુ છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ ભાડૂઆતોના અધિકાર અને તેને કેવી રીતે સાચવવાના છે, તે વિશે આપણે ઘણી વાતો કરી છે. એક બીજુ પાસુ વ્યવહારોનું પણ છે. પરંતુ ભારતમાં ભાડુઆતોના નિયમો અનુસાર, ઘણા એવી અધિકારો પણ છે, જે મકાનમાલિકો માટે બનાવવામાં આવ્યા છે.

  નવા નિયમોમાં મકાનમાલિકોનું સમર્થન કરાયું


  વર્ષ 1948માં ભારત સરકારે ભાડા નિયંત્રણ કાયદો પસાર કર્યો હતો, જેના પછી દિલ્હી, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં તેમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. જો કે આ કાયદાને ભાડુઆતોના સમર્થક રૂપમાં જોવામાં આવ્યો છે, પરંતુ આમાં મકાનમાલિકોના અધિકારોની સુરક્ષાની વાત પણ કહેવામાં આવી છે. હાલમાં જ આ કાયદામાં અન્ય ઘણા સુધારા કરવામાં આવ્યા છે, જેના નવા નિયમોમાં મકાનમાલિકોનું સમર્થન કરવામાં આવ્યુ છે.

  ભલે તમે પહેલી વાર ઘર ભાડે આપી રહ્યા છો કે આપતા રહ્યા છો, આજે અમે તમને મકાનમાલિકોના ઘણા મૂળભૂત અધિકારો વિશે જણાવીશું.

  આ પણ વાંચોઃ શું તમે પણ કરોડપતિ બનવા માગો છો? તો બસ 15x15x15 ના નિયમને ફોલો કરો 

  ભાડુઆતને નીકાળવાનો અધિકારઃ ભાડુઆત પર રેટ કંટ્રોલ એક્ટ માત્ર 12 મહિના માટે જ લાગૂ થાય છે. તે મકાનમાલિકો માટે વસ્તુઓ અઘરી છે, જેમના ઘરોમાં ભાડુઆત વર્ષોથી રહી રહ્યા છે. હાલમાં જ ચર્ચામાં રહેલા ડ્રાફ્ટ મોડેલ ટેનન્સી એક્ટ 2015નો ઉદ્દેશ મકાનમાલિકો અને ભાડુઆતો માટે વસ્તુઓને સરળ બનાવવાનો છે. આમાં સંમત્તિથી ભાડુ નક્કી કરવું, ગમે ત્યારે નીકાળવા અને પુનવર્સન સંબંધિત મુદ્દાઓના સંદર્ભમાં સુધારા કરવામાં આવ્યા છે. હવે મકાનમાલિકો ભાડા કરારનું ઉલ્લંઘન, મંજૂરી વિના અન્ય કોઈને ભાડે રાખવા, પેમેન્ટમાં મોડુ કરવું, સંપત્તિનો દુરુપયોગ અને મકાનમાં ગેર કાયદેસર પ્રવૃતિઓ ચલાવવા માટે ભાડૂઆતને ઘરથી નીકાળી દેવા અને જો ભાડૂઆત બિલ્ડિંગનો તેના વેપાર માટે ઉપયોગ કરે તો ત્યારે મકાનમાલિક તેને મકાન છોડવા કહી શકે છે.

  જો કરારના સમાપ્ત થયા બાદ પણ ભાડૂઆત ઘરમાંથી ન નીકળે તો આમાંથી છૂટકારો મેળવવા માટે, મકાનમાલિક કરારમાં ભાડું વધારવાની કલમ ઉમેરી શકે છે.

  મકાન પર અસ્થાયી કબજોઃ જો ખાલી કરાવ્યા વિના બિલ્ડિંગમાં રિપેરિંગ, ફેરફાર અને અન્ય કામ નથી થઈ શકતા કે મકાન રહેવા માટે અસુરક્ષિત છે, તો એવામાં મકાનમાલિક મકાન પર અસ્થાયી કબજાનો અધિકાર આપવામાં આવશે. જો કે ત્યારબાદ ભાડુઆતને ધર પાછુ આપી શકાય છે.

  આ પણ વાંચોઃ તહેવારોની મોસમમાં આ બેંકમાંથી લેશો હોમ લોન તો આપવુ પડશે ઓછુ વ્યાજ, સસ્તા દરે લોન આપતી બેંકોની યાદી

  ભાડું વધારવાનો અધિકારઃ જ્યાં સુધી ભાડાની વાત કરીએ તો કાયદામાં મકાનમાલિકોને વધારે અધિકાર આપવામાં આવ્યા છે. રહેણાક કે કોમર્શિયલ મિલકતના માલિકો ન માત્ર બજાર દરના હિસાબથી ભાડુ નક્કી કરી શકે છે, પરંતુ તેને નિયમિત અંતરાલો પર વધારી શકે છે. ભાડુઆત કાયદાનું ડ્રાફ્ટ મોડલ શહેરી આવાસ યોજનાને ઔપચારિક આવાસ વિસ્તાર હેઠળ લાવીને સંતુલન બનાવવાનુ કામ કરે છે. આ કાયદામાં સ્પષ્ટ શબ્દોમાં મુદ્દત, ઉત્તરાધિકાર, ભાડા સિવાય મકાનમાલિક અને ભાડુઆતના કાર્યો ઉલ્લેખ થાય છે.


  જરૂરી સમારકામઃ તે મકામમાલિકનું કામ છે કે, તે જરૂરી સમયગાળા પ્રમાણે ઘરમાં સમારાકામ કરાવે. મિલકતમાં નાનુ-મોટુ રિપેરિંગનું કામ ભાડુઆત પણ કરાવી શકે છે. જો કે, મોટા રિપેરિંગના કામ માટે વળતરની જરૂર પડશે. આ માટે પહેલા મકાનમાલિકની મંજૂરી લેવી પડશે. તેથી કોઈ પણ કામ કરાવતા પહેલા મકાનમાલિકને ખબર હોવી જોઈએ કે તેનો અધિકાર શુ છે, કારણકે મિલકત તેની છે. કાયદા પ્રમાણે , મકાનમાલિક મિલકતને સાચવવા માટે પ્રતિબદ્ધ છે. પરંતુ રેટ કંટ્રોલ એક્ટમાં બંને પક્ષ નાણાકીય જોખમ ઉઠાવે, તેનો પણ ઉલ્લેખ છે.
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business news, Landlord, RENT

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन