Home /News /business /

Bear Marketના પ્રભાવથી બચવાના 5 બેસ્ટ ઉપાય, વાંચો વિગતવાર

Bear Marketના પ્રભાવથી બચવાના 5 બેસ્ટ ઉપાય, વાંચો વિગતવાર

બેર માર્કેટ ફેઝ ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ માટે મોટી સમસ્યા છે

ટોપ ક્રિપ્ટોની પ્રાઇઝીસ 70-90 ટકા ઘટી ચૂકી છે, તો ટ્રેડર્સ માટે ધૈર્ય રાખવું મુશ્કેલ બની જાય છે. તેવામાં તમે આ રીતે બેર માર્કેટનો ફાયદો ઉઠાવી શકો છો.

દિલ્હી: બેર માર્કેટ (What is Bear Market) એક એવો ફેઝ છે, જ્યારે રોકાણની કિંમતો (Investment Price) ઝડપથી ઘટે છે. આ ઘટાડો લાંબા સમય સુધી રહે છે. બેર માર્કેટ ફેઝ ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ માટે મોટી સમસ્યા છે, જે ક્રિપ્ટો માર્કેટ દ્વારા વધુ પૈસા કમાવવા ઇચ્છે છે. એક ક્રિપ્ટો ઇન્વેસ્ટર (Crypto Investors) તરીકે તમે ચાર્ટ પરના આંકડાઓ પર નજર કરો છો અને જુઓ છોકે તમારા રોકાની વેલ્યૂ ઘટી રહી છે. તમારા મનમાં એક જ સવાલ થશે કે આવી સ્થિતિમાં બેરને કઇ રીતે ફાયદો થાય છે?

જ્યારે ક્રિપ્ટો કરન્સીની કિંમતો 20 ટકાથી વધુ નીચે ધસી જાય તો બેર માર્કેટની અસરથી બચવું અઘરું બની જાય છે. ખાસ કરીને જ્યારે ક્રિપ્ટો માર્કેટમાં બેરીશ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને ટોપ ક્રિપ્ટોની પ્રાઇઝીસ 70-90 ટકા ઘટી ચૂકી છે, તો ટ્રેડર્સ માટે ધૈર્ય રાખવું મુશ્કેલ બની જાય છે. તેવામાં તમે આ રીતે બેર માર્કેટનો ફાયદો (five ways for protection in a bear market) ઉઠાવી શકો છો.

ડોલર કોસ્ટ એવરેજીંગ

ક્રિપ્ટો એસેટ માર્કેટમાં ખૂબ ઉતાર ચઢાવ આવે છે. ઘણીવાર જ્યારે બેરની પકડ મજબૂત હોય છે ત્યારે તમને ખબર નથી પડતી કે કિંમતો વધશે કે ઘટશે. આવા સમયે તમે ડીસીએ અથવા ડોલર કોસ્ટ એવરેજીંગ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરી શકો છો. ડીસીએ તમને થોડા પૈસાના રોકાણમાંથી ઇન્વેસ્ટમેન્ટનો વ્યાપ વધારવામાં મદદ કરે છે.

માની લો કે, 50,000 રૂપિયાને નાના સેટ્સ જેમ કે 1000 રૂપિયામાં વહેંચી શકો છો અને જ્યારે કોઇ ખાસ ક્રિપ્ટોની પ્રાઇઝમાં તમારા ટાર્ગેટ જેટલો ઘટાડો થાય તો તમે તેને ખરીદી શકો છો. તમે તમારા સંપૂર્ણ ફંડને ખર્ચ કરવા કરતા ઘટાડો થવા પર તેને ખરીદી શકો છો. જો ભવિષ્યમાં પ્રાઇસ વધુ ઘટે છે તો તમે એલોટેડ પૈસા દ્વારા ક્રિપ્ટો ખરીદી શકો છો, જેથી કિંમતો વધે તો તમે વધુ નફો કમાઇ શકો.

પોર્ટફોલિયો ડાયવર્ઝન

ડાયવર્સિફિકેશન તમારા રોકાણ માટે રીસ્ક ઘટાડવામાં મદદ કરે છે. બિટકોઇનના દમદાર ગ્રોથને જોતા માની લો કે તમે તમારા તમામ પૈસા વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરી દીધા છે. તો હવે ઘટાડાની સ્થિતિમાં તમને નુકસાન થઇ શકે છે. તેની જગ્યાએ તમે તમારા ફંડ્સને અલગ અલગ ક્રિપ્ટોમાં એલોકેટ કરી દેશો તો કોઇની કિંમતમાં વધારો ઘટાડો થશે તો તમને એટલી ખબર હશે કે તમારા પૈસા ઝીરો નહીં થાય. જો માર્કેટમાં બેરીશ ફોર્સ કામ કરી રહી નથી તો ડાયવર્સિફીકેશન તમારું રીસ્ક ઘટાડી શકે છે અને અમુક અંશે નફાની ગેરન્ટી આપે છે.

કોઇ ઇન્વેસ્ટર્સ ક્રિપ્ટોઝની કિંમતો અને તેના પ્રદર્શન વિશે સંપૂર્ણ ખાતરી આપી શકતો નથી. બજારમાં 17,000થી વધુ ક્રિપ્ટોઝમાં વેપાર થઇ રહ્યો છે. તમારે તમારા પોર્ટફોલિયોને ડાયવર્સિફાય કરવા અને નુકસાન ઓછુંકરવા માટે ક્રિપ્ટોઝ પસંદ કરતા પહેલા અભ્યાસ કરી લેવો જોઇ. તમે તમારા બાસ્કેટને પસંદ કરતી સમયે અમુક વસ્તુઓમાં ખાસ કાળજી રાખી શકો છો. જેમ કે ક્રિપ્ટોનો સંભવિત ગ્રોથ, પ્રાઇસ મૂવમેન્ટ હિસ્ટ્રી અને ઉચ્ચ કિંમત જેના પર ક્રિપ્ટોમાં વેપાર થઇ ચૂક્યો છે.

સ્ટેકિંગ

કાર્ડેનો (ADA), પોલકાડોટ (DOT), સોલોના (SOL) અને અન્ય બ્લોકચેન્સ તેના હોલ્ડર્સને પોતાના નેટવર્કમાં સ્ટેક કરવાની પરવાનગી આપે છે. સ્ટેકિંગનો અર્થ છે કોઇ ખાસ બ્લોકચેન પર વેલિડેટર હોવા માટે પોતાના ક્રિપ્ટોઝને લોક કરવા અને રીવોર્ડ કમાવવા.

ક્રિપ્ટોઝ જે પ્રૂફ ઓફ સ્ટેક (POS) કન્સેન્સનો ઉપયોગ કરે છે, તે પોતાના પ્લેટફોર્મ પર સ્ટેકિંગની પરવાનગી આપે છે. પીઓએસ મેકેનિઝમનો ઉપયોગ નેટવર્ક પર ટ્રાન્જેક્શનને વેલિડેટ કરવામાં થાય છે. એકદમ એવી જ રીતે જેમ માઇનસ પ્રૂફ ઓફ વર્ક કનસેંસસમાં કરવામાં આવે છે. એક બ્લોક બ્લોકચેન પર વેલિડેટ કરવામાં આવે છે, તમને ફ્રેશન ટોકન્સ મળે છે.

તમને ક્રિપ્ટો હોલ્ડિંગ્સ દ્વારા સ્ટેકિંગ પેસિવ અર્નિંગનો અવસર આપે છે, જેનો ઉપયોગ તમે બેરિશ માર્કેટમાં તમારા નુકસાનની ભરપાઇ કરવા માટે કરી શકો છો. તેના પરીણામ તમારા ક્રિપ્ટોઝના લોકિંગ સ્વરૂપે સામે આવે છે, જેના કારણે તમે પેનિક સેલિંગથી બચી જાવ છો.

જો તમે સ્ટેક દરમિયાન તમારા હોલ્ડિંગને લિક્વિડ જાળવી રાખવા માંગો છો તો તમે લિક્વિડીટી સ્ટેકિંગનો ઉપયોગ કરી શકો છો. લિક્વિડી સ્ટેકિંગમાં તમને ક્રિપ્ટોની સ્ટેકિંગમાં એક ડેરિવેટિવ ટોકન મળી જાય છે. તમે આ ડેરિવેટિવ ટોકનો ઉપયોગ તેને ડીસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સ પર વેચવા માટે કરી શકો છો અથવા ત્યારે ઓપન માર્કેટમાં વેચી શકો છો, જ્યારે ક્રિપ્ટોની કિંમત વધી જાય છે.

યીલ્ડ ફાર્મિંગ અને લિક્વિડિટી માઇનિંગ

યીલ્ડ ફાર્મિગમાં એક ક્રિપ્ટો હોલ્ડર તરીકે તમે તમારા ક્રિપ્ટોઝ ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સ પ્લેટફોર્મ પર લાવો છો. તેનાથી આ પ્લેટફોર્મ્સની લિક્વિડિટી વધી જાય છે અને તમે એક લિક્વિડ પ્રોવાઇજ બની જાવ છો. લિક્વિડ પ્રોવાઇડને તે રીવોર્ડ મળે છે જે ડિસેન્ટ્રલાઇઝ્ડ પ્લેટફોર્મની કમાણીમાંથી મળે છે.

ઉદાહરણ તરીકે તમે સૌથી મોટા ડીઇએક્સમાંથી એક યૂનિસ્વેપમાં તમારા ક્રિપ્ટોઝ ડિપોઝીટ કરો છો. યૂનિસ્વેપ કલિક્વિડિટી પૂલમાં ક્રિપ્ટોઝને ડિપોઝીટ કરવા પર તમે લિક્વિડિટી પ્રોવાઇડર બની જાવ છો અને તેનાથી રીવોર્ડ્સ મેળવવા હકદાર બનો છો. રીવોર્ડ્સ સિવાય યૂનિસ્વેપ તમને યૂએનઆઇ ટોકન્સ પણ ફ્રીમાં આપે છે, જે નેટવર્કનું નેટિવ ટોકંસ હોય છે. આ કોન્સેપ્ટને લિક્વિડિટી માઇનિંગ કહેવાય છે.

સ્કેલ્પ ટ્રેડિંગ

ક્રિપ્ટો માર્કેટમાં ઘણા ઉતાર ચઢાવને જોતા બેરીશ માર્કેટમાં સ્કેલ્પ ટ્રેડિંગ એક સારો અલ્ટરનેટિવ છે. સરળ શબ્દોમાં કહીએ તો સ્કેલ્પ ટ્રેડિંગ નાનો પરુંતુ વારંવાર પ્રોફિટ માટે ક્રિપ્ટોના વેચાણ અને ખરીદી છે. આ પ્રોફિટ એક સમય બાદ એટલો વધી જાય છે જેનાથી સારું રીટર્ન મળે છે.

તમે બેર ફેઝમાં સ્કેલ્પ ટ્રેડિંગ માટે આ બંનેમાથી કોઇ એક ટેક્નિક પસંદ કરી શકો છો. – મેન્યુઅલ અથવા ઓટોમેટેડ. મેન્યુઅલ સ્કેલ્પિંગમાં તમારે ઓપનિંગ્સ અને ક્લોઝીંગની જાણકારી મેળવવા માટે રીયલ ટાઇમ એનાલિસિસ દ્વારા બજારનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો પડે છે. ઓટોમેટેડ સ્કેલ્પિંગમાં તમે તમારા એનાલિસિસ અનુસાર યૂનિક સ્ટ્રેટેજી તૈયાર કરી શકો છો.
Published by:Azhar Patangwala
First published:

Tags: Investment tips, Share bazar, Share market

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन